Home /News /coronavirus-latest-news /

Ahmedabad Corona Case: શહેરમાં 1,000 એક્ટિવ કેસ, હોસ્પિટલમાં માત્ર 30 દર્દીઓ

Ahmedabad Corona Case: શહેરમાં 1,000 એક્ટિવ કેસ, હોસ્પિટલમાં માત્ર 30 દર્દીઓ

અમદાવાદમાં કોરોના કેસ

Corona Virus Update: પ્રાઇવેટ હોસ્પિટલમાં 19, સિવિલમાં 10 અને એસવીપીમાં માત્ર 1 દર્દી સારવાર હેઠળ છે જ્યારે શહેરમાં એક હજાર કોરોનાનાં કેસ નોંધાયા છે. ઓમિક્રોન વેરિએન્ટ ઝડપથી ફેલાય છે પણ તેની ઘાતકતા ઓછી છે તેવું ડોક્ટર્સનું કહેવું છએ.

વધુ જુઓ ...
    ગુજરાતમાં વધતા કોરોનાનાં (Corona Case in Gujarat) આંકડા તેમાં પણ અમદાવાદમાં (Ahmedabad Corona Update) ફરી એક વખત કોરોનાનાં કેસનો 1000નો આંકડો પાર થઇ ગયો છે. અમદાવાદમાં 5 જુલાઇ બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંકડો 1000ને પાર થયો છે. પરંતુ રાહતની વાત એ છે કે, હોસ્પિટલમાં સારવાર લેવી પડે તેવા દર્દાઓ માત્ર 30 છે.

    કોરોનાની બીજી લહેર દરમિયાન અમદાવાદની મોટાભાગની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ ગઇ હતી. હોસ્પિટલમાં બેડ માટે દર્દીઓને લાંબા વેઇટિંગનો સામનો કરવો પડતો હતો. હાલમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. પરંતુ રાહતની વાત એ છે કે સ્થિતિ હજુપણ નિયંત્રણમાં છે. અમદાવાદમાં કોરોનાના કુલ 1088 એક્ટિવ કેસ છે. આ પૈકી ખાનગી હોસ્પિટલોમાં 19, સિવિલ હોસ્પિટલમાં 10, એસવીપીમાં 1 સહિત કુલ 30 દર્દીઓ સારવાર હેઠળ છે.

    સૂત્રોના જણાવ્યા અનુસાર બીજી લહેર જેવી સમસ્યાનું પુનરાવર્તન થાય નહીં માટે સિવિલ હોસ્પિટલને સજ્જ કરી દેવાઇ છે. હાલ તમામ 1200 બેડમાં ઓક્સિજન સહિતની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત કટોકટીભરી સ્થિતિ સર્જાય તો વધુ 200 બેડ અનામત રાખવાની પણ જોગવાઇ કરી દેવામાં આવી છે.

    દેશમાં 49 દિવસ બાદ 13 હજારથી વધુ કેસ

    દેશમાં 49 દિવસ બાદ કોવિડ-19ના દૈનિક 13 હજારથી વધુ કેસ નોંધાયા છે. અગાઉ, 11 નવેમ્બરે 24 કલાકમાં સંક્રમણના 13,091 નવા કેસ નોંધાયા હતા. તેમણે કહ્યું, ‘અમારું માનવું છે કે વૈજ્ઞાનિક આધાર પર ઉપલબ્ધ ડેટા અનુસાર, R વેલ્યુ 1.22 છે,તેથી કેસ વધી રહ્યા છે, ઘટી નથી રહ્યા. આપણે જે જોઈ રહ્યા છીએ તે ઓમિક્રોન સ્વરૂપના કેસોની વૈશ્વિક વૃદ્ધિનો ભાગ હોઈ શકે છે. અમે પહેલાથી જ જાણીએ છીએ કે આ સ્વરૂપ અત્યંત સંક્રામક છે અને વિશ્વમાં જે ઝડપે કેસ વધી રહ્યા છે તે આપોઆપ આ કહે છે.’ તેમણે કહ્યું, ‘ગભરાવાની જરૂર નથી કારણકે, આપણે રાષ્ટ્ર તરીકે તૈયાર છીએ. આપણી પાસે અનુભવ અને રસીકરણની વ્યાપક ઢાલ છે. ફક્ત તૈયાર રહો, જવાબદાર અને અનુશાસિત બનો.’

    ICMRનાં ડિરેક્ટર જનરલે કહ્યું- રસીકરણથી રોગપ્રતિકારક શક્તિ નવ મહિના સુધી જળવાઇ રહે છે

    ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના ડાયરેક્ટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવે જણાવ્યું કે કોવિડ-19 વિરોધી રસીકરણ અને પછી રોગપ્રતિકારક શક્તિ નવ મહિના કે તેથી વધુ સમય સુધી જળવાઈ રહે છે અને ત્રીજો ડોઝ જે ફ્રન્ટલાઈન કર્મચારીઓ અને અન્ય રોગોથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને આપવામાં આવશે, તે સંક્રમણની ગંભીરતા, હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુના જોખમને ઘટાડવા માટે છે.

    સરકારે કહ્યું કે રસીકરણ પહેલા અને પછી માસ્ક પહેરવું જરૂરી છે. એક મહિનામાં 121 દેશોમાં ઓમિક્રોન સ્વરૂપના 3,30,379 કેસ નોંધાયા છે અને તેના કારણે 59 લોકોના મોત થયા છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Corona case, Covid Cases in Ahmedabad, COVID-19, અમદાવાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन