Home /News /coronavirus-latest-news /શું Coronaની પડી રહી છે હૃદય પર ઉંડી અસર ? શું થઈ શકે છે બીમારીઓ, જાણો

શું Coronaની પડી રહી છે હૃદય પર ઉંડી અસર ? શું થઈ શકે છે બીમારીઓ, જાણો

જીબી પંત હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના પ્રોફેસર ડો.મોહિત ગુપ્તા કહે છે કે, એવું જોવા મળ્યું છે કે કોરોના હૃદય (corona and heart disease)ને ઘીરે ઘીરે અસર કરે છે. કોવિડ આમ પણ હાર્ટ એટેક (heart attack), હાર્ટ ફેલ્યોર કરી શકે છે.

જીબી પંત હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના પ્રોફેસર ડો.મોહિત ગુપ્તા કહે છે કે, એવું જોવા મળ્યું છે કે કોરોના હૃદય (corona and heart disease)ને ઘીરે ઘીરે અસર કરે છે. કોવિડ આમ પણ હાર્ટ એટેક (heart attack), હાર્ટ ફેલ્યોર કરી શકે છે.

નવી દિલ્હી. કોરોના મહામારી (corona pandemic) બાદથી જ હૃદયને લગતી બીમારીઓ (heart attack in long covid)ની સમસ્યા વધી છે. વર્ષ 2020થી શરૂ થયેલી કોરોના મહામારીની બીજી લહેર (corona second wave) દરમિયાન પણ જોવામાં આવ્યું હતું કે જે લોકોને ગંભીર કોરોના થયો હતો તેઓ હોસ્પિટલમાં ગયા બાદ કોવિડથી સ્વસ્થ થયા હતા પરંતુ થોડા જ દિવસોમાં હાર્ટ એટેક કે હાર્ટ ફેલ્યોરના કારણે તેમનું મોત થયું હતું. નિષ્ણાંતોનું કહેવું છે કે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ કોરોના બાદ મોટી સંખ્યામાં જે મોત જોવા મળ્યા છે તે હૃદયની બીમારી છે.

હૃદયની સાથે કિડની અને લીવરની સમસ્યા પણ લોકો માટે સમસ્યા બની ગઈ છે. આ સાથે જ જેણે એવો પણ દાવો કર્યો છે કે, કાર્ડિયોવેસ્ક્યુલર બીમારીઓથી થતા મૃત્યુમાંથી 75 ટકા મોત વિકાસશીલ દેશોમાં થઇ રહ્યા છે અને ભારત વિશે વાત કરીએ તો 27 ટકા મોત હૃદયની બીમારીઓના કારણે થાય છે.

દિલ્હીની જીબી પંત હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના પ્રોફેસર ડો.મોહિત ગુપ્તા કહે છે કે, એવું જોવામાં આવ્યું છે કે કોરોના ઘીમે ઘીમે હૃદયને અસર કરે છે. કોવિડ આમ પણ હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર વગેરે જેવી અનેક બાબતો કરી શકે છે. આ સાથે જ જો કોઈ હાર્ટનો દર્દી પહેલાથી જ હોય તો તેને પણ કોવિડની ઉંડી અસર થઈ શકે છે.

આ પણ વાંચો: Health News: Corona, શરદી-ખાસીમાં મિત્રો-સંબંધીઓની સલાહથી Antibiotics લો છો તો સાવધાન, ઘટી શકે છે ઇમ્યુનિટી

કોરોનાને કારણે હાર્ટના કેટલા દર્દીઓ વધ્યા છે અથવા કેટલા દરે વધ્યા છે, તેની સચોટ માહિતી આપવી મુશ્કેલ છે, પરંતુ હાર્ટના દર્દીઓ આવી રહ્યા છે. જ્યાં સુધી યુવાનોની વાત છે, તો તેમના માટે ઘણા પરિબળો છે, જેમ કે જીવનશૈલી વિકાર, તણાવ, કોવિડ પણ આ રોગનું કારણ બની શકે છે. કોવિડમાં કોરોના થયાના ત્રણ મહિના બાદ દર્દીઓમાં ચાર બાબતો મુખ્યત્વે જોવા મળી રહી છે, જેમાં શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, બેભાન થવું અને નબળાઇ અને તેની હૃદય પર ઘણી અસર પડે છે.

આ પણ વાંચો: Health Matters: કોવિડ કાળમાં દેશમાં વેચાયેલી તમામ Dolo ટેબ્લેટ્સને એક પર એક મૂકો તો બુર્જ ખલીફા જેટલી ઊંચાઈ થાય!

બીએચયુની શોઘમાં પણ હાર્ટ ડિઝીઝની જાણકારી
કોવિડ પછી લગભગ ત્રણ મહિના પહેલા બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં એક સંશોધન પત્ર પણ બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે જે દર્દીઓ ગંભીર કોરોનાને કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા અથવા જેમનામાં ગંભીર લક્ષણો જોવા મળ્યા હતા, તેમનામાં હાર્ટ ઇન્ફેક્શનની સમસ્યા જોવા મળી હતી. બીએચયુના જૂલોગી વિભાગના સંશોધક અપરા બંદોપાધ્યાયે રજૂ કરેલું આ રિસર્ચ પેપર ફ્રન્ટિયર્સ ઇન કાર્ડિયોવાસ્ક્યુલર મેડિસિન જર્નલમાં પ્રકાશિત થયું હતું.

જેમાં જણાવવામાં આવ્યું હતું કે, જે ઝડપે કોરોનાનું સંક્રમણ ફેફસાને અસર કરી રહ્યું છે, તેની સાથે સાથે તે હૃદયને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે. જો કે કોરોના બાદ તેના 3-4 મહિના પછી લોંગ કોવિડના રૂપમાં તેની અસર જોવા મળી હતી. તેમને જાણવા મળ્યું કે કોરોના સંક્રમિત થયા બાદ વ્યક્તિના શરીરમાં ઓક્સિજનની માંગ વધી જાય છે, પરંતુ જો તેનો પુરવઠો તે જથ્થામાં ઉપલબ્ધ ન હોય તો તેની અસર હૃદય પર પડે છે. આવામાં વ્યક્તિને છાતીમાં દુખાવાની પણ ફરિયાદ હોય છે જે હાર્ટ એટેક કે કાર્ડિયાક અરેસ્ટમાં ફેરવાઈ શકે છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસર્ચમાં પણ કહે છે આ.....
કોરોનાની અસર માત્ર હૃદય પર જ નહીં પરંતુ લગભગ તમામ અંગો પર જોવા મળી છે. કોરોના બાદ હોસ્પિટલોમાં વધેલા દર્દીઓને લઈને ઘણી જગ્યાએ રિસર્ચ અને સ્ટડી કરવામાં આવ્યા હતા. ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચમાં કહેવામાં આવ્યું હતું કે કોરોનાથી સાજા થયાના એક મહિનાની અંદર જ 50 ટકા દર્દીઓ હાર્ટ એટેક જેવી બીમારીનો સામનો કરી રહ્યા છે. કોરોના થયા બાદ લોકોમાં હાઈ બીપી કે હાઈપરટેન્શન પણ જોવા મળ્યું છે. કોવિડ -19 ના સંક્રમણથી શરીરમાં બળતરા વધે છે, તે હૃદયના સ્નાયુઓને નબળી પાડે છે અને ધબકારા પર પણ અસર કરે છે. આ ઉપરાંત કોરોના બાદ લાંબા સમય સુધી લોહી ઘટ્ટ થવાની સમસ્યા પણ સામે આવી છે. તેનાથી હાર્ટ ફેલ્યોર, બ્લડ પ્રેશરની સમસ્યા અને ધબકારાની ગતિ ઝડપી કે ધીમી થવાની શક્યતા ઊભી થાય છે.

આ પણ વાંચો: શું ભારતમાં Coronaની ત્રીજી લહેર છે ટોચ પર? જાણો શું કહે છે આંકડા

આ બાબતો પર ધ્યાન આપે લોકો
નિષ્ણાતો કહે છે કે કોરોના થાય કે નહીં, પરંતુ હૃદય વિશે સાવચેત રહેવું જરૂરી છે. જો કોઈ દર્દીને એસિડિટી અથવા ગેસ બનવાની સમસ્યા હોય, તો તેના વિશે સાવચેત રહો. કેટલીકવાર તે હૃદયરોગનો સંકેત પણ આપે છે. આ સમય દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ થાય, હૃદયની બાજુમાં કે છાતીમાં ક્યાંક દુખાવો થાય, બેભાન થઈ જાય કે બેચેની વધી જાય, છાતીમાં બળતરા કે પેટમાં દુખાવો, ઉબકા આવે, હાથમાં અચાનક ખેંચાણ આવે, ઉધરસ આવે તો આ હૃદયરોગના પ્રાથમિક લક્ષણો હોઈ શકે છે. જો આ લક્ષણો કોવિડ પછી તરત જ અથવા થોડા મહિના પછી દેખાઈ રહ્યા છે, તો શક્ય છે કે તેઓ હૃદયની સમસ્યાઓ વિશે ચેતવણી આપી રહ્યા હોય. તેથી આ લક્ષણો અંગે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો. વારંવાર બ્લડ પ્રેશર વધતું કે ઓછું થતું હોય તો ડોક્ટરને મળો.
First published:

Tags: Cardiac arrest, Coronavirus, Heart Disease, Lifestyle

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો