કોરોના વયારસ (Coronavirus)ને લઇને રોજ રોજ દુનિયાભરમાં નવા કેસ સામે આવી રહ્યા છે. આ કોરોનાની ઝપેટમાંથી અફધાનિસ્તાન (Afghanistan) પણ મુશ્કેલ પરિસ્થિતીનો સામનો કરી રહ્યું છે. ત્યારે અહીંની યુવતીઓએ મળીને કારના પાર્ટસમાંથી (car Parts) વેન્ટિલેટર (ventilator) બનાવ્યું છે. આ તમામ યુવતીઓ રોબોટિક્સનું ભણી રહી છે. અને તે એક ટીમનો ભાગ છે જેણે આ વિચારને આકારમાં મૂકવાનો નક્કી કર્યું હતું. આ યુવતીઓએ કારના પાર્ટ્સથી સસ્તું પણ કામમાં આવી શકે તેવું વેન્ટિલેટર બનાવ્યું છે.
બીબીસીની એક રિપોર્ટ મુજબ આ યુવતીઓએ 2017માં પણ આવી જ નામના મેળવી હતી. આ વખતે તેમણે અમેરિકામાં એક પ્રતિયોગિતામાં જીત મેળવી આ નામના મેળવી હતી. આંતરાષ્ટ્રીય હરિફાઇમાં તેમને સ્પેશ્યલ એવોર્ડ એનાયત કર્યો હતો. આ યુવતીઓએ કાર પાર્ટ્સના વેન્ટિલેટર બનાવાનું કારનામું કર્યું છે. મેના અંતમાં આ યુવતીઓએ વેન્ટિલેટરના સપ્લાયને શરૂ કરશે. અને તેની કિંમત માર્કેટ પ્રાઇઝ કરતા ખૂબ જ ઓછી હશે.
અફધાનિસ્તાનમાં વર્ષોથી યુદ્ધ જેવી સ્થિતિને સહન કરતું આવ્યું છે. અહીંની સ્વાસ્થય વ્યવસ્થાની સ્થિતિ પહેલાથી જ કફોડી છે. આ કારણે અફધાનિસ્તાનમાં 3 કરોડ 89 લાખની વસ્તીમાં ખાલી 400 વેન્ટીલેટર છે. અફધાનિસ્તાનમાં જ્યારે કોરોના વાયરસના 7,650 કેસ સામે આવ્યા. ત્યારે કોરોના વાયરસના કારણે અહીં 178 લોકોના પ્રાણ ગયા.
જો કે વાસ્તિક આંકડા આનાથી પણ વધુ હોવાની સંભાવના છે. બીબીસીથી વાત કરતા આ યુવતીઓની ટીમની સદસ્ય નાહિદ રહિમીએ કહ્યું કે આ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું કે અમે અમારા પ્રયાસો દ્વારા લોકોના પ્રાણ બચાવી શકીએ.
અફધાનિસ્તાનમાં યુવતીઓની આ ટીમને અફધાન ડ્રીમર્સ નામે ઓળખાય છે. અને તે પશ્ચિમ પ્રાંતના હેરાત વિસ્તારની છે. જ્યાં કોરોના વાયરસ સંક્રમણનો પહેલો કેસ દાખલ થયો હતો. અને તે અફધાનિસ્તાન વાયરસ સંક્રમણનું કેન્દ્ર મનાય છે. ઇરાન સીમાની પાસે હોવાના કારણ અહીં આ મહામારી જલ્દીથી ફેલાઇ હતી.
આ યુવતીઓની ટીમમાં તમામ યુવતીઓ 14 થી 17 વર્ષની વચ્ચે છે. તેમણે ટોયોટા કોરોલા મોટર અને હોન્ડા મોટરસાઇકલની ચેન ડ્રાઇવ દ્વારા આ વેન્ટિલેટરના પ્રોટોટાઇપની બનાવ્યું છે. જો કે તેમનું કહેવું છે કે આ વેન્ટીલેટરથી શ્વાસ લેનાર દર્દીઓને ટેમ્પરરી રાહત મળશે. જ્યાં સુધી તેમને સ્ટાડર્ડ વેન્ટીલેટર ના મળે ત્યાં સુધી આનાથી કામ ચલાવી શકાશે. કોરોના વાયરસના કારણે દુનિયામાં વેન્ટિલેટરની અછત જોવા મળી છે. ખાલ કરીને ગરીબ અને વિકાસશીલ દેશો સામે આ મોટો પડકાર બનીને ઊભો છે. વળી તાકતવર દેશોમાં આને લઇને જંગની સ્થિતિ બની છે. આ કારણે વેન્ટીલેટરની કિંમત અહીં વધી છે.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર