દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે લોકોને માસ્ક પહેરવાની સૂચના આપવામાં આવી છે. માસ્ક પહેરવાથી કોરોના વાયરસથી આપણે કેટલીક હદ સુધી બચી જઇએ છીએ પણ તેનાથી તે ખબર નથી પડતી કે આપણે હસી રહ્યા છીએ કે કેમ. બસ આ મુશ્કેલીને દૂર કરી છે અમેરિકાના એક ગેમ ડિઝાઇનરે. તેણે LED લાઇટ વાળો અનોખો ફેસ માસ્ક (Face Mask) બનાવ્યો છે. જેને સોશિયલ મીડિયામાં લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
અમેરિકાના ગેમ ડિઝાઇનર અને પ્રોગ્રામર ટેલર ગ્લેયલ (Tyler Glaiel) ફેસ માસ્ક બનાવ્યો છે. ધ ન્યૂયોર્ક ટાઇમ્સની એક રિપોર્ટ મુજબ આ માસ્ક ચહેરા પર લાગતા લાઇટટ ચાલુ થાય છે. કપડાથી બનેલા આ માસ્કની અંદર 16 એલઇડી લાઇટ લાગેલી છે. આ લાઇટ જણાવે છે કે તમે બોલી રહ્યો છો, ચુપ છો કે પછી માસ્ક પાછળ છુપાઇ છુપાઇને હસી રહ્યા છો. આ માસ્કની કિંમત 3800 રૂપિયા કહેવામાં આવી છે.
અમેરિકી પ્રોગ્રામર ટેલરના કહેવા મુજબ તેમના મગજમાં અચાનક આ માસ્ક બનાવાનો આઇડિયા આવ્યો. તેણે કહ્યું કે મેં ઓનલાઇન એવો માસ્ક શોધ્યો જ્યારે ના મળ્યો તો મેં પોતે જ બનાવી દીધો. આમાં 9 વોલ્ટની બેટરી લગાવવામાં આવી છે જે એલઇડી પેનલને સપોર્ટ કરે છે. આ માસ્કમાં વોઇસ પેનલ પણ લાગેલા છે. જે એલઇડીથી જોડાયેલા છે. જ્યારે કોઇ પણ વ્યક્તિ આ માસ્ક પહેરીને બોલવાનું શરૂ કરે છે આ લાઇટ ચાલુ થઇ જાય છે. ટેલરે કહ્યું કે હાલ તો મેં આ માસ્ક ખાલી મારા માટે બનાવ્યું છે અને તેને વેચવાની કોઇ યોજના નથી.
ટેલરે કહ્યું કે માસ્ક કપડાનું બનેલું છે જેથી તે વોશેબલ છે. અને તેને ધોવા માટે એલઇડી લાઇટની પેનલને નિકાળીને બહાર મૂકવાની રહેશે. વળી આ લાઇટ થોડા સમયમાં ગરમ થઇ જાય છે. માટે બાળકો માટે આ માસ્ક યોગ્ય નથી.
એલઇડી ફેસ માસ્ક અલગ અલગ વેભલેન્થથી લાઇટ રેને ઉત્સર્જિત કરે છે. આ લાઇટ રેથી ત્વચાની વિભન્ન સમસ્યા જેવી કે ચેહેરાના કોલેજન, ઇલાસ્ટિન ઉત્તેજીત કરવામાં મદદ કરે છે. વળી આ માસ્કમાંથી જે બ્લૂ લાઇટ નીકળે છે તે મોંના પેદા થતા બેક્ટેરિયાને મારવામાં પણ મદદ કરે છે.
ન્યૂયોર્ક ટાઇમ્સમાં છપાયેલી ખબર મુજબ અનેક લોકો આ એલઇડી ફેસ માસ્કથી આંખો ખરાબ થવાની સંભાવના પણ અનેક લોકોએ વ્યક્ત કરી છે. જો કે કેટલાકનું માનવું છે કે આ પ્રકારના એલઇડી માસ્ક આંખોને ખરાબ કરી શકે છે.