કોરોના વાઇરસનું સક્ર્મણ અટકાવ તંત્ર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યુ છે ત્યારે લોકો લોકડાઉન વચ્ચે પણ સતત એકઠા થઈને ગપાટા મારતા હોય છે ત્યારે આવા લોકો સામે પોલીસ કાર્યવાહી કરતી હોય છે. ત્યારે ગતરોજ અમરોલી-સાયણ રોડની ગોલ્ડન સીટી સ્વીટ હોમ સોસાયટીના 11 અને ગ્લોબલ સીટી સોસાયટીના 12 જણાને પોલીસે વિડીયો અને વ્હોટ્સ અપ ફોટોના આધારે ઝડપી પાડયા હતા.
કોરોના વાઇરસનું સંક્રમણ ન વધે તે માટે તંત્ર દ્વારા લોકડાઉન આપવમાં આવ્યું છે ત્યારે હજુ પણ લોકો આ મામલે ગંભીર નહિં હોવાનું સામે આવી રહીયુ છે તેવામાં સુરતમાં સતત કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો હોવાથી આવશ્યક સેવા ચીજવસ્તુઓ ઉપર પણ ધીમે-ધીમે પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે. તેમ છતા પણ કેટલાક લોકો હજી સંક્રમણ માટે ગંભીર બેદરકારી દાખવી ટોળે વળી રહ્યા છે. તેવામાં પોલીસ દ્વારા લોકોની મદદ લઇને આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે.
આ પણ વાંચો : શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને મોટો ઝટકો : ગુજરાત હાઇકોર્ટે ધોળકા બેઠકની ચૂંટણી રદ કરી
તેવામાં સુરત ની અમરોલી પોલીસને ગતરોજ લોકો એકત્ર થયાના વિડીયો વોટ્સપ પર સ્થાનિક લોકો દ્વારા મોકલવામાં આવ્યા હતા, જેને લઇને અમરોલી પોલીસે સાયણ રોડ સ્થિત ગ્લોબલ સીટી સ્વીટહોમ સોસાયટીમાં રહેતાચેતન ગીરધર પરમાર,શીરીષ રમેશ રાવલ,જતીન ગોકળ ટાંક,નિકુંજ પુના ચાવડા,
સુમીત મનસુખ વાઘેલા,સંજય બાલુ જેઠવા,અશોક વિરજી ચૌહાણ,વિરેન્દ્ર શ્રીરામધની પ્રજાપતિ,તેજશ પ્રવિણ પંડ્યા,રામપ્રતામ શ્રીકુપુર પ્રજાપતિ, મહેશ બેચર લાઠીયા, પંકજ વિષ્ણુ પાનેકર,રજની બાબુ ટાંક, ડેનીશ હસમુખલાલ મોદી,હિરેન કાંતિ કાચા,ધીરેન હરેશ ચાવડા, અજય ગોપાલ રાઠોડ,મગન જ્યંતિ ગેડીયા,રજની ભરત ડાભી,મનસુખ શંભુ રાઠોડ,દિલીપ શંભુ રાઠોડ, મહેન્દ્ર બિશ્વનાથ સહાની અને દિનેશ બાબુલાલ પ્રજાપતિને માંડીને 23 લોકોની ધરપકડ કરી તેમના વિરૂધ્ધ એપેડમિક ડિસીઝ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.