કોરોના વાયરસ : ચીનમાં અત્યાર સુધી 80 લોકોનાં મોત, ત્યાંથી પરત ફરેલો સ્ટુડન્ટ જયપુર હૉસ્પિટલમાં દાખલ

G
Updated: January 1, 1970, 5:30 AM IST
કોરોના વાયરસ : ચીનમાં અત્યાર સુધી 80 લોકોનાં મોત, ત્યાંથી પરત ફરેલો સ્ટુડન્ટ જયપુર હૉસ્પિટલમાં દાખલ
ચીનથી MBBSનો અભ્યાસ કરીને જયપુર આવેલા સ્ટુડન્ટને અલગ વોર્ડમાં રખાયો, સમગ્ર પરિવારનું પણ સ્ક્રીનિંગ કરાશે

ચીનથી MBBSનો અભ્યાસ કરીને જયપુર આવેલા સ્ટુડન્ટને અલગ વોર્ડમાં રખાયો, સમગ્ર પરિવારનું પણ સ્ક્રીનિંગ કરાશે

  • Share this:
નવી દિલ્હી : ચીન (China)ના કોરોના વાયરસ (Coronavirus)એ અમેરિકા સહિત અનેક ડઝન દેશોને પોતાની ઝપટમાં લઈ લીધા છે. દુનિયાના તમામ દેશ તેનો ઉકેલ શોધવાના પ્રયાસમાં લાગી ગયા છે. આ દરમિયાન અહેવાલ આવ્યા છે કે ભારતમાં પણ કોરોના વાયરસે પ્રવેશ કરી લીધો છે. રવિવારે જયપુર (Jaipur)માં કોરોના વાયરસનો એક સંદિગ્ધ દર્દી સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ જયપુરની સરકારી હૉસ્પિટલમાં દાખલ કોરોના વાયરસથી પીડિત યુવક ચીનમાં અભ્યાસ કરતો હતો. ભારતમાં આવ્યા બાદ તેમાં કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા, ત્યારબાદ તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. બીજી તરફ, ચીનમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા વધીને 80 થઈ ગઈ છે. રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. રઘુ શર્માએ સવાઈ માનસિંહ (એસએમએસ) મેડિકલ કૉલેજ પ્રશાસનને ચીનથી એમબીબીએસનો અભ્યાસ કરી પરત ફરેલા સ્ટુડન્ટના કોરોના વાયરસથી સંક્રમિત થવાની આશંકા પર તેમને તાત્કાલીક અલગ વોર્ડ (આઇસોલેશન)માં રાખવા તથા તેના પૂરા પરિવારની સ્ક્રીનિંગ કરવાના નિર્દેશ આપ્યા છે. શર્માએ સંદિગ્ધ દર્દીના નમૂના તાત્કાલિક પુણે સ્થિત નેશનલ વાયરોલૉજી લેબ મોકલવાના નિર્દેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચીનમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા 80 થઈ ગઈ છે. બીજી તરફ વાયરસથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા 2300 પહોંચવાની આશંકા છે. હુબેઈ પ્રાંતની રાજધાની વુહાન 1.1 કરોડની વસ્તીવાળું શહેર છે અને સંક્રમણનું મુખ્ય કેન્દ્ર છે. હુબેઈના મેયરે રવિવારે જણાવ્યું હતું કે 56 લોકોનાં મોત થયા છે અને 1975 લોકોમાં સંક્રમણની પુષ્ટિ થઈ છે. તેની સાથે શહેરમાં 1000 નવા દર્દી થવાની આશંકા છે. મેયર ઝોઉ શિયાંવાંગે જણાવ્યું કે, તેઓએ આ દાવો હૉસ્પિટલોમાં દર્દીઓનું પરીક્ષણ અને ઑબ્ઝર્વેશનમાં રાખેલા લોકોના આધારે કરવામાં આવ્યો છે. ચીનમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા 80 થઈ ગઈ છે. આ પણ વાંચો, જાણો એ ખતરનાક વાયરસ વિશે જે ચીનથી ફેલાઈને લોકોને બનાવી રહ્યો છે પોતાનો શિકાર
First published: January 27, 2020
વધુ વાંચો
अगली ख़बर