કોરોનાવાયરસનો કહેર : સાબરકાંઠામાં બે અને મહેસાણામાં એક શંકાસ્પદ કેસ

G
Updated: January 1, 1970, 5:30 AM IST
કોરોનાવાયરસનો કહેર : સાબરકાંઠામાં બે અને મહેસાણામાં એક શંકાસ્પદ કેસ
સોમવારે ચીનથી ભારત આવેલા બનાસકાંઠાનાં 42 અને સાબરકાંઠા જિલ્લાનાં 5 વિદ્યાર્થીઓનું મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.

સોમવારે ચીનથી ભારત આવેલા બનાસકાંઠાનાં 42 અને સાબરકાંઠા જિલ્લાનાં 5 વિદ્યાર્થીઓનું મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.

  • Share this:
સાબરકાંઠા : ચીનમાં (China) કોરોનાવાયરસને (Coronarivus) કારણે હાહાકાર મચી ગયો છે. આને કારણે ચીનમાં 360થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ત્યારે ચીનમાં ગયેલા ભારતનાં લોકોને સરકાર પરત લાવી રહી છે. ત્યારે સાબરકાંઠાનાં બે વિદ્યાર્થીઓ સ્થાનિક સ્ક્રિનિંગમાં શંકાસ્પદ જણાતા તેમને હાલ આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યાં છે. હાલ મળતી માહિતી પ્રમાણે આ બે વિદ્યાર્થીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એક વિદ્યાર્થીને રજા આપવામાં આવી છે. જ્યારે અન્યને આજે સાંજે રજા આપવામાં આવી શકે છે. આ સાથે મહેસાણાની એક વિદ્યાર્થી સ્ક્રિનિંગ બાદ ઘરે ગયા પછી ખાંસી અને તાવની તકલીફ થતાં તેને પણ આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવી છે. તેનો રિપોર્ટ પણ હજી તપાસમાં મોકલેલો છે. મહત્વનું છે કે, સોમવારે ચીનથી ભારત આવેલા બનાસકાંઠાનાં 42 અને સાબરકાંઠા જિલ્લાનાં 5 વિદ્યાર્થીઓનું મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, ચીને કોરોનાવાયરસ સામે લડવા માટે માત્ર 8 દિવસમાં આખી હૉસ્પિટલ તૈયાર કરી દીધી છે. આ હૉસ્પિટલ ચીનના વુહાન (Wuhan) શહેરમાં બનાવવામાં આવી છે, જ્યાં કોરોનાવાયરસે સૌથી વધુ કહેર મચાવ્યો છે. ચીને કોરોનાવાયરસનાં વધતા ખતરાને જોતાં રેકોર્ડ સમયમાં બે હૉસ્પિટલ (Hospital) બનાવવાની વાત કરી હતી. હવે પહેલી હૉસ્પિટલ બનીને તૈયાર છે અને સોમવારથી તેને દર્દીઓ માટે ખુલી મૂકવામાં આવશે. આ પણ વાંચો : વિસનગરમાં વેવાણના ત્રાસથી વેવાઈએ આત્મહત્યા કરી, વેવાણ સામે ત્રણ મહિના બાદ ફરિયાદ તમને જણાવીએ કે, કોરોનાવાયરસ માટે હજુ સુધી કોઈ રસી અને દવા ઉપલબ્ધ બની નથી. કોરોના વાયરસમાં કોઈપણ પ્રકારની એન્ટિબાયોટીક કામ કરતી નથી. તો કોરોના વાયરસનાં લક્ષણો જાણીએ.
  • વારંવાર તાવ આવવો અથવા ઉંચા તાપમાને તાવ આવવો.
  • તાવ પછી લાંબા સમય સુધી ઉધરસ રહેવી.
  • માથાનો દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ રહેવી.
  • આ રોગના લક્ષણોમાાં ભારે તાવ, કફ, શરદી, શ્વાસ લેવામાાં તકલીફ વગેરે જોવા મળે.
આ વીડિયો પણ જુઓ :
First published: February 4, 2020
વધુ વાંચો
अगली ख़बर