રમત રમતમાં પિતરાઈ ભાઈએ પિસ્તોલમાંથી ચલાવી ગોળી, 12 વર્ષના બાળકનું મોત, પરિવારમાં આક્રંદ

પુત્રને ગોળી વાગતા મોતને ભેટ્યો

Bihar news: પટના શહેરમાં ગોળી લાગવાથી એક બાળકનું મોત નીપજ્યું હતું. પટના સિટીના બાયપાસ પોલીસ સ્ટેશનના કર્મલીચક વિસ્તારમાં રમત રમતમાં પિતરાઈ બાઈએ ગોળી ચલાવી દીધી હતી.

 • Share this:
  મનોજ સિંહા, પટનાઃ બિહારની (Bihar News) રાજધાની પટનામાં (Patna) શનિવારે એક દર્દનાક દુર્ઘટના ઘટી હતી. શહેરમાં ગોળી લાગવાથી એક બાળકનું મોત નીપજ્યું હતું. પટના સિટીના બાયપાસ પોલીસ સ્ટેશનના કર્મલીચક વિસ્તારમાં રમત રમતમાં પિતરાઈ બાઈએ ગોળી (cousin fire on brother) ચલાવી દીધી હતી. ગોળી વાગવાથી એક 12 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ આ વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. પરિવારજનોને જ્યારે ઘટનાની જાણ ત્યારે બાળકને સરવાર માટે તત્કાલ હોસ્પિટલ લઈ જવાયો હતો. ગંભીર રીતે ઘાયલ બાળકને સારવાર માટે એનએમસીએચમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નીપજ્યું હતું.

  ઘટનાથી ગુસ્સે ભરાયેલા પરિજનો અને સ્થાનિક લોકોએ આરોપી યુવકીને ઢોર માર માર્યો હતો. બાદમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, પોલીસને પણ આરોપી યુવકને ભીડમાંથી છોડાવવા માટે ભારે મહેનત કરવી પડી હતી.

  આરોપીને બચાવવા જતાં પોલીસ ઈન્સ્પેક્ટર સહિત ત્રણ ચાર પોલીસ કર્માચરીઓને પણ સામાન્ય ઈજા પહોંચી હતી. પોલીસે ઘાયલ આરોપીને સારવાર માટે એમએનસીએસમાં દાખલ કર્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

  આ પણ વાંચોઃ-Video: ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં સાપ નીકળ્યો, ભક્તો ભોલેનાથનો ચમત્કાર માનવા લાગ્યા

  આ પણ વાંચોઃ-કરુણ ઘટના! પ્રેમ લગ્નના મહિનાની અંદર જ દંપતીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, પતિનું મોત

  શું છે આખો મામલો?
  મૃતકની ઓળખ બાયપાસ પોલીસ સ્ટેશનના કર્મલીચક નિવાસી પરશુરામ શાહના 12 વર્ષના પુત્ર કારા કુમારના રૂપમાં થઈ હતી. માનવામાં આવી રહ્યું છે કે માનવામાં આવી રહ્યું છે કે કારા કુમાર પોતાના ઘરથી થોડેક દૂર પોાતના દોસ્તો સાથે રમી રહ્યો હતો.

  આ પણ વાંચોઃ-પતિ સાથે બેવફાઈનો કરણુ અંજામ! પ્રેમીએ પ્રેમિકાના ઘરમાં જ તેની કરી હત્યા, પછી પોતે પણ કર્યો આપઘાતનો પ્રયાશ

  આ પણ વાંચોઃ-પોર્ન સ્ટાર dahlia skyની લાશ કારમાંથી મળી, શરીર ઉપર ગોળીઓના નિશાન, 600 એડલ્ટ ફિલ્મોમાં કરી ચુકી છે કામ

  આ દરમિયાન તેના પિતરાઈ ભાઈ રાજીવ કુમાર ઘટના સ્થળ ઉપર પહોંચ્યો હતો. પિસ્તોલ અને ગોળી બતાવવા જતાં પિસ્તોલમાંથી અચાનક ગોળી છૂટી હતી. અને ગોળી સીધી કારા કુમારને વાગી હતી. ઘાયલ કારા કુમારને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. કારા કુમારને એનએમસીમાં દાખલ કર્યો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

  બાયપાસ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ સંજીત કુમાર સિન્હાના જણાવ્યા પ્રમાણે આરોપી યુવક પાસેથી ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી પિસ્તોલ અને કારતૂસ જપ્ત કર્યા હતા. ઘટના બાદ મૃતકના પરિવારમાં આક્રંદ છવાયો હતો.
  Published by:ankit patel
  First published: