ઇન્ડિયન સ્પેસ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) શાળાના બાળકો (School Students) માટે “યુવા વિજ્ઞાની કાર્યક્રમ” (YUVIKA-2022) અને જેને “યંગ સાયન્ટિસ્ય પ્રોગ્રામ” (ISRO Young Scientist Programme 2022)તરીકે પણ ઓળખાય છે, તેનું આયોજન કરી રહી છે. આ અવસરનો ઉદ્દેશ્ય યુવાનોમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી (Science & technology)ના ઉભરતા પ્રવાહો વિશે જાગૃતિ કેળવવાનો છે, જેઓ "આપણા રાષ્ટ્રનું ઉજ્જવળ ભવિષ્ય" છે.
કોણ કરી શકે છે અરજી?
ISROએ રાષ્ટ્રના યુવા વિદ્યાર્થીઓના મગજમાં સ્પેસ ટેક્નોલોજી, સ્પેસ સાયન્સ અને સ્પેસ એપ્લીકેશન વિશે પાયાનું જ્ઞાન બેસાડવાનો સંકલ્પ લીધો છે. આ ઇવેન્ટમં પ્રોગ્રામર્સ દ્વારા 150 તેવા વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવશે. જેઓ 1 માર્ચ, 2022ના રોજ ભારતના વિવિધ ક્ષંત્રમાં આવેલી શાળામાં ધોરણ IXમાં અભ્યાસ કરી રહ્યાં છે. જે ઉમેદવારોએ ધોરણ VIII પૂર્ણ કર્યું છે અને હાલમાં ધોરણ XIમાં અભ્યાસ કરી રહ્યા છે, તેઓ કોર્સમાં જોડાઈ શકે છે.
સમગ્ર રાષ્ટ્રમાં આ 150 વિદ્યાર્થીઓની પસંદગી ધોરણ 8ની પરીક્ષામાં મેળવેલા ગુણ અને શાળા/ જીલ્લા/ તાલુકામાં શાળા/ જીલ્લા/ તાલુકા /કેન્દ્ર સરકાર દ્વારા આયોજીત વિજ્ઞાન મેળામાં લીધેલા ભાગના આધારે કરવામાં આવશે. આ પ્રોગ્રામ ઇસરોના 5 સેન્ટર્સ પર યાજશે.
ટૂંકી વિગતો
જગ્યા
150
લાયકાત
ભારતના વિવિધ ક્ષંત્રમાં આવેલી શાળામાં ધોરણ IXમાં અભ્યાસ કરી રહ્યાં છે. જે ઉમેદવારોએ ધોરણ VIII પૂર્ણ કર્યું છે અને હાલમાં ધોરણ XIમાં અભ્યાસ કરી રહ્યા છે, તેઓ કોર્સમાં જોડાઈ શકે છે.
ISROના નિવેદન મુજબ, દેશના યુવા વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) આધારિત કારકિર્દી અને સંશોધન કાર્ય પસંદ કરવા માટે આ કાર્યક્રમમાંથી પ્રેરણા મળે છે. આ YUVIKA-2022 ઇવેન્ટ 16 મેથી 28 મે 2022 સુધી શરૂ થયેલ બે અઠવાડિયા માટે યોજવામાં આવશે. લાયક ઉમેદવારો ISROની સત્તાવાર વેબસાઇટ પર YUVIKA ISRO 2022 રજિસ્ટ્રેશન કરી શકે છે.