Home /News /career /

Career Tips : Resumeમાં આ ભૂલોના કારણે નથી મળતી નોકરી, ચેક કરી લો તમે તો નથી કરીને આ ભૂલ

Career Tips : Resumeમાં આ ભૂલોના કારણે નથી મળતી નોકરી, ચેક કરી લો તમે તો નથી કરીને આ ભૂલ

Mistakes you should avoid while making Resume

તમારી ઇમેજ તમારા રેઝ્યુમ (Resume) દ્વારા બનતી હોય છે. આ માત્ર શોર્ટટલિસ્ટ થવા માટે કાગળનો ટુકડો નહી પણ તમારા ભાવી એમ્પ્લોયર માટેનો આધાર છે. તમારા રેઝ્યુમને વધુ આકર્ષક બનાવવા માટે તમારે આમાં કેટલીક ભૂલો (Resume mistakes) ન થાય તેનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ.

વધુ જુઓ ...
  કહેવાય છે કે ફર્સ્ટ ઈમ્પ્રેશન ઈઝ લાસ્ટ ઈમ્પ્રેશન. રિક્રુટમેન્ટ વખતે તમારી સારી ઈમેજ ક્રિએટ થાય તે ખૂબ જરૂરી છે. ઇમેજ તમારા રેઝ્યુમ (Resume) દ્વારા બનતી હોય છે. આ માત્ર શોર્ટટલિસ્ટ થવા માટે કાગળનો ટુકડો નહી પણ તમારા ભાવી એમ્પ્લોયર માટેનો આધાર છે. તમારા રેઝ્યુમને વધુ આકર્ષક બનાવવા માટે તમારે આમાં કેટલીક ભૂલો (Resume mistakes) ન થાય તેનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. ચાલો જાણીએ આવી કેટલીક ભૂલો વિશે.

  કોઈનો અભિપ્રાય ન લેવો


  તમારા રેઝ્યુમેને કોન્ફિડેન્શિયલ રાખવુ અને તેને કોઈ સાથે શેર ન કરવુ એ એક મોટી ભૂલ છે. તે ભરતી કરનાર પાસે જાય તે પહેલાં તેને કોઈ અન્ય વ્યક્તિ એક વખત ચકાસે તે જરૂરી છે. તમે જે લખ્યું છે તેમાં જો કોઈ સુધારાની જરૂર હોય તો તેને સ્વીકારો અને સુધારો. ભરતી કરનાર તમારી જેમ તમારો રેઝ્યૂમ જોતો નથી, જો તેમાં કંઈ ગડબડ હશે તો તેને સામાન્ય અને ઈરિલિવન્ટ ગણીને પાંચ સેકન્ડમાં તેને કચરામાં ફેંકી દે છે. તેથી તમારા રિઝ્યુમેને એકવાર પોલિશ ચોક્કસથી કરો અને અન્ય લોકોના પણ તેના પર અભિપ્રાય લો.

  વધુ પડતી વિગતો


  તમે બહોળો અનુભવ ધરાવતા હોવ અને તેને 6 પાના પર 6 ની સાઈઝના ફોન્ટમાં લખો તો તે એક મોટી ભૂલ છે. કોઈપણ ભરતી કરનાર વ્યક્તિ તમારા રેઝ્યુમને જોવા અને તેના પર ડિસિઝન કરવામાં લગભગ 6 થી 8 સેકન્ડનો સમય લગાવે છે. ભલે તમારો અનુભવ 20+ વર્ષનો હોય તો પણ તેને એક અથવા વધુમાં વધુ 2 પેજ પર લખવાનો પ્રયત્ન કરો. તેમાં બિનજરૂરી બાબતોનો સમાવેશ કરશો નહી.

  એક જ સરખુ સીવી


  તમે દરેક પ્રકારની જોબ માટે જો એક જ રેઝ્યુમેનો ઉપયોગ કરતા હોવ તો આ તમારી એક મોટી ભૂલ છે. એક સરખા સીવીથી તમે સારી તકો ગુમાવી બેસશો. સીવી મોકલતા પહેલા તમારે નોકરીનુ ડિસ્ક્રિપ્શન અને ડિટેઈલ્સ વાંચવી અને તેના રોલના આધારે રેઝ્યુમે તૈયાર કરીને મોકલવો. નવા સીવીમાં કઈ વસ્તુ હાઈલાઈટ કરવી મહત્વની છે. એમ્પ્લોયર કઈ બાબત શોધશે તે દર્શાવવા જેવા મહત્વના ફેરફાર કરી શકાય છે. જે તમને મળતી તકમાં વધારો કરે છે.

  વધુ પડતી અંગત વિગતો​


  રેઝ્યુમ તમારા પ્રોફેશનલ એક્સપિરિયન્સને હાઈલાઈટ કરવા માટે જ હોય છે એ વાતમાં કોઈ બે મત નથી. સીવીમાં વધુ પડતા હું પણાનો ઉપયોગ કરવો અયોગ્ય છે. એટલે કે શક્ય હોય ત્યા સુધી સીવીમાં સર્વનામનો ઉપયોગ કરો નહી. તેના બદલે તેઓ સક્રિય ક્રિયાપદ સાથે બુલેટ પોઈન્ટ શરૂ કરી શકો છો.

  આ પણ વાંચો -નોકરી કે કરિયર બદલતા પહેલા કરજો વિચાર, આ પાંચ બાબતોનું ધ્યાન રાખો

  અતિશયોક્તિ


  જો તમે સીવીમાં તમને કે પ્રોફેશનનને લગતી કોઈ બાબતની અતિશયોક્તિ દર્શાવો છો તો તે તમારા કરિયરને જોખમમાં મૂકી શકે છે. જો તેમાં કોઈ જૂઠનો ઉલ્લેખ હશો તો ઈન્ટરનેટ અને ભરતી કરનારના જ્ઞાનના આધારે તે બાબત ઝડપાઈ જશે અને સત્ય ઉજાગર થઈ જશે. આવુ કરવાથી તમારા શોર્ટ લિસ્ટિંગમાં મુશ્કેલી આવશે. જો વેરિફિકેશન સમયે આવુ બને છે તો તમે કાયમ માટે બ્લેક લિસ્ટેડ થશો અને તમારી પ્રતિષ્ઠા પણ જોખમાશે.

  વધુ ફોટાનો ઉપયોગ કરવો


  આપણે માનીએ છીએ કે એક ચિત્ર હજાર શબ્દોની ગરજ સારે છે. આ બાબતનો ઉપયોગ તમે તમારી જાતને હાઈ લાઈટ કરવા માટે કરી શકો છો. તમે રેઝ્યુમની શરૂઆતમાં સૌથી ઉપર તમારો એક પાસપોર્ટ સાઈઝ ફોટો લગાવી શકો છો. જો કે એ બાબતનુ ધ્યાન રાખવુ કે જ્યાં આ ફોટોગ્રાફની જરૂર હોય ત્યાં જ તેનો ઉપયોગ કરવો અન્યથા તમને આ બાબત મુશ્કેલીમાં મુકી શકે છે.

  સ્કિલનો ઉલ્લેખ


  તમારુ રેઝ્યુમે ચેક કરતી વખતે એમ્પ્લોયર એ તમારા હાર્ડસ્કિલ અને સોફ્ટ સ્કિલ બન્ને પર ધ્યાન આપે છે એવામાં માત્ર કોઈ એક વસ્તુ હાઈલાઈટ કરવા અને બીજીને અવગણવી તમારા માટે યોગ્ય રહેશે નહી.

  ​જોબ ડિસ્ક્રિપ્શન આપો


  તમે તમારા રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલીટી નિભાવવામાં સક્ષમ છો. તો પણ તમારે કેટલીક બાબતોનો ઉલ્લેખ રેઝ્યુમમાં કરવાનો ટાળવો જોઈએ. તમે જો સંપૂર્ણ વિગતો તમારા સીવીમાં નાખો તો તે ખીચડી બની જશે. આવુ કરવા કરતા તમારા અચિવમેન્ટ અને કોર ટાસ્ક અને સંલગ્ન માહિતી જ રેઝ્યુમેમાં ઉમેરો.

  આ પણ વાંચો -જામનગરમાં યોજાયો રોજગાર ભરતી મેળો, 63 ઉમેદવારોને મળી નોકરી, જુઓ Video

  ભૂલો સુધારો


  કેટલીક વખત રેઝ્યુમેમાં કરવામાં આવતી વ્યાકરણ અને જોડણીની ભૂલો તમારી ઈમેજ ખરાબ કરે છે. આ સિવાય ખોટી અને બિનજરૂરી માહિતી પણ ખેલ ખરાબ કરે છે. આ માટે રેઝ્યુમ સબમીટ કરતા પહેલા તમારે તે ડ્રાફ્ટને એક વખત વાંચવો અને ચકાસવો જોઈએ. જો તેમાં ભૂલો હશે તો તમને ગંભીરતાથી લેવામાં આવશે નહી.

  આંકડા દર્શાવો


  યાદ રાખો તમારો રેઝ્યુમે કોઈ કવિતા નતી કે જેમાં માત્ર શબ્દોનો જ ઉપયોગ થઈ શકે. તમારા રેઝ્યુમેને આકર્ષક બનાવવા માટે તમારી આંકડાકીય અચિવમેન્ટ પણ તેમાં સામેલ કરો, જેથી તમારા કામ પ્રત્યેનુ તમારુ ડેડિકેશન જાણી શકાય.
  Published by:Bhavyata Gadkari
  First published:

  Tags: Career Guidance, Jobs

  આગામી સમાચાર