Home /News /career /

World Youth Skills Day 2021: યુવાઓને નોકરી માટે તૈયાર કરતી સરકારની કૌશલ્ય વિકાસની યોજનાઓ

World Youth Skills Day 2021: યુવાઓને નોકરી માટે તૈયાર કરતી સરકારની કૌશલ્ય વિકાસની યોજનાઓ

(પ્રતીકાત્મક તસવીર- Shutterstock)

World Youth Skills Day 2021: સરકારના કૌશલ્ય કાર્યક્રમથી યુવાનો નોકરી મેળવી શકે છે અને ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં મદદ કરે છે

ભારત (India) ખૂબ જ વિશાળ અને વધુ વસ્તી ધરાવતો દેશ છે. ભારતમાં સૌથી વધુ 15થી 24 વર્ષની યુવાવસ્તી (Youth Population) છે. આ પરિસ્થિતિમાં યુવાનોને નોકરી (Job) માટે તૈયાર કરવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતમાં બેરોજગારી (Unemployment) પણ વધારે જોવા મળી રહી છે. આ કારણોસર ભારત સરકારે અનેક કૌશલ્ય કાર્યક્રમ(skill programs) શરૂ કર્યા છે. આ કૌશલ્ય કાર્યક્રમથી યુવાનો નોકરી મેળવી શકે છે અને ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં મદદ કરે છે.

આજે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ (World Youth Skills Day) છે. અહીં યુવા કૌશલ્ય કાર્યક્રમ વિશે જાણકારી આપવામાં આવી છે, જે ભારતીય યુવાનોને ખૂબ જ લાભદાયી થઈ શકે છે.

પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના (PMKVY)

મિનિસ્ટ્રી ઓફ સ્કીલ ડેવલપમેન્ટ & એન્ટરપ્રેન્યોર (MSDE) એ પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના(PMKVY) શરૂ કરી છે. જે ભારતીય યુવાઓને ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધવા માટે કૌશલ્યની તાલીમ આપે છે. આ કૌશલ્ય તાલીમની મદદથી યુવાઓ યોગ્ય અને સરળ રીતે જીવન જીવી શકે છે.

આ પણ વાંચો, Amazon સાથે રોજ 4 કલાક કામ કરો અને મહિને 60 હજાર રૂપિયાની કમાણી કરો

નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશન(NSDC) દ્વારા આ કૌશલ્ય તાલીમ આપવામાં આવે છે. જે વ્યક્તિ પાસે શૈક્ષણિક અનુભવ હશે અથવા ક્ષમતા ધરાવતો હશે, તે વ્યક્તિને પ્રાયર લર્નિંગ પ્રોગ્રામ(RPL) હેઠળ પરીક્ષા લઈને સર્ટીફાઈડ કરવામાં આવશે. આ યોજના હેઠળ સરકાર તરફથી તમામ તાલીમ ખર્ચ અને મૂલ્યાંકન ખર્ચની ચૂકવણી કરવામાં આવે છે.

સ્કીલ એક્વિઝીશન એન્ડ નોલેજ અવેરનેસ ફોર લાઈવલિહૂડ (SANKALP)

સ્કીલ એક્વિઝીશન એન્ડ નોલેજ અવેરનેસ ફોર લાઈવલિહૂડ (SANKALP)નો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય મિશનના સબ મિશનને એક્શનમાં લાવવાનો છે. આ એક સરકાર દ્વારા સ્પોન્સર પ્રોગ્રામ છે આ પ્રોગ્રામનો કુલ ખર્ચ $675 મિલિયન છે. જેમાં બે ભાગમાં 250 મિલિયન ડોલર થઈને કુલ 500 મિલિયન ડોલર વિશ્વ બેન્કના સમર્થનમાં શામેલ છે.

આ પ્રોજેક્ટમાં કૌશલ્ય વિકાસ પ્રોગ્રામ હેઠળ યોગ્ય તાલીમ આપનાર અને મૂલ્યાંકનકર્તાઓની નિયુક્તિ કરીને મોડેલ અભ્યાસક્રમ નિર્ધારિત કરીને યુવાઓને યોગ્ય તાલીમ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે. કૌશલ્ય તાલીમ પ્રોગ્રામનું યોગ્ય મોનિટરીંગ અને મૂલ્યાંકન પ્રણાલીનું નિર્માણ કરવામાં આવે છે.

એન્ટરપ્રેન્યોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (EDP)

એન્ટરપ્રેન્યોરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ(EDP) પ્રધાનમંત્રી રોજગાર જનરેશન પ્રોગ્રામ(PMEGP)ના પ્રતિયોગીઓને આપવામાં આવતી એક યોજના છે. જેમાં એન્ટરપ્રેન્યોરશીપના કૌશલ્ય પર વધુ ધ્યાન આપવામાં આવે છે. ગ્રામીણ વિકાસ અને સ્વરોજગાર તાલીમ ઈન્સ્ટૂટ્યુટ (RUDSETIs), ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC), KVIB તાલીમ સંસ્થાનો તથા અન્ય રાષ્ટ્રીય સ્તરના એન્ટરપ્રેન્યોરશીપ ડેવલપમેન્ટ ઈન્સ્ટીટ્યુટના માધ્યમથી યુવાઓને તાલીમ આપવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય એન્ટરપ્રેન્યોરશીપને લગતા તમામ કાર્યો જેમ કે, નાણાંકીય, ઉત્પાકતા, માર્કેટિંગ, કંપની મેનેજમેન્ટ નાણાકીય ફોર્માલિટી, બુકકીપિંગ અંગે જાગૃતતા લાવવાનો અને જ્ઞાન પ્રદાન કરવાનો છે.

સ્કીલ્સ સ્ટ્રેન્થનિંગ ફોર ઈન્ડસ્ટ્રીઅલ વેલ્યુ એનહેન્સમેન્ટ (STRIVE)

આ યોજના ભારત સરકારના નેતૃત્વ હેઠળ વિશ્વ બેન્કને સમર્થિત પરિયોજના છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ઈન્ડસ્ટ્રીઅલ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટ (ITIs) અને એપ્રેન્ટીસશીપના માધ્યમથી આપવામાં આવતી કૌશલ્ય તાલીમની અસરકારકતામાં સુધારો લાવવાનો છે. આ રૂ. 2200 કરોડના બજેટની સેન્ટ્રલ સેક્ટર સ્કીમ(CSS) છે, જેનો ઉદ્દેશ્ય ITIનું કાર્ય અને રાજ્ય સરકારની ક્ષમતામાં વૃદ્ધિ કરવાનો છે.

આ પણ વાંચો, માત્ર એક દિવસ બચ્યો છે ફટાફટ ખરીદી લો સસ્તું સોનું! મોદી સરકાર આપી રહી છે તક, ચેક કરો ડિટેલ

આ કાર્યક્રમના સીમલેસ એક્સિક્યુશનને સક્ષમ કરવા માટે ઓપરેશનલ મેન્યુઅલ વિકસિત કરવામાં આવ્યું છે.

દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના (DDU-GKY)

આ પહેલ ગ્રામીણ વિકાસ મંત્રાલય (MoRD) દ્વારા શરૂ કરવામાં આવી છે, જે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન(NRLM)નો એક ભાગ છે. ગ્રામીણ ગરીબ પરિવારોની આવકમાં વિવિધતા લાવવા અને ગ્રામીણ ક્ષેત્રે ઓદ્યોગિક વિકાસની ઈચ્છાઓને પૂર્ણ કરવા માટેનું લક્ષ્ય સોંપવામાં આવ્યું છે. DDU-GKY યોજનામાં ગ્રામીણ વિસ્તારમાં ઓછી આવક ધરાવતા પરિવારોના 15 થી 35 વર્ષના કિશોરો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

આ પહેલ સ્કિલ ઈન્ડિયા અભિયાનનો એક ભાગ છે, ઈન્કોર્પોરેટ્સ પાર્ટનર ઓર્ગેનાઈઝેશન્સ DDU-GKY દ્વારા નિર્મિત સ્કિલિંગ ઈકોસિસ્ટમનો ભાગ છે.
First published:

Tags: Employment, Unemployment, United nations, World Youth Skills Day 2021, કેરિયર

આગામી સમાચાર