WFH: વિદ્યાર્થીઓ અને ફ્રેશર્સ માટે 'વર્ક ફ્રોમ હોમ' ઈન્ટર્નશીપની તક, 10,000 સુધી મળશે સ્ટાઇપેન્ડ

ઘરબેઠા ઈન્ટર્નશીપ કરો જાણો શું છે ઓપ્શન વર્ક ફ્રોમ હોમ ઈન્ટર્નશીપના

work From Home: વર્ક ફ્રોમ હોમ ઈન્ટર્નશીપના કેટલાક શ્રેષ્ઠ ઓપ્શન અહીંયા વિદ્યાર્થીઓ માટે રજૂ કરવામાં આવ્યા છે.

  • Share this:
    કોરોનાકાળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી મુસીબત ઊભી થઈ ઇન્ટર્નશીપની (Internship)  એક બાજુ કોલેજમાં ઓનલાઇન અભ્યાસ (Online Education) બીજી બાજુ ઈન્ટર્નશીપને ગ્રહણ. આ સ્થિતિમાં વર્ક ફ્રોમ હોમ (Work Form Home jobs) કરતી કંપનીઓના કારણે વિદ્યાર્થીઓનાં ભાવિ પર પ્રશ્નાર્થ સર્જાઈ ગયો હતો. જોકે, કેટલીક કંપનીઓ એવી છે કે જે હજુ પણ વર્ક ફ્રોમ હોમ કરી રહી છે. આ સ્થિતિમાં ઈન્ટર્નશીપમાં વર્ક ફ્રોમ હોમ (Work Form Home Internships)  કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે અમે કેટલાક ઓપ્શન રજૂ કરી રહ્યા છે. અહીંયા વિદ્યાર્થીઓને વર્ક ફ્રોમ હોમ ઈન્ટર્નશીપ મળી રહી છે.

    Team Everest: યુવાનો દ્વારા સંચાલિત સૌથી મોટી એનજીઓ પકીની એક વર્ક ફ્રોમ હોમ ઈન્ટર્નશીપ આપી રહી છે. જેમાં 'ડિઝાઇન એ ગેમ' અંતર્ગત સ્ટુડન્ટ્સે ઈન્ટર્નશીપ કરવાની રહેશે. આ ઇન્ટર્નશીપ વર્ચ્યૂલ ગેમ્સની ડિઝાઇનિંગ માટેની છે. રસ ધરાવતા ઉમેદવારોએ 21મી ડિસેમ્બર સુધી આ ઈન્ટર્નશીપ કરી શકે છે. આ ઈન્ટર્નશીપ નોન પેઇડ છે.

    Earth5R

    પર્યાવરણને લગતું કાર્ય કરતી આ સંસ્થા વર્ક ફ્રોમ હોમ ઈન્ટર્નશીપ કરી શકાશે. ‘Environment Champion’ નામની આ ઈન્ટર્નશીપમાં પ્લાસ્ટિક વેસ્ચ અંગે ડેટા કલેક્શ કરી અને રિસર્ચ તૈયાર કરવાનું રહેશે. આ ઉપરાંત નાગરિકોને પ્લાસ્ટિકના દૂરઉપયોગ અંગે પણ સમાવવાનું રહેશે. આ ઈન્ટર્નશીપ માટે 14મી ડિસેમ્બર સુધી એપ્લાય કરી શકાશે. ઈન્ટર્નશીપ નોન પેઇડ છે.

    આ પણ વાંચો : Sarkari Naukri: ગ્રેજ્યુએટ માટે સ્ટેનોગ્રાફર સહિતની સરકારી નોકરી, 28,700 રૂ સુધી મળશે શરૂઆતનો પગાર

    Teach For India

    ટેક ફોર ઈન્ડિયા દ્વારા સ્ટૂડન્ટ મેન્ટોરિંગ ઈન્ટર્નશીપ ઓફર કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન એક પ્રોજેક્ટ આપવામાં આવશે. નોન પેઇડ ઇન્ટર્નશીપ માટે વિદ્યાર્થીઓ 6 ડિસેમ્બર સુધી આવેદન કરી શકે છે.

    ઈન્ટર્નશીપ માટે ડાયરેક્ટ એપ્લીકેશન કરવાની લિંક























    Team Everest: અહીંયા ક્લિક કરો
    Earth5R અહીંયા ક્લિક કરો
    Teach For India અહીંયા ક્લિક કરો
    Sportskeeda અહીયા ક્લિક કરો
    Gradeup અહીંયા ક્લિક કરો



    Sportskeeda

    સ્પોર્ટ્સ કીડા રમત ગમત માટે જાણીતા લોકો માટે જાણીતું નામ છે. આ વેબ બેઝ્ડ કંપની વર્ક ફ્રોમ હોમ ઈન્ટર્નશીપ આપી રહી છે. વિદ્યાર્થીઓએએ આ સંસ્થાની એસઈઓ ટીમને મદદ કરવાની રહેશે. આ ઈન્ટર્નશીપ 6 મહિના માટેની છે જેમાં રૂપિયા 10,000 સ્ટાઇપેન્ડ પણ મળશે. ઈન્ટર્નશીપ માટે 17મી ડિસેમ્બર સુધી એપ્લાય કરી શકાશે.

    આ પણ વાંચો : Railway Bharti 2021 : ધો 10 પાસ માટે રેલવેમાં એપ્રેન્ટિસની નોકરી, 1785 જગ્યા માટે ફટાફટ કરો અરજી

    Gradeup

    ગ્રેડસ્ટેક લર્નિંગ પ્રાઇવેટ લિમીટેડની પ્રોડક્ટ ગ્રેડએપ દ્વારા કન્ટેન્ટ ડેવલપમેન્ટની ઇન્ટર્નશીપ આપવામાં આવી રહી છે. સ્ટુડન્ટ્સ્ યુજીસી નેટ પેપર 2 કમ્પ્યુટર એપ્લિકેશન માટે ફ્રેશ પ્રશ્નોતરી તૈયાર કરવાની રહેશે. આ ઉપરાંત પાછલા વર્ષના પેપરના સોલ્યુશન લખવાની રહેશે. આ ઈન્ટર્નશીપ માટે ડિસેમ્બર 16 સુધી એપ્લાય કરી શકાશે. પસંદ થનારા ઉમેદવારોને 1000-4000 સુધી સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે.
    Published by:Jay Mishra
    First published: