Wipro Jobs: કરિયરમાં બ્રેક લેનારી મહિલાઓ માટે નોકરીની તક, ફરીથી શરૂ કરો નોકરી Wiproની સંગ

Wiproમાં મહિલાઓ માટે સેકન્ડ ઈનિંગની શરૂઆત નોરીની આ તક જાતી કરવા જેવી નથી.

આઇટી ક્ષેત્રની મુખ્ય કંપની વિપ્રોએ (IT Company Wipro Jobs for Women) ભારતમાં મહિલાઓ માટે નવી ઈનિંગની તક આપી છે.

  • Share this:
    Wipro Jobs for Women 2021: આઇટી ક્ષેત્રની મુખ્ય કંપની વિપ્રોએ (IT Company Wipro Jobs for Women) ભારતમાં મહિલાઓ માટે છ મહિનાથી એક વર્ષ કે તેથી વધુ સમયગાળા માટે પોતાની કારકિર્દીમાં વિરામ લેનાર મહિલા વ્યાવસાયિકો માટે 'બિગિન અગેઇન' (Wipro Begin Again Programme For Women) પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી છે. કાર્યક્રમ અંતર્ગત, વિપ્રોના ઈન્ક્લૂઝન અને વિવિધતા [I&D]ની પહેલ અંતર્ગત બ્રેક બાદ મહિલાઓને તેમની કારકિર્દી ફરી શરૂ કરવામાં મદદ કરશે.

    કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે "આ પહેલ પ્રતિભાશાળી મહિલાઓને કારકિર્દીની તકોને શોધવા માટે સક્ષમ બનાવશે જે તેમની ક્ષમતાનો ઉપયોગ કરશે અને તેમને ઉદ્યોગની હાલની માંગ સાથે ટ્રેક પર પાછા ફરવાની તક આપશે," કંપની આ નોકરીમાં છ મહિનાથી એક વર્ષ કે તેથી વધુ સમયગાળા દરમિયાન નોકરીમાં બ્રેક લેનાર મહિલાઓને ખાસ પ્રાધાન્ય આપશે. વિપ્રોની આ પહેલ અંતર્ગત મહિલાઓએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

    રોલ શોધો : મહિલાઓએ કંપનીના પોર્ટલ પર જઈને પહેલાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે ત્યારબાદ પોતાને અનુકૂળ એવો રોલ શોધવાનો રહેશે. આ રોલમાં કંપની દ્વારા મહિલાઓને તેમના માટે કઈ કઈ નોકરીઓ છે તેની માહિતી આપવામાં આવશે.



















    જોબ : મહિલાઓ માટે બિગિન અગેઇન પ્રોગ્રામમાં વિપ્રો માટે
    સંખ્યા : ઉલ્લેખ નથી.
    કોણ એપ્લાય કરી શકે : જે મહિલાઓએ કરિયરમાં છ મહિનાથી વધુ બ્રેક લીધો હોય તેના માટે તક
    ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે : આ લીંક પર ક્લિક કરી અને રજિસ્ટ્રેશન કરો

    ફોર્મ ભરો- એપ્લાય કરો

    જોબ માટે માટે અરજી કર્યા પછી, તમારે તમારી વ્યાવસાયિક માહિતીને વિગતવાર શેર કરવા માટે એક ફોર્મ ભરવું જરૂરી છે. આ ફોર્મ ભર્યા બાદ નોકરીની ભૂમિકા પસંદ કરવાની પ્રક્રિયાઓ તમને તમારી અરજી સબમિટ કરવાના અંતિમ તબક્કામાં લઈ જશે. ત્યારબાદ તમારો સંપર્ક કંપની દ્વારા કરવામાં આવશે.

    આ પણ વાંચો : JOBS: TCSમાં MBA ફ્રેશર્સ માટે નોકરીની ભરતી, જાણો એપ્લાય કરવાની તારીખ

    ઈન્ફોસીસ પણ આપશે 45,000 નોકરીઓ

    શની બીજી સૌથી મોટી આઇટી કંપની ઇન્ફોસિસે13 ઓક્ટોબરે જણાવ્યું હતું કે, તે આ વર્ષે લગભગ 45,000 ફ્રેશર્સની (freshers jobs at Infosys) ભરતી કરશે. ઇન્ફોસિસની આ જાહેરાત એવા સમયે આવી છે, જ્યારે તેનો એટ્રિશન (attrition) રેટ એટલે કે કંપની છોડનારા કર્મચારીઓના દરમાં નોંધપાત્ર વધારો થયો છે. આઇટી કંપનીઓ વચ્ચે સારી ટેકનોલોજી પ્રતિભાને લેવાની સ્પર્ધા જામી છે.
    Published by:Jay Mishra
    First published: