Wipro દ્વારા Analystsની પોસ્ટ પર એન્જીનીયરીંગ ગ્રેજ્યુએટ્સની ભરતી, ફ્રેશર્સ પણ કરી શકે છે એપ્લાય

Wipro Recruitment 2021-22 વિપ્રોમાં ફ્રેશર્સ અને એન્જિનિયરીંગ ગ્રેજ્યુએટ્સની ભરતી

આઇટી સર્વિસ પ્રોવાઇડર વિપ્રો (Wipro) દ્વારા નોઈડા કેમ્પસ ખાતે એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સને ગ્રેજ્યુએટ એન્જીનીયર્સ ટ્રેઈનીસ (graduate engineers trainees) તરીકે નોકરી પર રાખવા માટે ભરતી ઝુંબેશ (Hiring process in Wipro) હાથ ધરવામાં આવી છે.

  • Share this:
     Wipro Recruitment : આઇટી સર્વિસ પ્રોવાઇડર વિપ્રો (Wipro) દ્વારા નોઈડા કેમ્પસ ખાતે એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ્સને ગ્રેજ્યુએટ એન્જીનીયર્સ ટ્રેઈનીસ (graduate engineers trainees) તરીકે નોકરી પર રાખવા માટે ભરતી ઝુંબેશ (Hiring process in Wipro) હાથ ધરવામાં આવી છે. ઉમેદવારોની ભરતી Analysts configuracionની ભૂમિકા માટે કરવામાં આવશે. અહીં આ ભરતી પ્રક્રિયા અંગે જાણકારી આપવામા આવી છે.

    નોકરીએ રાખતા પહેલા માટે વોપ્રો દ્વારા પ્રોજેક્ટ વર્ક માટે ઉમેદવારના સ્પષ્ટ એનાલિટિક્સ, ટેસ્ટ પ્લાન અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝરની પરીક્ષા લેવામાં આવશે. પસંદ કરેલ ઉમેદવારોએ એ system configuration યોગ્ય કાર્ય કરી રહ્યું છે કે નહીં તે સુનિશ્ચિત કરવાની પણ જરૂર પડશે. પસંદ કરાયેલા ઉમેદવારોને કંપની દ્વારા ફાઈવ-ડે વર્કવીક આપવામાં આવે છે.

    કોણ કરી શકે છે અરજી?

    BCA, B.SC -IT, B.Sc-CS, BE, B-tech અને MCA સ્નાતકો આ નોકરી માટે અરજી કરી શકે છે. આ નોકરી માટે ફ્રેશર્સ પણ અરજી કરી શકે છે. આ નોકરી માટે ઉમેદવારે એક વર્ષનું સર્વિસ એગ્રીમેન્ટ કરવાનું રહેશે. આ ઉપરાંત અરજી કરનાર ઉમેદવારો ટેસ્ટિંગ કોન્સ્પેટથી પરિચિત હોવા જોઈએ અને કોમ્યુનિકેશન સ્કિલ ધરાવતા હોવા જોઈએ.

    આ પણ વાંચો :  CEDMAP Recruitment 2021: સરકારી નોકરીના 1141 પોસ્ટ માટે ભરતી, 38,251 રૂ. સુધી મળશે પગાર

    કઈ રીતે કરી શકાય છે અરજી?

    1) આ નોકરી માટે પાત્ર ઉમેદવારો ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે વિપ્રો કેરિયરના સત્તાવાર પોર્ટલ https://careers.wipro.com પર અરજી કરી શકે છે.

    2) આ માટે તેમણે જે તે જગ્યા માટે એપ્લિકેશન લિંક પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તેમણે જરુરી વિગતો પુરી સબમિટ કરવાનું રહેશે.

    3)ત્યારબાદ વિપ્રો ઉમેદવારોના કોન્ટેકટ પર ભરતી પ્રક્રિયા અને તેમની વિગતો શેર કરશે. વધુ વિગતો માટે ઉમેદવારોને વિપ્રોના સત્તાવાર પોર્ટલની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.

    આ પણ વાંચો :  Sarkari Naukri : Bank of Barodaમાં ભરતી, 76,000 રૂપિયા સુધી મળશે પગાર, ફટાફટ કરો અરજી

    ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કંપનીએ વિપ્રો એલિટ નેશનલ ટેલેન્ટ હન્ટ 2021 (NTH) માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા બંધ કરી દીધી હતી. એલિટ NTH 2021ને દેશભરમાં પ્રોજેક્ટ એન્જિનિયરની પોસ્ટ માટે શ્રેષ્ઠ એન્જિનિયરિંગ સ્નાતકોની ભરતી માટે હાથ ધરવામાં આવે છે. એન્જિનિયરિંગ/ટેકનોલોજીમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અથવા 5 વર્ષની Integrated-M.Tech ડિગ્રી ધરાવતા ઉમેદવારોને આ અભિયાનમાં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું જે પૈકીમાં કંપની 22,000 ફ્રેશર્સની ભરતી કરવામાં આવશે.
    Published by:Jay Mishra
    First published: