Wipro Elite National Talent Hunt: એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ માટે વિપ્રોમાં નોકરીની તક, જલ્દી કરાવો રજિસ્ટ્રેશન

Wipro Fresher's Hiring: વિપ્રો તરફથી નાણાકીય વર્ષ 2033માં ફ્રેશર્સ માટે 30,000 ઓફર લેટર આપવાની આશા રાખવામાં આવી રહી છે, 15 સપ્ટેમ્બર પહેલા કરાવો રજિસ્ટ્રેશન

Wipro Fresher's Hiring: વિપ્રો તરફથી નાણાકીય વર્ષ 2033માં ફ્રેશર્સ માટે 30,000 ઓફર લેટર આપવાની આશા રાખવામાં આવી રહી છે, 15 સપ્ટેમ્બર પહેલા કરાવો રજિસ્ટ્રેશન

 • Share this:
  Wipro Elite National Talent Hunt: આઇટી સેક્ટરમાં નોકરી (IT Sector Jobs) શોધી રહેલા યુવાઓ માટે સુવર્ણ તક આવી છે. આઇટી ઇન્ડસ્ટ્રીમાં મોખરાની કંપની પૈકી એક વિપ્રોએ (Wipro) દેશભરમાં મોટાપાયે રિક્રૂટમેન્ટ ડ્રાઇવ (Recruitment Drive) ચલાવવાની ઘોષણા કરી છે. વિપ્રોના ફ્રેશર હાયરિંગ પ્રોગ્રામ એલીટ નેશનલ ટેલેન્ટ હન્ટમાં (Wipro Elite National Talent Hunt) નવોદિત એન્જિનિયરો માટે બમ્પર ભરતી છે. આ એન્જિનિયર સ્ટુડન્ટ્સ જે 2022માં પોતાનો કોર્સ પૂરો કરશે. વિપ્રો તરફથી નાણાકીય વર્ષ 2033માં ફ્રેશર્સ માટે 30,000 ઓફર લેટર આપવાની આશા રાખવામાં આવી રહી છે. ઓનલાઇન અરજી માટે Wipro Elite National Talent Hunt લિંક પર ક્લિક કરો.

  Wipro Elite National Talent Huntની અગત્યની તારીખો

  >> એન્જિનિયરિગ સ્ટુડન્ટ્સ માટે રજિસ્ટ્રેશન 23 ઓગસ્ટ 2021થી શરૂ થયું છે.
  >> રજિસ્ટ્રેશન કરાવવા માટેની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2021 છે.
  >> અરજી કરનારા ઉમેદવારોનું ઓનલાઇન મૂલ્યાંકન 25 સપ્ટેમ્બરથી 27 સપ્ટમ્બર, 2021 દરમિયાન કરવામાં આવશે.

  Wipro Elite National Talent Hunt: પાત્રતા માપદંડ

  >> વિપ્રોના ફ્રેશર હાયરિંગ પ્રોગ્રામ Elite National Talent Hunt માટે પાત્રતાના નિયમો હેઠળ એન્જિનિયરિંગ અંતિમ વર્ષના એ સ્ટુડન્ટ્સ પાત્રતા ધરાવે છે જેમના ઉત્તીર્ણ થવાનું વર્ષ 2022 હશે અને જેમની ઉંમર 25 વર્ષ હોય.
  >> કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીથી BE/BTech (અનિવાર્ય ડિગ્રી/ કે ME/MTech પૂર્ણકાળનો અભ્યાસક્રમ
  >> ફેશન ટેક્નોલોજી, ટેક્સટાઇલ એન્જિનિયરિંગ, કૃષિ અને ખાદ્ય ટેક્નોલોજીને બાદ કરતા; અન્ય તમામ શાખાઓ માટે માન્ય
  >> યુનિવર્સિટીના દિશા-નિર્દેશો મુજબ 60 ટકા કે 6.0 સીજીપીએ કે તેને સમકક્ષ
  >> માત્ર પૂર્ણસમયના અભ્યાસક્રમના જ સ્ટુડન્ટ્સ પાત્ર ગણાશે, ડિગ્રીમાં પાર્ટ ટાઇમ કે કોરસપોન્ડન્સ કોર્સ સ્વીકાર્ય નથી

  ધોરણ-10 અને ધોરણ-12માં કેટલી ટકાવારી હોવી જરૂરી?

  અરજી કરનાર ઉમેદવારની પાસે ધોરણ-10માં 60 ટકા કે તેથી વધુનો સ્કોર હોવો જોઈએ. આવી જ રીતે ધોરણ-12માં 60 ટકા કે તેથી વધુ ટકાવારી હોવી જરૂરી છે.

  અંદાજિત પગારઃ વિપ્રોના એલીટ નેશનલ ટેલેન્ટ હન્ટ હેઠળ 3.50 લાખ રૂપિયા પ્રતિ વર્ષનું પ્રારંભિક પેકેજ રહેશે.

  સર્વિસ એગ્રીમેન્ટઃ Wiproના એલીટ નેશનલ ટેલેન્ટ હન્ટ હેઠળ ઉમેદવારના જોડાયા બાદ 12 મહિના માટે લાગુ 75,000 રૂપિયા લેખે પ્રો રેટા આધાર પર.

  આ પણ વાંચો, Indian Navy Recruitment 2021: ભારતીય નૌસેનામાં સ્કિલ્ડ ટ્રેડ્સમેનની વેકન્સી, ધોરણ-10 પાસ કરો અરજી

  Wipro Elite National Talent Hunt: અન્ય અગત્યના માપદંડ

  >> અસેસમેન્ટ સ્ટેજના સમયે એક બેકલોગની મંજૂરી છે.
  >> પ્રસ્તાવ તમામ બેકલોગ સ્પષ્ટ થવાને આધિન હશે.
  >> 2022 સુધી શિક્ષણ ક્ષેત્રમાં મહત્તમ 3 વર્ષની GAPની મંજૂરી (ધોરણ-10થી સ્નાતક સુધી)
  >> છેલ્લા 6 મહિનામાં વિપ્રો દ્વારા આયોજિત કોઈ પણ પસંદગી પ્રક્રિયામાં ભાગ લેનાર ઉમેદવાર પાત્ર નથી.
  >> ઉમેદવાર ભારતીય નાગરિક હોવા જોઈએ કે કોઈ અન્ય દેશના પાસપોર્ટ રાખવાની સ્થિતિમાં પીઆઇઓ કે ઓસીઆઇ કાર્ડ હોવું જરૂરી છે.
  >> ભૂટાન અને નેપાળના નાગરિકોને પોતાનું નાગરિકતા પ્રમાણપત્ર જમા કરાવવાનું રહેશે.

  આ પણ વાંચો, IBPS Jobs: આઇબીપીએસમાં IT Engineer અને Professor સહિત અનેક પદો પર ભરતી, એક લાખ સુધી મળશે પગાર

  Wipro Elite National Talent Hunt: મૂલ્યાંકન પ્રક્રિયા

  સ્ટુડન્ટ્સનું ઓનલાઈન મૂલ્યાંકન થશે, જે પછી બિઝનેસ ડિસ્કશન થશે. તેમાં કરવામાં આવેલી પ્રગતિના આધારે, LOI જારી કરવામાં આવશે, ત્યારબાદ એક પ્રસ્તાવ પત્ર આપવામાં આવશે. ત્યાર બાદ, ઓનલાઈન મૂલ્યાંકન 128 મિનિટ લાંબી પરીક્ષા હશે જેમાં ત્રણ વિભાગો હશે: 48 મિનિટ સુધી તર્ક ક્ષમતા માટે ક્ષમતા પરીક્ષણ, માત્રાત્મક ક્ષમતા, અંગ્રેજી (મૌખિક) ક્ષમતા પરીક્ષણ હશે અને ત્યારબાદ 20 મિનિટ માટે નિબંધ લેખન સાથે લેખિત સંચાર પરીક્ષા; અને કોડિંગ માટે બે પ્રોગ્રામ દર્શાવતી ઓનલાઇન પ્રોગ્રામિંગ ટેસ્ટ જેને 60 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. પ્રોગ્રામિંગ ટેસ્ટ માટે, ઉમેદવારો જાવા, C, C++ અથવા પાયથોન પ્રોગ્રામિંગ ભાષાઓમાંથી પસંદ કરી શકે છે.
  Published by:Mrunal Bhojak
  First published: