વિપ્રોએ બહાર પાડી ભરતી: પોસ્ટ, પગારધોરણ અને અરજી કરવાની પ્રક્રિયા અંગે અહીં જાણો વિગતવાર

ગ્લાસડોર અનુસાર વિપ્રોમાં સિનીયર સોફ્ટવેર એન્જીનિયરના પદ માટે વાર્ષિક પગાર રૂ.6 લાખથી રૂ.10 લાખ સુધીનો રહેશે

IT Job Vacancies in India- IT ક્ષેત્રે નોકરીની (it job vacancies)શોધ કરતા લોકો માટે એક ઉત્તમ તક છે

  • Share this:
IT ક્ષેત્રે નોકરીની (it job vacancies)શોધ કરતા લોકો માટે એક ઉત્તમ તક છે. દિગ્ગજ સોફ્ટવેર કંપની વિપ્રો (Wipro)એ સીનિયર સોફ્ટવેર એન્જીનિયર, ક્લાઉડ ઈન્ટિગ્રેશન કન્સલટન્ટ, ગૂગલ ક્લાઉડ એડમિન માટે વેકેન્સી બહાર પાડી છે. વિપ્રો (wipro Vacancy)વૈશ્વિક ઈન્ફોર્મેશન ટેકનોલોજી, કન્સલ્ટીંગ એન્ડ બિઝનેસ પ્રોસેસ સર્વિસ કંપની છે. પોતાના ગ્રાહકો ડિજિટલ વર્લ્ડ સાથે તાલમેળ મેળવી સફળ થઈ શકે તે માટે કંપની કોગ્નિટીવ કોમ્પ્યુટીંગ, હાયપર ઓટોમેશન, રોબોટિક્સ, ક્લાઉડ, એનાલિટીક્સ અને ટેકનોલોજી સહિતના વિષયોમાં સર્વિસ આપે છે. જે માટે આ કંપનીમાં 2 લાખથી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે.

સિનીયર સોફ્ટવેર એન્જીનિયર

ગુડગાંવમાં સીનિયર સોફ્ટવેર એન્જીનિયર માટેની વેકેન્સી છે. આ પોસ્ટ માટે ઉમેદવાર પાસે Java/J2EE, એન્ગ્યુલર 8, સ્પ્રિંગ બૂટ, હિબેરનેટ અને SQL/Oracle, માઈક્રોસર્વિસિસનું નોલેજ હોવું જરૂરી છે. ઉપરાંત 2 થી 4 વર્ષનો ઈન્ડસ્ટ્રીનો અનુભવ હોવો પણ જરૂરી છે. ઉમેદવાર પાસે UPoint ફાઉન્ડેશનનો અનુભવ હોવો જરૂરી છે. આ તમામ જરૂરિયાત ઉપરાંત ઉમેદવાર કોઈપણ શિફ્ટમાં કામ કરવા માટે તૈયાર હોય તે ખૂબ જ જરૂરી છે.

ક્લાઉડ ઈન્ટિગ્રેશન કન્સલટન્ટ

આ પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારો પાસે ક્લાઉડ ઈન્ટિગ્રેશનનું નોલેજ હોવું જરૂરી છે. ટેકનોલોજી અને ઈન્ડસ્ટ્રી ક્ષેત્રે પ્રેક્ટીકલ નોલેજ હોવું જરૂરી છે, ઉપરાંત અન્ય 2-3 ક્ષેત્રોનું જ્ઞાન અને આ ક્ષેત્રે 5-8 વર્ષનો અનુભવ હોવો પણ આવશ્યક છે.

સિનીયર આર્કિટેક્ટ

સિનીયર આર્કિટેક્ટની પોસ્ટ માટે ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. ઉપરાંત આ પોસ્ટ માટે મેથોડોલોજી, સ્ટાન્ડર્ડસ, પ્રોડક્ટ્સ અને ફ્રેમવર્ક્સ સહિતના ટેકનિકલ ક્ષેત્રોનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. ઉપરાંત આર્કિટેક્ચર ડોક્યુમેન્ટિંગ, નોન-ફંક્શનલ ડોક્યુમેન્ટિંગ અને કેપ્ચરિંગ, ટેકનિકલ સુધારાઓ માટે સીનિયર આર્કિટેક્ટ જવાબદાર રહેશે. સીનિયર આર્કિટેક્ટે આર્કિટેક્ટની ટીમને ગાઈડ કરવાની રહેશે. ટેકનિકલ અને ટ્રેક્ટિકલ નિર્ણય લેવા માટે સિનીયર આર્કિટેક્ટે વિપ્રો-ગ્રાહકોની ટીમો સાથે કામ કરવાનું રહેશે. આ પોસ્ટ માટેની ઓફિસ બેંગ્લુરુમાં રહેશે, જેથી ઉમેદવારે બેંગ્લુરુની ઓફિસમાં કામ કરવાનું રહેશે.

આ પણ વાંચો - Job Alert: IBMમાં આ પોસ્ટ પર બમ્પર વેકેન્સી: પગાર અને લાયકાત સહિતની તમામ વિગતો અહીં જાણો

પગાર

ગ્લાસડોર અનુસાર વિપ્રોમાં સિનીયર સોફ્ટવેર એન્જીનિયરના પદ માટે વાર્ષિક પગાર રૂ.6 લાખથી રૂ.10 લાખ સુધીનો રહેશે. વધારાનો વાર્ષિક રૂ. 96,741 પગારની સરેરાશ ધોરણે ચૂકવણી કરવામાં આવે છે. સીનિયર સોફ્ટવેર એન્જીનિયરની નોકરી ગુડગાંવ, હરિયાણાથી બહાર છે. ક્લાઉડ ઈન્ટિગ્રેશન કન્સલ્ટન્ટ અને ગૂગલ ક્લાઉડ એડમિન આર્કિટેક્ટની નોકરી બેંગલુરુમાં છે.

આ નોકરી માટે કેવી રીતે અરજી કરવાની રહેશે?

આ નોકરી માટે https://careers.wipro.com/global-india/jobs વેબસાઈટ પર જઈને અરજી કરી શકો છે. પર્ટીક્યુલર જોબ પર ક્લિક કરીને તમે નોકરી માટેના પેજ પર જઈને તમારે તમામ માહિતી ભરવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે, એપ્રિલમાં HCL Technologiesને પાછળ છોડીને વિપ્રો માર્કેટ કેપિટલાઈઝેશનની દ્રષ્ટિએ ભારતની ત્રીજા નંબરની સૌથી મોટી IT સર્વિસ કંપની બની ગઈ છે. વિપ્રોએ જૂન 2021 (Q1FY22)સુધીમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ટેક્સ (પીએટી) બાદ કરી વાર્ષિક નફામાં 35.65 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. વિપ્રોએ ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 2,390 કરોડનો નફો કર્યો હતો. આવી જ રીતે નાણાકીય વર્ષ 21ના માર્ચ ક્વાર્ટરમાં નફો 9.09 ટકા વધ્યો છે. વિપ્રોએ ક્લાઉડ સેવાઓ અપનાવવા માટે બેંગ્લોરમાં વિપ્રો ગૂગલ ક્લાઉડ ઈનોવેશન એરિન લોન્ચ કરવા માટે Google ક્લાઉડ સાથે પાર્ટનરશિપ કરી છે.
First published: