Home /News /career /ગુજરાતીમાં એન્જીનીયરીંગ ભણવાનો પહેલો પ્રયાસ નિષ્ફળ : માત્ર 2 જ એડમિશન છતાં GTU કોલેજમાં ભણાવવાનું ચાલુ રાખશે?

ગુજરાતીમાં એન્જીનીયરીંગ ભણવાનો પહેલો પ્રયાસ નિષ્ફળ : માત્ર 2 જ એડમિશન છતાં GTU કોલેજમાં ભણાવવાનું ચાલુ રાખશે?

ગુજરાતીમાં એન્જીનીયરીંગ ભણવાનો પહેલો પ્રયાસ નિષ્ફળ

ગુજરાતમા પ્રથમવાર જીટીયુની મહેસાણા સ્થિત ગુજરાત પાવર  એન્જિનિયરિંગ કોલેજમાં ચાર બ્રાંચનો કોર્સ ગુજરાતીમાં શરૂ  તૈયાર કરવામા આવ્યો છે પરંતુ ડિગ્રી ઈજનેરીની પ્રવેશ પ્રક્રિયાના બે માટે  રાઉન્ડ બાદ પણ ૧૩૬ માંથી ૧૩૪ બેઠકો ખાલી રહી છે . 

વધુ જુઓ ...
અમદાવાદ: રાજ્યમાં વિધાર્થીઓને ગુજરાતીમાં પણ અભ્યાસ કરાવવાનો GTUનો પહેલો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. જોકે તેમ છતાં GTU આ પ્રયોગ ચાલુ રાખશે. માત્ર 2 એડમિશન છતાં GTU વિધાર્થીઓને ભણાવવાનું ચાલુ રાખશે. એટલું જ નહીં ગુજરાતીમાં એન્જીનીયરીંગ કરનાર વિધાર્થીઓના જોબ પ્લેસમેન્ટ માટેની પણ GTU ની તૈયારી છે.

રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં રહેતા અને માતૃભાષામાં એન્જીનીયરીંગ કરવા માંગતા વિધાર્થીઓ માટે રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી એવી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ કોલેજ તો શરૂ કરી. પરંતુ વિધાર્થીઓ રિજનલ ભાષામાં એન્જીનીયરીંગ કરી શકે તેવા GTU ના પ્રયાસો ફેઈલ રહ્યા છે.

આ પણ વાંચો:  કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની 105 પોસ્ટ માટે આવી ભરતી, આ રીતે કરો અરજી

કારણ કે ગુજરાતમા પ્રથમવાર જીટીયુની મહેસાણા સ્થિત ગુજરાત પાવર  એન્જિનિયરિંગ કોલેજમાં ચાર બ્રાંચનો કોર્સ ગુજરાતીમાં શરૂ  તૈયાર કરવામા આવ્યો છે પરંતુ ડિગ્રી ઈજનેરીની પ્રવેશ પ્રક્રિયાના બે માટે  રાઉન્ડ બાદ પણ ૧૩૬ માંથી ૧૩૪ બેઠકો ખાલી રહી છે .

ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન ( એઆઈસીટીઈ ) દ્વારા ડિગ્રીનપ્લોમા ઈજનેરી કો ગુજરાતીમાં શરૂ કરવા માટેની બે વર્ષ પહેલા તમામ કોલેજોને સૂચના અપાયા બાદ જીટીયુ દ્વારા પ્રથમવાર મહેસાણાની જીપેરી ( ગુજરાપત એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યુટ ) માં ચાર બ્રાંચ ગુજરાતીમાં શરૂ કરવામા આવી હતી.

જીટીયુ દ્વારા એઆઈસીટીઈ સાથે મળીને ચાર બ્રાંચના કોર્સનું ગુજરાતીમાં અનુવાદ કરાવવામા આવ્યુ હતુ અને આ વર્ષે ગુજરાતીમાં પુસ્તકો પણ તૈયાર કરી દેવાયા છે જીટીયુ જીપેરીમાં એન્ડ રીસર્ચ દ્વારા કમ્પ્યુટર સિવિલ એન્જિનયિરિંગ , એન્જિનિયરિંગ , મિકે નિકલ એન્જિનિયરિંગ અને ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ સહિતની ચાર બ્રાંચને ગુજરાતીમાં શરૂ કરાઈ છે અને આ વર્ષે એસીપીસી દ્વારા આ ચારેય બ્રાંચની બેઠકોને ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં પણ સમાવાઈ હતી.

આ પણ વાંચો:  પ્રવેશ પરીક્ષા વગર સ્કિલ શીખવાની તક, IIT ગુવાહાટીએ શરૂ કર્યા ઓનલાઈન એડવાન્સ સર્ટિફિકેટ કોર્સ

પરંતુ ડિગ્રી ઈજનેરીની પ્રવેશ પ્રક્રિયાના બે માટે  રાઉન્ડ બાદ પણ ૧૩૬ માંથી ૧૩૪ બેઠકો ખાલી રહી છે. જે અંગે GTUના કુલપતિ પ્રો. નવીન શેઠએ જણાવ્યું કે આ વખતે બે જ એડમિશન થયા છે છતાં અમે અમારા પ્રયાસો ચાલુ રાખીશું. અમને વિશ્વાસ છે કે આગામી સમયમાં આ એડમિશન વધશે. ગુજરાતીમાં એન્જીનયરિંગ કરનાર વિધાર્થીઓને કંપનીઓમાં જોબ પ્લેસમેન્ટ મળે તેનું પણ GTU દ્વારા ધ્યાન રાખવામાં આવશે.
Published by:Rahul Vegda
First published:

Tags: Career and Jobs

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन