Home /News /career /શા માટે વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ IIT, NITથી કેમ રહે છે દૂર? PwD ફ્રેન્ડલી ઇન્ફ્રા પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયાસ

શા માટે વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓ IIT, NITથી કેમ રહે છે દૂર? PwD ફ્રેન્ડલી ઇન્ફ્રા પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયાસ

Awareness to PwD-Friendly Infra

Awareness to PwD-Friendly Infra: એન્જિનિયરીંગ કોલેજોમાં આ વર્ષે પ્રવેશ માટે કાઉન્સેલિંગ પ્રક્રિયામાં ભાગ લેનાર વિકલાંગ વિદ્યાર્થીઓની સંખ્યામાં 25 ટકાનો વધારો થયો છે. તેમ છતાં આ સંખ્યા PwD ઉમેદવારો માટે આરક્ષિત સીટની સંખ્યાને બરાબર નથી.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    એન્જિનિયરીંગ કોલેજોમાં આ વર્ષે પ્રવેશ માટે કાઉન્સેલિંગ પ્રક્રિયામાં ભાગ લેનાર વિકલાંગ વિદ્યાર્થીઓની સંખ્યામાં 25 ટકાનો વધારો થયો છે. તેમ છતાં આ સંખ્યા PwD ઉમેદવારો માટે આરક્ષિત સીટની સંખ્યાને બરાબર નથી.

    ટોપ કોલેજીસમાં ખાસ કરીને ઈન્ડિયન ઈનસ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (Indian Institute of Technology)માં સીટ માટે વિદ્યાર્થીઓ વચ્ચે લડાઈ થાય છે. દર વર્ષે PwD વિદ્યાર્થીઓ માટે તમામ આરક્ષિત સીટ ખાલી થાય છે. આ વર્ષે પણ PwD વિદ્યાર્થીઓ માટે 12 સીટ આરક્ષિત રાખવામાં આવી હતી, આ સીટને સંબંધિત શ્રેણીના ઉમેદવારો માટે રિઝર્વ કરી દેવામાં આવી હતી. PwD SC અને PwD ST ની સીટને SC, STના વિદ્યાર્થીઓની સીટ તરીકે રિઝર્વ કરી દેવામાં આવી છે. આ PwD સીટ માટે એટલા વિદ્યાર્થી ના હોવાને કારણે આ સીટને SC, STના વિદ્યાર્થીઓની સીટ તરીકે રિઝર્વ કરી દેવામાં આવી છે.

    આ પણ વાંચો:  ધોરણ 12 પછી શું ? BS અને BScમાં કન્ફયુઝ છો? જાણો બંને વચ્ચેનો તફાવત અને શું હોવી જોઈએ પ્રથમ પસંદ

    IIT, નેશનલ ઈનસ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, ઈન્ડિયન ઈનસ્ટિટ્યુટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી તથા અન્ય ઈન્સ્ટિટ્યુટ સહિત એન્જિનિયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે વર્ષ 2021માં કાઉન્સેલિંગ પ્રોસેસમાં 1,489 PwD ઉમેદવારની નોંધણી કરવામાં આવી હતી. વર્ષ 2022માં આ વિદ્યાર્થીઓની સંખ્યા વધીને 1,861 થઈ ગઈ છે. કુલ આરક્ષિત સીટની સંખ્યા 2,708 છે, જેથી આ વિદ્યાર્થીઓની સંખ્યા હજુ પણ ઓછી છે.

    સ્થાનિક આયોજન સમિતિ CSAB-2022ના અધ્યક્ષ મુકેશ ગુપ્તાએ આ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, IITમાં કુલ 842 PwD ઉમેદવાર પાત્રતા ધરાવતા હતા. જેમાંથી 824 વિદ્યાર્થીઓને સીટ આપવામાં આવી છે, બાકી રહેલ સીટ જે વિદ્યાર્થીઓ વિકલાંગ નથી તેમને આપવામાં આવી છે.

    સેન્ટ્રલ સીટ અલોકેશન બોર્ડ (CSAB) ના અધ્યક્ષ અને NIT રૌર્કેલાના ડાયરેક્ટર પ્રો. કે. ઉમા મહેશ્વર રાવે આ અંગે ન્યૂઝ 18ને જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, ‘એન્જિનિયરીંગ કોલેજ માટે અરજી કરનાર PwD ઉમેદવારોની સંખ્યા ઓછી છે, દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે.

    આ પણ વાંચો:  Sarkari Naukri 2022: પબ્લિક સર્વિસ કમિશનમાં બમ્પર નોકરીઓ, જો હોય આ લયકાત તો મળશે 40 હજારથી વધુનો પગાર

    JEE મેઈન્સ અને એડવાન્સની સાથે સાથે કાઉન્સેલિંગના રાઉન્ડ દરમિયાન PwD ઉમેદવારોને કટ ઓફ્ અને આરક્ષિત સીટ સહિત કેટલીક રાહત આપવામાં આવે છે. અનેક ઉમેદવારોને આ અંગે જાણકારી હોતી નથી. આ વર્ષે વ્યાપક સ્તરે કાઉન્સેલિંગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના પરિણામસ્વરૂપે PwD ઉમેદવારોની સાથે ગ્રામીણ તથા અન્ય પછાત વર્ગના બાળકોએ JEE પરીક્ષા અને સંબંધિત કાઉન્સેલિંગ રાઉન્ડ માટે અરજી કરી છે.’
    ઉમેદવારવૃદ્ધિ
    કુલ નોંધણી28%
    PwD વિદ્યાર્થીઓની નોંધણી25%
    OBC વિદ્યાર્થીઓની નોંધણી37%
    EWSવિદ્યાર્થીઓની નોંધણી20%
    SC વિદ્યાર્થીઓની નોંધણી21%
    ST વિદ્યાર્થીઓની નોંધણી12%

    કાઉન્સેલિંગ બોર્ડે કાઉન્સેલિંગ કમ અવેરનેસ સત્રનું આયોજન કર્યું હતું. આ અવેરનેસ સત્રમાં સ્પેશિયલ કાઉન્સેલિંગ રાઉન્ડ, PwD ઉમેદવારો માટે ઈમર્સિવ PDF, ઈન્ફોર્મેશન બ્રોશર તથા અન્ય સહાયતા કેન્દ્રોની રજૂઆત કરવામાં આવી હતી. CSAB ટીમે તમામ JEE મેઈન ઉમેદવારોને કાઉન્સેલિંગ પ્રોસેસ વિશે સૂચના આપવા માટે SMS અને ઈમેઈલ મોકલ્યા હતા. આ તમામ પ્રયાસોને કારણે ઓછી આવકવાળા અને સામાજિક રૂપે પછાત વર્ગના વિદ્યાર્થીઓ પણ સામેલ થયા છે.
    ઉમેદવાર20212022વૃદ્ધિ (આંકડામાં)વૃદ્ધિ (ટકાવારી)
    ST1134512660131512%
    SC2467029946527621%
    OBC-NCL52542717751923337%
    GEN-EWS2232026838451820%
    સામાન્ય56324728481652429%
    PwD1489186137225%

    નિષ્ણાંતોએ જણાવ્યું છે કે, કાઉન્સેલિંગ પ્રોસેસમાં PwD શ્રેણીના બાળકો ઓછા હોવાને કારણે JEE મેઈન્સમાં વિકલાંગ વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા જોવા મળી રહી છે.

    પ્રો. કે. ઉમા મહેશ્વર રાવે જણાવ્યું કે, આ બદલાવની શરૂઆત શાળાથી થવી જોઈએ. અનેક વિકલાંગ વિદ્યાર્થીઓ સાયન્સ પ્રવાહની પસંદગી કરતા નથી. ઉપરાંત અનેક વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવા માટે આવશ્યક કોચિંગ મળતું નથી.

    18 વર્ષીય ઓજસ મહેશ્વરીએ વર્ષ 2022માં JEE મેઈન્સ પરીક્ષામાં PwD શ્રેણીમાં 99.994 પર્સેન્ટાઈલ મેળવીને પ્રથમ રેન્ક મેળવ્યો છે. તેમણે ન્યૂઝ 18ને જણાવ્યું છે કે, તેમને ઓનલાઈન ક્લાસમાં ખૂબ જ મુશ્કેલી થઈ રહી હતી. માસ્ક પહેર્યું હોવાને કારણે તેઓ લિપ્સિંગ સમજી શકતા નહોતા. તેમને 62 ટકા બહેરાપણું હોવાને કારણે તેઓ ભણવા માટે લિપ્સિંગનો સહારો લેતા હતા. કોચિંગ સેન્ટરોમાં વિકલાંગ વિદ્યાર્થીઓ ભણી શકે તે પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું નથી.

    આ પણ વાંચો:  ધોરણ 10 પાસ માટે એરફોર્સમાં સરકારી નોકરી, સોમવારથી અરજીઓ શરૂ

    મુકેશ ગુપ્તાએ જણાવ્યું કે, કાઉન્સેલિંગ સેશન દરમિયાન અનેક પ્રકારની બાબતો સામે આવી છે. વિકલાંગ બાળકોના માતા પિતા તેમના બાળકોને એન્જિનિયરીંગ કોલેજમાં ભણવા માટે મોકલતા નથી. આ કોલેજમાં તેમના બાળકને લાયક સપોર્ટીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ના હોવાને કારણે તેઓ પોતાના બાળકને કોલેજ મોકલતા નથી.
    First published:

    Tags: Career and Jobs, Education News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन