Home /News /career /

What next after 10th : ધોરણ 10ના પરિણામ બાદ વિદ્યાર્થીઓ-વાલીઓને મુંઝવતો પ્રશ્ન - ધોરણ 10 પછી શું?

What next after 10th : ધોરણ 10ના પરિણામ બાદ વિદ્યાર્થીઓ-વાલીઓને મુંઝવતો પ્રશ્ન - ધોરણ 10 પછી શું?

ધોરણ 10ના પરિણામ બાદ વિદ્યાર્થીઓ-વાલીઓને મુંઝવતો પ્રશ્ન - ધોરણ 10 પછી શું?

what next after 10th: બોર્ડ તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ વર્ષે કુલ 7,72,771 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 5,03,726 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વર્ષે કુલ સરેરાશ પરિણામ 65.18% ટકા આવ્યું છે.

  what next after 10th: ધોરણ-10ની પરીક્ષા (GSEB 10th Exam Result) આપનારા લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) તરફથી ધોરણ-10નું પરિણામ (10th result declare) જાહેર કરી દેવામાં આવ્યું છે. અને આ સાથે જ વાલીઓ અને વિદ્યાર્થીઓને સૌથી મુંજવતો પ્રશ્ન પણ આવી ગયો છે કે ધોરણ 10 પછી શું? તે પહેલા આપને જણાવી દઈએ કે એક અંદાજ પ્રમાણે નવ લાખથી વધારે વિદ્યાર્થીઓએ ધોરણ-10ની પરીક્ષા આપી હતી. બોર્ડ તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ વર્ષે કુલ 7,72,771 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 5,03,726 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વર્ષે કુલ સરેરાશ પરિણામ 65.18% ટકા આવ્યું છે. પરિણામ બાદ સૌથી મુંજવતો પ્રશ્ન કે ધોરણ પછી શું ? તેની વિગતવાર ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું...

  ધોરણ 10 પછી શું?


  ધોરણ 10 પાસ કર્યા બાદ જો પ્રથમ કોઈ વસ્તુ બનતી હોય તો તે છે ધોરણ 11 અને 12ના અભ્યાસ માટે પ્રવેશ મેળવવો. તમારા રસ, રુચિ, ઉચ્ચ અભ્યાસ અને સંજોગોને ધ્યાનમાં રાખીને સામાન્ય કે વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી લેવો જેમાં તમે કોઈ અનુભવી શિક્ષકો કે પૂર્વ વિદ્યાર્થીઓ પાસેથી સંપૂર્ણ માહિતી મેળવીને આગળ વધી શકો છો. ત્યાર બાદ ધોરણ 10 પછી ઘણા અન્ય વિકલ્પો પણ આપની સમક્ષ ખૂલે છે જેની આપણે અહી વિગતવાર ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું.

  આ પણ વાંચો: ધોરણ 12 પછી એર હોસ્ટેસ ક્ષેત્રે કારકિર્દી બની શકે,  જાણો તેનાં કોર્સ અને ક્યાંથી થઇ શકે તે અંગે બધુ જ

  ડિપ્લો માં એન્જિયનિયરિંગ તેમજ અન્ય ડિપ્લોમાં કોર્સમાં અભ્યાસ કરી શકો છો. ITIના જુદા જુદા કોર્સમાં પણ પ્રવેશ મેળવીને અભ્યાસ કરી શકો છો. ટેકનિકલ શિક્ષણના વિવિધ સર્ટિફિકેટ કોર્સની પણ વિસ્તૃત માહિતી મેળવીને ટેકનિકલ ક્ષેત્રે તમારી કારકિર્દી બનાવી શકો છો. અને જો તમે કળાપ્રેમી છો અને કળા ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માંગો છો તો તમે ફાઇન આર્ટ ડિપ્લો‍મા કોર્સમાં અભ્યાસ કરી શકો છો. કૃષિક્ષેત્રે યુનિવર્સિટીના કોર્સમાં અભ્યાસ કરીને પણ આ ક્ષેત્રે તમારું ભવિષ્ય ભણાવી શકો છો. કેટલાક પ્રોફેશનલ્સ કોર્સમાં અભ્યાાસ કરીને આગળ અભ્યાસ છોડી દઇને ધંધામા અથવા નોકરીમાં પણ જોડાઇ શકો છો.

  ધોરણ 10 પછી શું ટેકનિકલ ડિપ્લોમા અભ્યાસક્રમોમા (સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઓટોમોબાઇલ, કેમિકલ, પ્લાસ્ટિક, પ્રિન્ટિગ, ફેબ્રિકેશન, હોમસાયન્સ, કોમર્શિયલ પ્રેકટિસ, માઇનિંગ, સિરેમિક, ટેક્ષ્ટાઇલ મેન્યુસફેક્ચરિંગ/ટેકનોલોજી વગેરે જેવા ક્ષેત્રોમા) પ્રવેશ મેળવી શકો છો. આ ડિપ્લોમા અભ્યાસક્રમો સરકારી પૉલિટેકનિકો/ સેલ્ફ ફાઇનન્સ સંસ્થાાઓ ખાતે લઇ શકો છો.

  આર્ટસ


  આર્ટસના વિષયો સાથે ધોરણ ૧૨ પાસ કરનાર માટે ઉજ્જવળ ભવિષ્‍ય ધરાવતા અનેક અભ્‍યાસક્રમો છે. અંગ્રેજી, અર્થશાસ્‍ત્ર, સાયકોલોજી, સમાજશાસ્‍ત્ર, ગુજરાતી, હિસ્‍ટ્રી, ભૂગોળ જેવા કોઇપણ વિષય સાથે BA નો અભ્‍યાસ કરી શકાય છે. કમ્‍પ્‍યુટર અને ઇન્‍ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં કેટલાક બેચલર ડિગ્રી કોર્સ છે. જેમાં ૧૨ આર્ટસને એડમિશન મળે છે.

  કોમર્સ


  કોમર્સના વિષયો સાથે ધોરણ ૧૨ પાસ કર્યા પછી આગળ અભ્‍યાસ માટે (૧) B.com (૨) BBA (૩) BCA (૪) BScIT (૫) સળંગ પાંચ વર્ષના ઇન્‍ટિગ્રેટેડ MBA અને M.Sc. (TT) M.Com. L.L.B વગેરે જેવા ઘણા અભ્‍યાસક્રમો પણ ગુજરાતમાં ચાલે છે.

  આ પણ વાંચો: Rajkot 12th Result : રાજકોટના 5 તેજસ્વી તારલાઃ કોઈ દિવ્યાંગ તો કોઈ વિકટ પરિસ્થિતિમાં પણ લાવ્યા 98થી વધુ પીઆર

  સાયન્‍સ


  સામાન્ય રીતે દસમાં ધોરણમાં જો 70 ટકા કે તેથી વધુ માર્કસ આવ્‍યા હોય તો ઘણાને સાયન્‍સમાં પ્રવેશ લેવાની ઇચ્‍છા થાય છે. પરંતુ આપને જણાવી દઈએ કે જો દસમાં ધોરણમાં 50 ટકા માર્કસ હોય તો પણ 11 સાયન્‍સમાં એડમિશન મળી શકે છે. ધોરણ 10 પછી સાયન્‍સ પ્રવાહમાં એડમિશન લેનારની સંખ્‍યા દર વર્ષે ઘટતી જાય છે.

  (નોંધ:  આ લેખમાં આપેલી માહિતી અને સૂચનો પ્રાથમિક માહિતીના આધારે તૈયાર કરવામાં આવી છે. કારકિર્દીને લાગતાં નિર્ણયો લેતા પહેલા વાલીઓ અથવા અનુભવી માર્ગદર્શકોની મદદ લેવી)
  Published by:Rahul Vegda
  First published:

  Tags: 10TH RESULT, Board Result, Examination, GSEB

  આગામી સમાચાર