Career Tips : સામાન્ય નોકરી કરતા 'જરા હટકે' કારકિર્દીને કઈ રીતે પસંદ કરવી? આટલી વાતોનું રાખો ધ્યાન

હાલમાં જ થયેલા લિંક્ડઈનના સર્વેમાં સામે આવી છે આ બાબતો, ઓફબીટ નોકરી પસંદ કરતા પહેલાં શું ધ્યાન રાખશો

Off beat jobs : લિંક્ડઇન (LinkedIn) દ્વારા થયેલા અભ્યાસના આંકડા કહે છે કે, સોશિયલ મીડિયા મેનેજમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગના ફિલ્ડની માગમાં 400 ટકાનો તોતિંગ વધારો થયો છે

 • Share this:
  હાલના સમયમાં અલગ અલગ ક્ષેત્રે કારકિર્દી (Career) બનાવવાની તક વ્યાપક પ્રમાણમાં ઉપલબ્ધ છે. કોમેડી, ફિલ્મ મેકિંગ, ડિજિટલ માર્કેટિંગ અને મ્યુઝિક નિર્માણ સહિતના વિકલ્પોમાં નામ અને પૈસા કમાઈ (Earn money) શકાય છે. જેના કારણે અત્યાર સુધી ચાલ્યા આવતા એન્જીનીયરીંગ (Engineering) કે તબીબી શાસ્ત્ર (Medical)ના શિક્ષણ કરતા લોકો પોતાના શોખના વિષયમાં કારકિર્દી બનાવવાનું પસંદ કરવા લાગ્યા છે.  લિંક્ડઇન (LinkedIn) દ્વારા થયેલા અભ્યાસના આંકડા કહે છે કે, સોશિયલ મીડિયા મેનેજમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગના ફિલ્ડની માગમાં 400 ટકાનો તોતિંગ વધારો થયો છે અને પરંપરાગત અભ્યાસક્રમની માગ ઘટી છે.

  10માંથી 2 વિદ્યાર્થીઓ પોતાના શોખ સંબંધિત કારકિર્દી પસંદ કરે છે

  કારકિર્દીના કાઉન્સિલર્સ કહે છે કે, દર 10માંથી 2 વિદ્યાર્થીઓ તેમના શોખ મુજબ કારકિર્દી પસંદ કરે છે અને તે ક્ષેત્રોને લગતા અભ્યાસક્રમોમાં જવા માટે ઉત્સુક છે. વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસક્રમોની મદદથી ઓફ-બીટ ક્ષેત્રોમાં હાથ અજમાવી રહ્યા છે.

  કેટલાક છાત્રો એવા પણ છે જેઓ જોખમ ખેડવા તૈયાર નથી. તેઓ પોતાના પારિવારિક વ્યવસાય કે સારા પગારની કોર્પોરેટ નોકરી પસંદ કરે છે. તેઓ પણ પોતાની રુચિ મુજબના ઓનલાઈન અભ્યાસક્રમ પસંદ કરી શકે છે.

  ઓફબીટ કારકિર્દીની પસંદગી

  તમને જે વસ્તુઓનો શોખ હોય તેમાં કારકિર્દી ઘડવામાં ઘણા ફાયદા છે. તમે ગમે તે ઉંમરે પોતાના ગમતા વિષયમાં કારકિર્દી ઘડી શકો છો. તમે જે વિચારો તે કરી શકો છો. તમને પોતાના ગમતા વિષયમાં ઈન્ટરનેટ પર ઢગલાબંધ કન્ટેન્ટ મળી જશે. ઈન્ટરનેટ પર અલગ અલગ વિષયને લગતા જ્ઞાનનો ભાંડર છે. તમે ઓનલાઇન વૉર્કશોપ પર કોર્ષની જાણકારી મળવી શકો છો.

  આ પણ વાંચો :  Sarkari Naukri: LRDની ભરતીના ફોર્મ ભરવા માટે છેલ્લો દિવસ, અહીંથી સીધા કરો અરજી

  તકને ઝડપી લો

  તમારા રસના ક્ષેત્રમાં ડેવલપમેન્ટ પર ધ્યાન આપો અને શક્ય તેટલું યોગદાન આપવાનો પ્રયાસ કરો. કામ કરવાની તકો શોધો અને શક્ય હોય તો ક્ષેત્રમાં અનુભવ મેળવો. આવું કરવાથી તમારું CV વધુ દમદાર બનશે.

  ઓફ-બીટ કારકિર્દીમાં બરકરાર રહેવું

  ઓફ બીટ કારકિર્દી પોતાની જાત સાથેના વિકાસ સાથે જોડાયેલ છે. તેમાં તમને કુશળતાના ઉપયોગની મોકળાશ મળે છે. આ કારકિર્દી તમારા માટે મહત્વનો વિષય બની જાય છે. અલબત્ત આવી કારકિર્દી શરૂ કરવી સરળ છે પણ ટકાવી રાખવી મુશ્કેલ છે.

  કારકિર્દી ટકાવી રાખવા માટે તમારા ક્ષેત્રમાં થતા ફેરફારને જાણી લો. ટેકનોલોજીમાં નવા નવા ફેરફાર થઈ રહ્યા છે. જેથી તમારે પોતાની કુશળતાને પણ તે ફેરફાર પ્રમાણે ઢાળવી પડશે. જેથી સતત નવું શીખતાં રહો.

  ઉલ્લેખનીય છે કે, વર્ક લાઈફ બેલેન્સને યોગ્ય રીતે જાળવે તેવી કંપની માટે કામ કરવું જરૂરી છે. આવી કંપનીમાં કામ સાથે આનંદ માણવાની પણ તક મળે છે.

  તમારી જાત માટે પ્લાન ઘડવો જરૂરી છે.

  હરીફ પર ધ્યાન આપવું અને તેમની ભૂલો અથવા સફળતામાંથી શીખવું જોઈએ. એકવાર તમે તે ભૂલ સમજી જાવ અને ત્યારબાદ તેમાં તમારું કૌશલ ઉમરી તમને ગમતું કંઈક નવું સર્જન કરો.

  આ પણ વાંચો : AIIMS Recruitment 2021: પ્રાધ્યાપકો માટે સરકારી નોકરીની તક, 37,000 રૂપિયા પગારથી શરૂઆત

  કારકિર્દીને ટકાવી રાખવા કામ કરવું પડે છે. પણ જો તમે જે કરતા હોવ તેના પ્રત્યે પ્રેમ હોવ તો તે તમારા માટે કામ નહીં રહે. વૈકલ્પિક કારકિર્દીની પસંદગીઓની વાત આવે છે, ત્યારે થોડો પ્રયાસ ઘણું આપી જાય છે. તેમાં આપવામાં આવેલ સમય અને પ્રયત્નોના કારણે તેમને ફળ મળે જ છે.
  First published: