Home /News /career /

Railway Recruitment 2022: પશ્ચિમ રેલવેની વલસાડની સ્કૂલમાં શિક્ષકોની ભરતી, જાણો લાયકાત અને પસંદગી પ્રક્રિયા

Railway Recruitment 2022: પશ્ચિમ રેલવેની વલસાડની સ્કૂલમાં શિક્ષકોની ભરતી, જાણો લાયકાત અને પસંદગી પ્રક્રિયા

Railway Recruitment 2022 : પશ્ચિમ રેલવેની વલસાડ સ્કૂલ માટે ભરતી

Railway Recruitment 2022: પશ્ચિમ રેલવે સેકન્ડરી સ્કૂલ વલસાડ (Western Railway Secondary School Valsad) માટે પ્રાઈમરી ગ્રેજ્યુએટ ટીચર (PGT) અને આસિસ્ટન્ટ ટીચર (AT)ની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો અહીંથી જાહેરાત ચકાસી અને અરજી કરવાનું માધ્યમ જાણી શકે છે.

વધુ જુઓ ...
    Railway Recruitment 2022: સરકારી નોકરીની શોધ (Sarkari Naukri)ની શોધ કરી રહેલા યુવાનો માટે રેલવેમાં ભરતીની ઉત્તમ તક આવી છે. (Railway Recruitment 2022) પશ્ચિમ રેલવે દ્વારા શિક્ષકોની ભરતી બહાર પાડવામાં આવી છે. પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝન દ્વારા વલસાડમાં કાર્યરત ઈન્ગલિશ મીડિયમ સેકેન્ડરી સ્કૂલ માટે પ્રાથમિક શાળાના શિક્ષકોની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ((Western Railway Secondary School Valsad recruitment). આ ભરતી માટે અરજી કરવાની નથી. ઉમેદવારો જાહેરાત વાંચી અને શૈક્ષણિક લાયકાતના આધારે વોક ઈન ઈન્ટરવ્યૂમાં હાજર રહી શકે છે. વોક ઈન ઈન્ટરવ્યૂની તારીખ 12-4-2022 છે.

    Railway Recruitment 2022: ખાલી જગ્યા

    આ ભરતીમાં ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ ટીચર હિંદી, મેથ્મ, સાયન્સ, સંસ્કૃત, સોશિયલ સાયન્સ, ફિઝિકલ એન્ડ હેલ્થ એજ્યુકેશનના શિક્ષકોની 1-1 એમ કુલ 06 જગ્યા માટે ભરતી છ્ જ્યારે કોમ્યુન્ટર સાયન્સના ટીચરની એક જગ્યા અને 4 આસિસ્ટન્ટ પ્રાઈમરી ટીચરની મળીને 11 જગ્યા માટે ભરતી છે.

    Railway Recruitment 2022: લાયકાત

    ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ ટીચર હિંદી : ઉમેદવારો માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ડિગ્રી, ડિપ્લોમાં સાથે હિંદી વિષયમાં બીએડ કરેલું હોવું અનિવાર્ય છે.

    મેથ્સ :બીએસસી/બીએ મેથ્સ વિષય સાથે અને બીએડ

    સાયન્સ : બીએસસી બાયોલોજી/ ફિઝિક્સ/કેમેસ્ટ્રી સાથે અને બીએડ

    સંસ્કૃત : સંસ્કૃતમાં સ્નાતક અથવા ડિપ્લોમાં, સંસ્કૃત વિષય સાથે બીએડ.

    સોશિયલ સાયન્સ : ઈતિહાસ, પોલિટીકલ સાયન્સ, ઈકોનોમિક્સ, સોશિયોલોજી, જીયોગ્રાફી સાથે સ્નાતક અથવા પોલિટીકલ સાયન્સ, જીયોગ્રાફી સાથે ડિપ્લોમાં અથવા ડિગ્રી

    સોશિયલ સાયન્સના વિષય સાથે બીએડ

    ફિઝિકલ એન્ડ હેલ્થ એજ્યુકેશન : સ્નાતક સાથે બીપીએડ અથવા ડીપીએડ, અથવા બેચલર્સ ઓફ સ્પોર્ટ્સ, હ્યુમાનિટીઝ, અથવા ફિઝિકલ એજ્યુકેશન હરિયાણાની એગ્રિકલ્ચર યુનિવર્સિટી હિસારની ડિગ્રી

    કોમ્યુટર સાયન્સ : બીસીએ/ બેચલર ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી, અથવા મેથેમેટીક્સ સાથે માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ગ્રેજ્યુએટ

    આસિસ્ટન્ટ પ્રાઈમરી ટીચર : પીટીસી સાથે ટેટ પાસ ઉમેદવારોને માન્યતા આપવામાં આવશે.

    આ પણ વાંચો : Railway Recruitment : રેલવેમાં 2972 જગ્યા માટે ભરતી, 10 પાસ માટે પણ તક, અહીંથી કરો અરજી
































    જગ્યા11
    લાયકાતબીએડ/પીટીસી સંલગ્ન વિષય સાથે
    પસંદગી પ્રક્રિયાવોક ઈન ઈન્ટરવ્યૂ દ્વારા
    વોક ઈન ઈન્ટરવ્યૂની તારીખ12-4-2022
    શિક્ષણનું માધ્યમઅંગ્રેજી
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    વોક ઈન ઈન્ટરવ્યૂનું સરનામુંરેલવે સેકન્ડરી સ્કૂલ (ઈન્ગલીશ મીડિયમ) વલાસડ, (વેસ્ટ યાર્ડ રેલવે કોલોની) તારીખ 12-4-2022 સમય સવારે 9.00 વાગ્યે

    Railway Recruitment 2022: પસંદગી પ્રક્રિયા

    ઉમેદવારોએ 12-4-2022ના રોજ વોક ઈન ઈન્ટરવ્યૂ માટે જવાનું રહેશે. આ ઈન્ટરવ્યૂમાં અહીંયા આપવામાં આવેલા ફોર્મને ડાઉનલોડ કરી તે ફોર્મ ભરી અને સાથે જરૂરી ડોક્યુમેન્ટ લઈ જવાના રહેશે.

    Railway Recruitment 2022: જરૂરી ડોક્યુમે્ન્ટ

    બાયોડેટા, જન્મનું પ્રમાણપત્ર, તમામ શૈક્ષણિક પુરાવા, અનુભવ સર્ટિફિકેટ, તમામ ઓરિજનલ ડોક્યુમેન્ટની સેલ્ફ એટેસ્ટેડ કોપી, તાજેતરના બે ફોટોગ્રાફ

    Railway Recruitment 2022: પગાર

    આ ભરતીમાં પસંદગી પામનારા ટ્રેઈન્ડ ગ્રેજ્યુએટ ટીચર્સને 26,250 રૂપિયા પગાર આપવામાં આવશે જ્યારે કે આસિસ્ટન્ટ પ્રાઈમરી ટીચરને 21,250 રૂપિયા પગાર આપવામાં આવશે.

    આ પણ વાંચો :  Ministry of Labor and Employment Recruitment: 112 યંગ પ્રોફેશનલ્સની ખાલી જગ્યાઓ પર ભરતી, મળશે રૂ. 50,000 સુધીનો પગાર

    Railway Recruitment 2022: શરતો

    ઉમેદવારો હિંદી બોલવામાં અનુભવી હોવા જોઈએ અને અંગ્રેજીય મીડિયમમાં ભણાવી શકવા જોએએ. જોકે, ઉમેદવારોને ગુજરાતી ભાષશાનું જ્ઞાન હોવું પણ અનિવાર્ય છે. ઉમેદવારોની ઉંમર 18-65 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ નોકરી કરાર આધારિત છે.

    Railway Recruitment 2022: વોક ઈન ઈન્ટરવ્યૂનું સરનામું

    પ્રિન્સિપાલ રેલવે સેકન્ડરી સ્કૂલ (ઈન્ગલીશ મીડિયમ) વલાસડ, (વેસ્ટ યાર્ડ રેલવે કોલોની) તારીખ 12-4-2022 સમય સવારે 9.00 વાગ્યે
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર