WCR Recruitment 2021: પશ્ચિમ મધ્ય રેલવે (West Central Railway)એ સ્પોર્ટ્સ પર્સન (Sports person)ના પદો પર ભરતીની જોહેરાત કરી છે. ખાલી પડેલા આ પદો માટે લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે. આ પદો માટે અરજી કરવાની પ્રક્રિયા 21 ડિસેમ્બર 2021થી શરૂ કરવામાં આવી છે. આ પદો પર ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ wcr.indianrailways.gov.in પરથી 20 જાન્યુઆરી 2022 સુધી અરજી કરી શકે છે.
જણાવી દઈએ કે કુલ 21 ખાલી પડેલી જગ્યાઓ માટે અરજીઓ માંગવામાં આવી રહી છે. ઉમેદવારોએ જાહેર કરેલ ઓફિશિયલ નોટિફિકેશનને સંપૂર્ણ રીતે વાંચ્યા પછી જ આ પોસ્ટ્સ માટે અરજી કરવી. અહીં ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે માત્ર નિયમો પ્રમાણે કરવામાં આવેલી અરજી જ માન્ય રહેશે. અંતિમ તારીખ પછી કરવામાં આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહી.
શૈક્ષણિક લાયકાત
નોન-ટેક્નિકલ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારો ધોરણ 12 પાસ હોવા જોઈએ. આ સાથે જ ટેકનિકલ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવાર ITI ડિગ્રી સાથે ધોરણ 10 પાસ હોવા જોઈએ. તદુપરાંત તમામ ખાલી પડેલ પોસ્ટ માટે ઉમેદવારે રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય રમત સ્પર્ધામાં ભાગ લીધેલો હોવો જોઈએ.
ખાલી પડેલા આ પદો પર અરજી કરનાર ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષ હોવી જોઈએ. સરકારી ધારાધોરણો પ્રમાણે ઉમેદવારોને વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. આ ભરતી સંબંધિત અન્ય જાણકારીઓ માટે ઉમેદવારો ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકે છે.
મહત્વની તારીખ
અરજી કરવાની પ્રારંભિક તારીખ – 21 ડિસેમ્બર 2021
અરજી કરવાની અંતિમ તારીખ - 20 જાન્યુઆરી 2022
પસંદગી પ્રક્રિયા
લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી ટ્રાયલ બેસિસ પર કરવામાં આવશે. આ ટ્રાયલ 40 ગુણોનો રહેશે. જેમાં 25 થી વધુ ગુણ મેળવનાર ઉમેદવારને આગામી રાઉન્ડ માટે પસંદ કરવામાં આવશે.
અરજી કરતી વખતે ઉમેદવારોએ રૂ. 500 અરજી ફી પેટે ચુકવવાના રહેશે. આ સાથે જ પોતાના પ્રમાણપત્રો, જન્મ તિથીનું પ્રમાણ, સંબંધિત સ્પોર્ટ્સ સર્ટિફિકેટ જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ અરજી કરતી વખતે જા કરાવવાના રહેશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર