Home /News /career /શું તમે પણ કન્ટેન્ટ રાઇટિંગમાં બનાવવા માંગો છો કારકિર્દી? તો આ કંપનીઓ આપી રહી છે ઇન્ટર્નશિપ

શું તમે પણ કન્ટેન્ટ રાઇટિંગમાં બનાવવા માંગો છો કારકિર્દી? તો આ કંપનીઓ આપી રહી છે ઇન્ટર્નશિપ

ઇન્ટર્નશિપ્સ (Internship) તમારી કારકિર્દી (Career)ને કિકસ્ટાર્ટ આપવામાં મદદ કરે છે (પ્રતિકાત્મક તસવીર)

Career News : ઘણા વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસ કરતી વખતે ઇન્ટર્નશિપ માટે અરજી કરવા માટે ઉત્સુક હોય છે કારણ કે તે નોકરી (Jobs)ની શોધમાં પાછળથી નોકરીદાતાઓ પર સારો પ્રભાવ ઊભો કરવામાં મદદ કરે છે

    ઇન્ટર્નશિપ્સ (Internship) તમારી કારકિર્દી (Career)ને કિકસ્ટાર્ટ આપવામાં મદદ કરે છે, કારણ કે તમે સંબંધિત ક્ષેત્રમાં થોડો અનુભવ ઉમેરી શકો છો અને તમારા રીઝ્યૂમને વધુ વેલ્યૂવાળું બનાવી શકો છો. ઘણા વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસ કરતી વખતે ઇન્ટર્નશિપ માટે અરજી કરવા માટે ઉત્સુક હોય છે કારણ કે તે નોકરી (Jobs)ની શોધમાં પાછળથી નોકરીદાતાઓ પર સારો પ્રભાવ ઊભો કરવામાં મદદ કરે છે. આજે અમે ભાવિ કન્ટેન્ટ રાઇટર (content Writer)માટે ઇન્ટર્નશિપ (Internships for content Writer)ની એક લિસ્ટ તૈયાર કર્યું છે. તો તમે પણ તેનો લાભ લો અને તમારું ભવિષ્ય (Future) ઉજ્જવળ બનાવો.

    માઇક્રોહોસ્ટ ક્લાઉડ પર કન્ટેન્ટ રાઇટિંગ

    કંપની 3 મહિના માટે નોઇડામાં કામ કરવા ઇચ્છુક ઉમેદવારોની શોધમાં છે. જેમાં તમને રૂ. 5000નું માસિક સ્ટાઈપેન્ડ પણ આપશે. શીખવાની તકો અને એક્સપોઝર ઉપરાંત કંપની એક સર્ટિફીકેટ અને રેકમેન્ડેશન લેટર પણ આપશે. ઉલ્લેખનીય છે કે, જો ઉમેદવારો ઇન્ટર્નશિપ દરમિયાન સારું કામ કરે છે, તો તેમને જોબ ઓફર મળી શકે છે. ઇન્ટર્નશાલા દ્વારા અરજી કરવાની અંતિમ તારીખ 12 ઓગસ્ટ છે.

    બઝ મેકર્સ

    આ છ મહિનાનો ઇન્ટર્નશિપ પ્રોગ્રામ છે, જેમાં પસંદ કરેલા ઉમેદવારોને મુંબઇ કામ કરવા માટે બોલાવવામાં આવશે. કંપની દ્વારા માસિક રૂ. 7000નું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. ઇન્ટર્નશિપ માટે જરૂરી લાયકાતમાં ક્રિએટીવ રાઇટિંગ, ડિજિટલ માર્કેટિંગ, સોશિયલ મીડિયા માર્કેટિંગ અને ક્લાયન્ટ રીલેશનશિપનો સમાવેશ થાય છે. ઇન્ટર્નશાલા મારફતે અરજી કરવાની છેલ્લી તારીખ 12 ઓગસ્ટ છે.

    સોલ્ટી

    આ બે મહિના માટે વર્ક ફ્રોમ હોમ ઇન્ટર્નશિપ પ્રોગ્રામ હશે. બધા ફેશન લવર્સ કે જેમને ફેશન વિશે લખવાનું પસંદ છે, તેઓ આ ઇન્ટર્નશિપ માટે અરજી કરી શકે છે. ઇન્ટર્નશિપ માટે આપવામાં આવતું સ્ટાઈપેન્ડ 4000 રૂપિયા પ્રતિ માસ છે અને ઇન્ટર્નશાલા દ્વારા અરજી કરવાની છેલ્લી તારીખ 13 ઓગસ્ટ છે.

    આ પણ વાંચો - ગ્રેજ્યુએટની ડિગ્રી છે તો આસિસ્ટન્ટ કમિશ્નર, SDM ની મળશે નોકરી, લાખોમાં મળશે સેલેરી

    હેઝટેન

    આમાં છ મહિનાની ઇન્ટર્નશિપ કરવાની રહેશે. જેમાં ઉમેદવારોને માસિક 10,000 રૂપિયા કમાવાની તક મળશે. આ એક વર્ક ફ્રોમ હોમ પ્રોગ્રામ છે, જેમાં ઉમેદવારોને કન્ટેન્ટ રાઇટિંગ, લેટેક્સ, મેથેમેટિક્સ જેવી લાયકાત અને એમએસ ઓફિસની બેઝિક સમજ હોવી જરૂરી છે. રસ ધરાવતા ઉમેદવારોએ 13 ઓગસ્ટ પહેલા ઇન્ટર્નશાલા દ્વારા અરજી કરવાની રહેશે.

    એગ્વા હેલ્થકેર

    આ ઇન્ટર્નશિપમાં ઉમેદવારોએ છ મહિનાના સમયગાળા માટે નોઇડામાં કામ કરવું પડશે. તેમને માસિક 8,000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. કંપની ઇન્ટર્નને સર્ટિફીકેટ પણ આપશે. સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન (SEO) અને કન્ટેન્ટ રાઇટિંગમાં રસ ધરાવતા ઉમેદવારો 12 ઓગસ્ટ પહેલા ઇન્ટર્નશાલા દ્વારા અરજી કરી શકે છે.

    મોન્ક્સ લર્નિંગ લેબ

    આ ત્રણ મહિનાની ઇન્ટર્નશિપ હશે. જેમાં ઉમેદવારોને વર્ક ફ્રોમ હોમની જરૂર પડશે. સર્ટિફીકેટ સાથે ઇન્ટર્નને માસિક રૂ. 2000નું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. ઇન્ટર્નશાલા દ્વારા અરજી કરવાનો છેલ્લો દિવસ 13 ઓગસ્ટ છે.

    ગર્લ પાવર ટોક

    ગર્લ પાવર ટોકમાં ઇન્ટર્નશિપ છ મહિનાના સમયગાળા માટે હશે અને સ્ટાઈપેન્ડ 4000થી 8000 રૂપિયાની વચ્ચે રહેશે. પસંદ કરેલા ઉમેદવારોએ ઘરેથી કામ કરવું પડશે અને વેબસાઇટ અને સોશિયલ મીડિયા માટે કન્ટેન્ટ લખવાનું રહેશે. રસ ધરાવતા ઉમેદવારો 13 ઓગસ્ટ પહેલા ઇન્ટર્નશાલા દ્વારા અરજી કરી શકે છે.
    First published:

    Tags: Govt Jobs, Jobs alert, Jobs and Career, Jobs news, Jobs Vacancy