VMC Recruitment 2022: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની ભરતી, અરજી કરવાની અંતિમ તક
VMC Recruitment 2022: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની ભરતી, અરજી કરવાની અંતિમ તક
VMC Recruitment : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જૂનિયર ક્લાર્કની ભરતી
VMC Recruitment 2022 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જૂનિયનર ક્લાર્કની ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તક ગુરૂવારે 10મી માર્ચ છે. અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી અરજી કરી શકાશે.
VMC Recruitment 2022: સરકારી નોકરીની શોધ કરી (Sarkari Naukri) રહેલા ઉમેદવારો અને તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તક આવી છે. આમ તો વીએમસીમાં અનેક પદ પર ભરતી થઈ રહી છે પરંતુ તેમાં સૌથી વધુ ખાલી જગ્યા જુનિયર કલાર્કની છે (VMC Junior Clerk). આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ નજીક છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. ગુરૂવારે આ નોકરી માટે અરજી કરવાની
VMC Recruitment 2022: ખાલી જગ્યા
552 ખાલી જગ્યા પૈકીની 269 જગ્યા બિન અનામત માટે છે જેમાં 88 મહિલા માટેની જગ્યા છે. 55 ઈડબલ્યુએસ છે જેમાં 18 મહિલા માટે છે. 128 ઓબીસી માટે છે જેમાં 42 મહિલા માટે છે. 70 એસસી માટે છે જેમાં 23 મહિલા માટે છે જ્યારે 30 એસટી માટે છે જેમાં 09 મહિલાઓ માટે છે. 23 જગ્યા પીડબલ્યૂડી અને 55 જગ્યાઓ માજી સૈનિકો માટે અનામત રાખવામાં આવી છે.
VMC Recruitment 2022: શૈક્ષણિક લાયકાત
આ નોકરી માટે ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાં 50 ટકા કે તેથી વધુ ગુણ સાથે સ્નાતકની ડિગ્રી મેળવી હોવી અનિવાર્ય છે. આ સાથે કમ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું અનિવાર્ય છે.
VMC Recruitment 2022: પગાર
પસંદ થનારા ઉમેદવારોને ત્રણ વર્ષ માટે રૂપિયા 19950 રૂપિયાનું વેતન આપવામાં આવશે. ત્યારબાદ સરકારના નિયમો મુજબ પગાર મળશે.
વીએમસીની આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા કરવામાં આવશે. ઉમેદવારોએ તૈયારી કરી અને પરીક્ષા આપવાની રહેશે.
VMC Recruitment 2022: અરજી ફી
આ નોકરી માટે ઉમેદવારોએ ઓનલાઇન અરજી ફી ભરવાની રહેશે. બિન અનામત ઉમેદવારો માટે 400 રૂપિયા અરજી ફી રાખવામાં આવી છે જ્યારે અનુ સૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 200 રૂપિયા અરજી ફી રાખવામાં આવી છે.
આ ઉપરાંત વીએમસી દ્વારા વોર્ડ ઓફિસર, રેવન્યુ ઓફિસર, સબ સેનેટરી ઇન્સપેક્ટર અને મલ્ટી પરર્પઝ હેલ્થ વર્કરની ભરતી બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લંક પરથી અરજી કરી શકે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર