Home /News /career /

Vidhyasahayak Merit: વિદ્યાસહાયકનું મેરીટ લિસ્ટ, અહીંથી જાણી શકાશે યાદી

Vidhyasahayak Merit: વિદ્યાસહાયકનું મેરીટ લિસ્ટ, અહીંથી જાણી શકાશે યાદી

Vidhya Sahayak Merit List : વિદ્યા સહાયકની ભરતીનું મેરીટ લિસ્ટ જાહેરા, અહીંથી ચેક કરો યાદી

Vidhyasahayak Bharti Merit List: વિદ્યાસહાયક ભરતીનું મેરીટ આજે બપોરે 3.30 વાગ્યે જાહેર થશે. અહીંયા આપવામાં આવેલી લિંક પરથી જાણી શકાશે. મેરીટ

    Vidhyasahayak Bharti Merit List: રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 3300 વિદ્યાસહાયકની (Vidhyasahayak recruitment 2022) ભરતી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારો જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે વિદ્યાસહાયકની ભરતીનું મેરીટ (Vidhyasahayakbharti merit list) આજે જાહેર કરવામાં આવશે. શિક્ષણ વિભાગની વેબસાઈ પર આજે બપોરે 3.30 વાગ્યાથી આ મેરીટની યાદી જાહેર કરવામાં આવશે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા પણ મેરીટ નિહાળી શકાશે.

    રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા 3300 જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવી છે. આ મેરીટની જાહેરાત અંગે શિક્ષણ વિભાગ દ્વારા અગત્યની સૂચના બહાર પાડવામાં આવી છે. આ સૂચનાઓના આધારે તેમાં સુધારા પણ થઈ શકશે. મેરીટની યાદી જાણવા માટે ઉમેદવારોએ અહીંયા આપવામાં આવેલી લિંક પરથી ડાઉનલોડ કરવાનું રહેશે.

    મેરીટ ચેક કરવા માટે

    મેરીટ ચેક કરવા માટે ઉમેદવારો અહીંયા ક્લિક કરી શકે છે

    મેરીટ કેવી રીતે ચેક કરવું

    વેબસાઈટ પર મેરીટ ક્રમ અને મેરીટ માહિતી જોવા માટે ઉમેદવારોએ પોતાનો ટેટ પરીક્ષાનો નંબર, મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરી લોગીનમાં મૂકેલ મેરીટની લીંક પર ક્લિક કરવાનું રહેશે.

    આ પણ વાંચો : GPSC Calendar: GPSC 2022નું કેલેન્ડર, આશરે 1024 જગ્યાઓ ભરાશે,અહીંથી ચેક કરો વિગતો

    ક્ષતિ સુધારવાનો સમય

    ઉમેદવારના નામ, લાયકાત, કેટેગરી અને મેરટી ગુણમાં જો કોઈ ક્ષતિ હોય તો વેબસાઈટ પર 17-3-2022થી 23-3-2022 દરમિયાન સુધારા કરી અને પત્રકની પ્રીન્ટ જિલ્લા સ્વીકાર કેન્દ્ર પર જમા કરાવવાની રહેશે.

    ઉમેદવારોની ફાઈનલ મેરીટ યાદી અને મેરીટમાં આવતા ઉમેદવારો માટે કોલ લેટર માટેની સૂચના આાગામી સમયમાં બહાર પાડવામાં આવશે.

    આ પણ વાંચો : GATE 2022 Result: ગેટ 2022નું રિઝલ્ટ જાહેર, 18.82% વિદ્યાર્થીઓ પાસ, અહીંથી જાણો વિગતો

    10,000 પ્રવાસી શિક્ષકોની નિમણૂક

    રાજ્યમાં કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતિ બાદ શાળાઓ ખુલી ગઈ છે. આ સ્થિતિમાં શાળાઓમાં શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે. રાજ્યમાં કચ્છ જિલ્લાની 100 શાળાઓમાં એક જ શિક્ષક છે જ્યારે કે કુલ 700 શાળાઓ એવી છે જેમાં એક જ શિક્ષક છે. અગાઉ સ્થિતિને ધ્યાને રાખીને સરકારે રાજ્યમાં કુલ 10,000  પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે.

    ઉમેદવારોની સંખ્યા વધારવાની માગ

    શિક્ષકોની ભરતી માટે હાલ 33,00 જગ્યા માટે ભરતી બહાર પડી છે ત્યારે ઉમેદવારો દ્વારા શિક્ષકોની સંખ્યા વધારવાની માગ કરવામાં આવી છે. શિક્ષકોની વધુ સંખ્યામાં ભરતી કરવામાં આવે તેવી યોગ્યતા ધરાવતા ઉમેદવારોની માંગ છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन