Home /News /career /Vi Recruitment: Vi એ ગુજરાતમાં બહાર પાડી 40,000 નોકરીઓ, ગ્રાહકોને મળશે પ્રથમ પ્રાયોરિટી

Vi Recruitment: Vi એ ગુજરાતમાં બહાર પાડી 40,000 નોકરીઓ, ગ્રાહકોને મળશે પ્રથમ પ્રાયોરિટી

vi માં ભરતી

vi recruitment: વીઆઈએ અપના સાથે પાર્ટનરશિપમાં ગુજરાત ક્ષેત્રમાં આશરે 40,000 નોકરીઓની તકો ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે.

    Jobs and Career: ભારતની અગ્રણી ટેલિકોમ ઓપરેટર હોવાનો દાવો કરતી વીઆઈએ (Vi) અપના સાથે પાર્ટનરશિપમાં ગુજરાત ક્ષેત્રમાં આશરે 40,000 નોકરીઓની (Jobs in Vi) તકો ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. કંપનીનું કહેવું છે કે, આ નોકરીની શરૂઆત છેલ્લા ત્રણ મહિનામાં થશે. જેનાથી સ્થાનિક ભારતીય યુવાનોને રોજગાર (Vi Recruitment)ની તકો મળશે.

    વી જોબ્સે વીએપ પર જોબ સર્ચિંગ પ્લેટફોર્મ 'અપના'ને ઇન્ટીગ્રેટ કર્યું છે. આ દરખાસ્ત વીઆઈ ગ્રાહકોને મફત પ્રાયોરિટી એક્સેસ પ્રદાન કરે છે, સાથે જ સુનિશ્ચિત કરે છે કે વીઆઈ યુઝર્સના રીઝ્યૂમ ટોપ સર્ચમાં દેખાય. જેથી જોબ આપનારી ફર્મ્સને આ રીઝ્યૂમ ટોચ પર દેખાય અને તેના યુઝર્સને નોકરીની બમણી તકો મળી રહે.

    છેલ્લા 3 મહિનામાં 12,000થી વધુ નોકરીદાતાઓએ ગુજરાતમાં નોકરીની વિવિધ તકો અપલોડ કરી છે.

    ગુજરાતમાં નોકરી શોધનારાઓ Vi- અપના ભાગીદારીનો લાભ લઈ રહ્યા છે અને ગુજરાતમાં તેમની પસંદગીની વિવિધ હાઇપરલોકલ નોકરીઓ માટે અરજી કરી રહ્યા છે. સૌથી વધુ અરજદારો અમદાવાદ, સુરત અને વડોદરાના માર્કેટમાંથી છે, જેમણે સેલ્સ અને માર્કેટિંગમાં નોકરીઓમાં સૌથી વધુ રસ દાખવ્યો છે.

    ગુજરાતમાં અન્ય નોકરીઓ-


    - અકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ

    - સોફ્ટવેર એન્ડ વેબ ડેવલપમેન્ટ

    - બેક ઓફિસ વર્ક

    - ડિલીવરી

    - રેસ્ટોરન્ટ સંબંધિત નોકરીઓ

    - BPO-સંબંધિત નોકરીઓ જેમ કે ટેલિ-કોલિંગ, ટેલિસેલ્સ; માર્કેટિંગ નોકરીઓ જેમ કે ફિલ્ડ સેલ્સ, ડિજિટલ અને ઓનલાઈન માર્કેટિંગ

    - બિઝનેસ ડેવલપમેન્ટ

    આ પણ વાંચોઃ-Gujarat Bsc Nursing Admission: ગુજરાત B.Sc નર્સિંગ માટે આજથી શરુ એડમિશન, વાંચો સંપૂર્ણ વિગત


    હાયપર-લોકલ તકોની સરળ ઍક્સેસ, વર્ક ફ્રોમ હોમનો વિકલ્પ અને ફ્લેક્સિબલ કામના કલાકો જેવા પરિબળો વધુ મહિલાઓને અર્થતંત્રમાં લાવી રહ્યા છે. ઉપરાંત, ગુજરાતમાં લગભગ 30 ટકા યુઝર્સ એવી મહિલાઓ છે, જેઓ ટેલીકોલર, બેક ઓફિસ, એકાઉન્ટન્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર વગેરેની જગ્યાઓ સહિત અનેક નોકરીઓ માટે સક્રિયપણે અરજી કરે છે.

    આ પણ વાંચોઃ-GPSC Recruitment 2022: GPSC ક્લાસ-1, 2ના 245 પદો માટેની ભરતી, આજથી અરજી પ્રક્રિયા શરૂ

    વર્ક ફ્રોમ હોમ (WFH) પણ ગુજરાતની મહિલાઓમાં એક લોકપ્રિય વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે જેઓ હવે ઘરેથી કામ કરી શકે છે. ગુજરાતમાં સૌથી વધુ લાગુ થતી નોકરીઓ માટેનો માસિક પગાર રૂ. 10,000થી 40,000ની રેન્જમાં છે.

    વી જોબ્સ સર્વિસ તમામ વીઆઇ ગ્રાહકો માટે વિના મૂલ્યે ઉપલબ્ધ છે. યુઝર્સ વીઆઈ એપ્લિકેશન પર વીઆઈ જોબ્સને એક્સેસ કરી શકે છે. વપરાશકર્તાઓ ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી વીઆઈ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકે છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Career News, Jobs and Career, Naukari

    विज्ञापन
    विज्ञापन