Home /News /career /Gujarat Forest Recruitment 2022: વનરક્ષક ભરતીની શારીરિક કસોટીની તૈયારી કઈ રીતે કરવી? જાણો કોચ પાસેથી મૂંઝવતા પ્રશ્નોના જવાબ

Gujarat Forest Recruitment 2022: વનરક્ષક ભરતીની શારીરિક કસોટીની તૈયારી કઈ રીતે કરવી? જાણો કોચ પાસેથી મૂંઝવતા પ્રશ્નોના જવાબ

Gujarat Forest Gaurd Recruitment 2022

Gujarat Vanrakshak Bharti 2022: ઘણા ઉમેદવારો એવા છે કે તેને શારીરિક કસોટી માટે કેવી રીતે તૈયારી કરવી તેની સમજ ઘણી ઓછી હોય છે. ત્યારે  ગિરનાર સ્પોર્ટ્સ એકેડેમી, જુનાગઢના એથ્લેટિક કોચ સાગર કટારીયા ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ સંવાદ કર્યો હતો. સાગર કટારીયા વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં લેવાતી શારીરિક કસોટીની તૈયારી કરાવે છે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
Gujarat Forest Gaurd Recruitment 2022 Physical Test: રાજ્યના વનવિભાગ હસ્તકની વર્ગ-૩ની વનરક્ષક (બીટગાર્ડ) ની 823 જગ્યાઓની સીધી ભરતીની અરજી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલ છે. (Vanrakshak Bharti 2022). આ વન રક્ષક ભરતી 2022ને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારો લેખિત પરીક્ષા અને ફિઝિકલ ટેસ્ટ (Gujarat Forest Ground Test Tips) માટે તનતોડ મહેનત કરવાની તૈયારીમાં જોતરાઈ ગયા છે.

ત્યારે ઘણા ઉમેદવારો એવા છે કે તેને શારીરિક કસોટી માટે કેવી રીતે તૈયારી કરવી તેની સમજ ઘણી ઓછી હોય છે. ત્યારે  ગિરનાર સ્પોર્ટ્સ એકેડેમી, જુનાગઢના એથ્લેટિક કોચ સાગર કટારીયા ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ સંવાદ કર્યો હતો. સાગર કટારીયા વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં લેવાતી શારીરિક કસોટીની તૈયારી કરાવે છે.

ગુજરાત પોલીસ , વન વિભાગ, આર્મી જેવી પરીક્ષાઓમાં મોટી સંખ્યામાં ઉમેદવારોને સફળતા અપાવી છે. તેની પાસેથી વનરક્ષકની તૈયારી કરતાં ઉમેદવારોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવાનો પ્રયાસ કરીશું. સાથે સાથે સમગ્ર ભરતી પ્રક્રિયા દરમ્યાન શારીરિક કસોટીના તમામ પાસાઓને જાણવાનો પ્રયાસ કરીશું.

વન રક્ષકની શારીરિક કસોટી કેવી હોય છે ?

  • વન રક્ષકની કસોટી એ ખુબજ મહેનત અને સમય માંગીલે તેવી કસોટી છે. જેના વિવિધ માપદંડ નીચે મુજબ છે.


પુરુષ ઉમેદવાર માટે
અનુ.ક્ર. શારીરિક ક્ષમતા કસોટીની વિગતસમય અને માપ
માજી સૈનિક સિવાયમાજી સૈનિક
૧૬૦૦ મીટર દોડ૬ મિનિટ૬.૩૦ મિનિટ
ઊચો કૂદકો૪ ફુટ ૩ ઇંચ૪ ફૂટ
લાંબો કૂદકો૧૫ ફૂટ૧૪ ફૂટ
પુલઅપ્સ (હથેળી પોતાની બાજુએ રહે તે રીતે)ઓછામાં ઓછા ૮ વખતઓછામાં ઓછા ૮ વખત
રસ્સા ચઢ૧૮ ફૂટ૧૮ ફૂટ

આ પણ વાંચો:  ITI Job in Gujarat: શું તમારી પાસે છે ITIનું સર્ટિફિકેટ ? તો આ વિભાગમાં તમને મળી શકે છે સરકારી નોકરી, જાણો અહી
વર્ગઊંચાઈછાતી (ન્યૂનતમ)વજન
ફુલાવ્યા વગરફુલાવેલ
મૂળ ગુજરાતનાં અનુસુચિત જનજાતિ ઉમેદવારો માટે૧૫૫ સેન્ટિમીટર૭૯ સેન્ટિમીટર૮૪ સેન્ટિમીટર૫૦ કિલોગ્રામ
ઉમેદવાર (ગુજરાતનાં અનુસુચિત જનજાતિ સિવાયના) માટે૧૬૩ સેન્ટિમીટર૭૯ સેન્ટિમીટર૮૪ સેન્ટિમીટર૫૦ કિલોગ્રામ
·         છાતીનો ફુલાવો ઓછામાં ઓછો ૫ (પાંચ) સેન્ટિમીટર હોવો જારુરી છે.

Gujarat Forest Gaurd Recruitment 2022 Physical Test
Gujarat Forest Gaurd Recruitment 2022


મહિલા ઉમેદવારો માટે
અનુ.ક્ર. શારીરિક ક્ષમતા કસોટીની વિગતસમય અને માપ
માજી સૈનિક સિવાયમાજી સૈનિક
૮૦૦ મીટર દોડ૪ મિનિટ૪ મિનિટ ૨૦ સેકન્ડ
ઊચો કૂદકો3 ફૂટ૨ ફૂટ ૯ ઇંચ
લાંબો કૂદકો૯ ફૂટ૮ ફૂટ


વર્ગઊંચાઈવજન
મૂળ ગુજરાતનાં અનુસુચિત જનજાતિ ઉમેદવારો માટે૧૪૫ સેન્ટિમીટર૪૫ કિલોગ્રામ
ઉમેદવાર (ગુજરાતનાં અનુસુચિત જનજાતિ સિવાયના) માટે૧૫૦ સેન્ટિમીટર૪૫ કિલોગ્રામ

2. ઉમેદવારોએ શરૂઆતમાં કઈ રીતે તૈયારી કરવી ?

• સૌપ્રથમ શારીરિક કસોટીની તૈયારી કરતાં હોય ત્યારે ગ્રાઉન્ડ પર સીધું જ રનિંગ ચાલુ કરી દેવું ન જોઈએ. સામાન્ય રીતે મોટાભાગના ઉમેદવારો આ રીતે જ તૈયારી શરૂ કરતાં હોય છે. જે તેમની સૌથી મોટી ભૂલ છે.

• શરૂઆત નોર્મલ વોકથી કરવી. ત્યારબાદ 5 થી 10 મિનિટ નોર્મલ રનિંગ કરવું. રનિંગ કર્યા બાદ બેઝિક ડાયનામિક એકસરસાઈઝ કરવી. આ રીતે બોડી વોર્મ અપ થયા બાદ જ શેડ્યુલ મુજબની તૈયારી શરૂ કરવી જોઈએ.

• આમ, ગ્રાઉન્ડ પર ફક્ત રનિંગ જ કરવાનું ન હોય. રનિંગ કરી મેદાન પરથી તાત્કાલિક નીકળી જવાનું નથી.
3. ડાયેટ કેવી હોવી જોઈએ ?

અગત્યનો મુદ્દો ડાયેટ


• સૌથી અગત્યનો મુદ્દો ડાયેટ છે. ઉમેદવારોને ડાયેટનું મહત્વ સમજવું ખુબજ જરૂરી છે. ગ્રાઉન્ડ પર વર્ક કર્યા બાદ લાંબા સમય સુધી જો ડાયેટ લેવામાં ન આવે તો મસલ્સમાં અને જોઈન્ટમોટી ઇન્જરી થવાની શક્યતા રહે છે. ત્યારબાદ જે રીઝલ્ટ મળવું જોઈએ એ મળતું નથી.

• પ્રેક્ટિસ માટે શેડ્યુલ બનાવવું ખુબજ જરૂરી છે. પ્રેક્ટિસ કઈ રીતે કરવી, રનિંગ કઈ રીતે કરવું, જેમાં હાથના મુવમેન્ટ પગના મુવમેન્ટ, અપર બોડી વગેરે જો તમે ટેકનીકલી ન કરતાં હોય તો ઘણું નુકશાન થઈ શકે છે. જેમ કે “ સીન પેઇન” વગેરે. અને ખાસ તો રોજ ફ્ક્ત રનિંગ જ કરવાથી રીઝલ્ટ મળતું નથી.

• આન્ય બાબતો જેવી કે બુટ પણ ખૂબ જરૂરી છે અને ક્યારેય પણ ખુલ્લા પગે રનિંગ કરવું જોઈએ નહીં.

• ડાયેટમાં ચણા, મગ, કીસમિસ,બદામ વગેરે પલાળીને લેવા ઉપરાંત દૂધ, ખજૂર, ફળ, કાચા શાકભાજી વગેરે લેવા જોઈએ. આમ ડાયેટ ના પણ જુદા જુદા પ્રકારો છે.

4. શું દરેક માટે એક પ્રકારની જ ડાયેટ હોય છે ?


• વ્યક્તિના ડાયેટ માં તેના વજન પ્રમાણે પ્લાન બનાવવાનો હોય છે. વધુ વજન હોય તેવા વ્યક્તિ માટે પ્લાન જુદો હોય છે. તેવી જ રીતે ઓછા વજન ધરાવતા વ્યક્તિ માટે પણ ડાયેટ પ્લાન અલગ હોય છે. દરેક વ્યક્તિની શારીરિક રચના સરખી હોતી નથી આથી દરેકનો ડાયેટ પ્લાન એક સરખો હોય શકે નહીં

5. ઉમેદવારોએ કઇ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ?


• ઉમેદવારોએ સૌ પ્રથમ એક લક્ષ્ય નિર્ધારિત કરી લેવું જોઈએ. જેમ કે પોલીસ કે ફોરેસ્ટ ની પરીક્ષા પાસ કરવાનું લક્ષ્ય હોય તો તે પ્રમાણે તૈયારી કરવી. આ માટે શારીરિક કસોટીની તૈયારી અત્યારથી શરૂ કરી દેવી જોઈએ. લેખીત પરીક્ષાની સાથે સાથે શારીરિક કસોટીની પણ તૈયારી સાથે કરવી જરૂરી છે. કારણ કે લેખીત પરીક્ષા પાસ કર્યા બાદ શારીરિક કસોટી હોય જ છે. આથી એક લક્ષ્ય પ્રમાણે તૈયારી કરવી જરૂરી છે.

Gujarat Forest Gaurd Recruitment 2022 Physical Test
Gujarat Forest Gaurd Recruitment 2022

6. કઈ કસોટીને કેટલો સમય આપવો ?


• વન રક્ષકમાં લેખીત કસોટીની હજુ તારીખ જાહેર થઈ નથી. આથી હમણાં શારીરિક કસોટી પર થોડું ધ્યાન આપવું જોઈએ અને એમાં પણ 1600 મીટર રનિંગને ઓછા સમયમાં રનિંગ કરી શકીએ તેમાં વધારે ધ્યાન આપવું જોઈએ. તથા લાંબી કૂદ, ઊંચી કૂદમાં હમણાં વધારે પ્રેક્ટિસ ન કરવી કારણ કે નાની ઇન્જરી પણ થાય તો તે નુકશાન થઈ શકે છે.

સૂચન : શારીરિક કસોટીની તૈયારી દરમિયાન નાની નાની વાતને આપણે નજરઅંદાજ કરીએ છીએ. દા.ત. રનિંગનું શેડ્યુલ, ડાયેટનું શેડ્યુલ, આરામનું શેડ્યુલ વગેરે. જેને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ કરવી જોઈએ.

એક પરફેક્ટ શેડ્યુલ બનાવવું ખુબજ જરૂરી છે. રનિંગ માટેની પ્રોપર ગાઈડલાઇન હોવી જોઈએ. વિષયના જાણકાર કોચ પાસેથી માહિતી પ્રાપ્ત કરી અથવા તેમની પાસેથી તાલીમ મેળવવી જોઈએ. સ્પોર્ટ્સ સાથે સંકળાયેલ વ્યક્તિ તો શારીરિક કસોટી પાસ કરી શકે છે પરંતુ રનિંગનું જ્ઞાન ન હોય તેવા ઉમેદવારે તો કોઈ પ્રોફેશનલ કોચ પાસેથી જ તાલીમ લેવી જોઈએ.

આ પણ વાંચો:  આગામી 29 જાન્યુઆરીએ લેવાનારી તલાટીની પરીક્ષાની તૈયારીઓ શરૂ, જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસોને અપાઈ સૂચના

નોંધ: ભરતી સબંધી કોઈ પણ બાબત પર આખરી નિર્ણયો ધ્યાને લેતા પહેલા ગુજરાત વન વિભાગ દ્વારા બહાર પડેલી ભરતીની સત્તાવાર સૂચના PDF ધ્યાનપૂરવર્ક વાંચી લેવી
Published by:Rahul Vegda
First published:

विज्ञापन
विज्ञापन