Home /News /career /ITBP Recruitment 2022: ઘો 12 પાસ યુવાનો માટે સરકારી નોકરી, ITBP એ કરી ભરતીની જાહેરાત; 81,000 રૂપિયા મળશે પગાર
ITBP Recruitment 2022: ઘો 12 પાસ યુવાનો માટે સરકારી નોકરી, ITBP એ કરી ભરતીની જાહેરાત; 81,000 રૂપિયા મળશે પગાર
આ જગ્યાઓ માટે 7 નવેમ્બર સુધી અરજી કરી શકાશે
ITBP Head Constable Recruitment 2022: ઉમેદવાર અરજી કરતા પહેલા આપવામાં આવેલી તમામ ખાસ બાબતોને ધ્યાનથી વાંચે. આ ભરતી પ્રક્રિયા હેઠળ ઉમેદવાર ITBP માં નોકરી મેળવી શકે છે.
નવી દિલ્હીઃ ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસે ફોર્સે હેડ કોન્સ્ટેબલના હોદ્દા પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદવાર જે આ જગ્યાઓ માટે અરજી કરવા માંગે છે, તે ITBPની સત્તાવાર વેબસાઈટ recruitment.itbpolice.nic.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 19 ઓક્ટોબરના રોજ શરૂ કરી દેવામાં આવી છે.
કુલ 40 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.
આ ઉપરાંત ઉમેદવાર સીધા જ આ લિંક https://recruitment.itbpolice.nic.in/ પર ક્લિક કરીને આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. સાથે જ આ લિંક ITBP Head Constable Recruitment 2022 Notification PDF દ્વારા સત્તાવાર સૂચનાઓ પણ મેળવી શકે છે, આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 40 જગ્યાઓ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. આમાં 34 જગ્યાઓ પુરુષ ઉમેદવારો માટે અને 6 મહિલા ઉમેદવારો માટે છે.
ITBP Head Constable માટે મહત્વપૂર્ણ તારીખ
ઓનલાઈન અરજી કરવા માટે શરૂઆતની તારીખ- 19 ઓક્ટોબર ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લી તારીખ- 17 નવેમ્બર