Home /News /career /SAIL Sarkari Naukari 2022: SAILમાં 300 પોસ્ટ માટે ભરતીની જાહેરાત, અરજી પ્રક્રિયા શરૂ; પગાર પણ સારો મળશે

SAIL Sarkari Naukari 2022: SAILમાં 300 પોસ્ટ માટે ભરતીની જાહેરાત, અરજી પ્રક્રિયા શરૂ; પગાર પણ સારો મળશે

SAIL માં 300 પોસ્ટ માટે ભરતી

SAIL Sarkari Naukari 2022: અરજી કરનાર ઉમેદવાર આપવામાં આવેલી તમામ બાબતોને ધ્ચાનથી વાંચે. સાથે જ આ ભરતી પ્રક્રિયા હેઠળ ઉમેદવાર SAIL માં નોકરી મેળવી શકે છે.

    નવી દિલ્હીઃ સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડે એક્ઝિક્યુટિવ અને નોન એક્ઝિક્યુટિવ પોસ્ટ પર ભરતી માટે અરજી મંગાવી છે. ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદવારો જે આ હોદ્દાઓ માટે અરજી કરવા માંગે છે, તે SAILની સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

    કુલ 333 પોસ્ટ પર ઉમેદવારોની ભરતી

    આ ઉપરાંત ઉમેદવાર સીધા જ લિંક https://sail.co.in/ પર ક્લિક કરીને આ હોદ્દાઓ માટે અરજી કરી શકે છે.  આ સાથે જ આ લિંક SAIL Recruitment 2022 Notification PDF દ્વારા ઉમેદવાર સત્તાવાર સૂચનાઓ મેળવી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 333 પોસ્ટ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.

    આ પણ વાંચોઃ 10 પાસ યુવાનો માટે ગૃહ વિભાગમાં બમ્પર ભરતી

    SAIL Recruitment 2022 માટે મહત્વપૂર્ણ તારીખ

    આવેદન કરવા માટે છેલ્લી તારીખ - 30 સપ્ટેમ્બર

    SAIL Recruitment 2022 માટે ખાલી જગ્યાઓની વિગત

    કુલ પોસ્ટની સંખ્યા - 333
    એક્ઝિક્યુટિવ - 8 પોસ્ટ
    નોન એક્ઝિક્યુટિવ - 325 પોસ્ટ

    આ પણ વાંચોઃ જીપીએફ અને જૂની પેન્શન યોજનામાં કેવી રીતે કર્મચારીઓને સમાવાશે

    SAIL Recruitment 2022 માટે યોગ્યતાના માપદંડ

    ઉમેદવારો પાસે સત્તાવાર સૂચનામાં આપેલી માહિતી અનુસાર યોગ્યતા હોવી આવશ્યક છે.

    SAIL Recruitment 2022 માટે અરજી ફી

    આસિસ્ટેન્ટ મેનેજરઃ સામાન્ય\ઓબીસી\ઈડબ્લ્યૂએસ શ્રેણી માટે અરજી ફી 700 રૂપિયા અને SC\ST\PWD\ESM\વિભાગીય ઉમેદવારો માટે 200 રૂપિયા છે.

    ઓપરેટર-કમ-ટેકનિશિયન, ખાણકામ ફોરમેન, મોજણીદાર, ફાયર ઓપરેટર અને ઓપરેટર-કમ-ટેકનિશિયનઃ સામાન્ય\ઓબીસી\ઈડબ્લ્યૂએસ શ્રેણીના ઉમેદવારો માટે 500 રૂપિયા અને SC\ST\PWD\ESM\વિભાગીય ઉમેદવારો માટે 150 રૂપિયા છે.

    SAIL Recruitment 2022 માટે પસંદગી પ્રક્રિયા

    પસંદગી પ્રક્રિયામાં નક્કી કરેલી તારીખે હિન્દી\અંગ્રેજીમાં કમ્પ્યૂટર આધારિત પરીક્ષા સામેલ હશે. કમ્પ્યૂટર આધારિત ટેસ્ટમાં 2 વિભાગમાં 100 ઉદેશ્ય આધારિત પ્રશ્નો હશે. પરીક્ષાનો સમય બે કલાકનો રહેશે અને યૂઆર\ડબ્લ્યૂએસ માટે મહત્તમ યોગ્યતા 50 ટકાવારીનો સ્કોર, SC\ST\OBC\PWD શ્રેણી માટે 40 ટકાવારીનો મહત્તમ સ્કોર જરૂરી છે.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Goverment job, Recruitment 2022, Sarkari Naukari

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन