Home /News /career /UPSESSB TGT PGT Recruitment: શિક્ષકોના 4163 પદો માટે આવી ભરતી, આ તારીખ પહેલા કરો અરજી

UPSESSB TGT PGT Recruitment: શિક્ષકોના 4163 પદો માટે આવી ભરતી, આ તારીખ પહેલા કરો અરજી

શિક્ષકોની ભરતી

UPSESSB TGT PGT Recruitment 2022: UPSESSBએ 2022માં (UPSESSB Recruitment 2022) ઉત્તર પ્રદેશમાં ઉપલબ્ધ વિવિધ શિક્ષણ પદો માટેની ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે.

Jobs and career: લાંબી રાહ બાદ આખરે યુપીમાં શિક્ષકો (Teacher Jobs in UP)ની 4,163 પોસ્ટ માટે જગ્યાઓ જાહેરાત કરવામાં આવી છે. જે માટે 21 વર્ષ અને તેથી વધુ ઉંમરના પાત્ર ઉમેદવારો અરજી કરી શકે છે. UPSESSB એ 2022માં (UPSESSB Recruitment 2022) ઉત્તર પ્રદેશમાં ઉપલબ્ધ વિવિધ શિક્ષણ પદો માટેની ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે. ટ્રેઇન ગ્રેજ્યુએટ ટીચર (TGT) ખાલી જગ્યાઓ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર (PGT) ની ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. જેમાં શિક્ષકો માટે કુલ 4,163 જગ્યાઓ ઉપલબ્ધ છે. આ જાહેરાતો ઉત્તર પ્રદેશના અગ્રણી અખબારો અને સામયિકોમાં એક જાહેરાત દ્વારા કરવામાં આવી હતી.

બંને કેટેગરી (ટીજીટી અને પીજીટી) માટે નવા શિક્ષકો માટે રજીસ્ટ્રેશન આજથી એટલે કે 9 જૂન 2022થી શરૂ થવાના છે. શિક્ષકોએ ફક્ત ઉત્તર પ્રદેશ પરીક્ષા ભવન પર જ ઓનલાઇન અરજી કરેલી હોવી જોઇએ. ઉત્તર પ્રદેશ માધ્યમિક શિક્ષણ સેવાઓ પસંદગી બોર્ડની વેબસાઇટ પર પાત્રતા માપદંડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમની સત્તાવાર વેબસાઇટ પર માહિતી મેળવવા અહીં ક્લિક કરો છે.
જગ્યાઓ4163
વધુ માહિતી માટેનોટિફિકેશન
અરજીની કરવાની શરૂ થતી તારીખ9/6/2022
અરજી કરવાની છેલ્લી તારીખ3/7/2022
પગાર44,900થી 1,51,100 સુધી
વયમર્યાદાઅરજી માટેની લઘુત્તમ ઉંમર 21 છે અને ટીજીટી અને પીજીટી બંને માટે મહત્તમ વય કોઈ મર્યાદા નથી.
ક્યાં અરજી કરવીઅરજી કરવા અહીં ક્લિક કરો

માપદંડમાં જણાવ્યા મુજબ ઉમેદવાર પાસે તમામ જરૂરી પ્રમાણપત્રો હોવા જોઈએ અને તે જ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. TGT અને PGT બંને પોસ્ટ માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 3 જુલાઈ 2022 છે. પાત્ર ઉમેદવારો એ જ તારીખે રજીસ્ટ્રેશન માટે ફી જમા કરી શકે છે અથવા રજીસ્ટ્રેશન ફી જમા કરવાની છેલ્લી તારીખ 6 જુલાઈ 2022 છે. અરજી ફોર્મ ઓનલાઇન ઉપલબ્ધ છે અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ યોગ્ય રીતે ભરવાના અને ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. ઉમેદવારો દ્વારા અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 9 જુલાઈ 2022 છે.


લાયક ટીજીટી અને પીજીટી ઉમેદવારો માટેની પરીક્ષાની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ટીજીટીની ઉપલબ્ધ પોસ્ટ્સમાં 3,213 પુરુષો અને 326 મહિલાઓ સામેલ છે. અરજી માટે ઉપલબ્ધ ખાલી જગ્યાઓ માટેના વિષયોમાં અંગ્રેજી, હિન્દી, ગણિત, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત, શારીરિક શિક્ષણ, વિજ્ઞાન, હોમ સાયન્સ, કલા, વાણિજ્ય, સિંગિંગ અને મ્યૂઝિક, કૃષિ, બાયોલોજી, ઉર્દૂ અને મ્યૂઝીકનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ-IBPS RRB Recruitment 2022: ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે બેંકમાં નોકરીની તક, મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓ પર થશે ભરતી

પીજીટી પોસ્ટ્સ 549 પુરુષો અને 75 સ્ત્રીઓ માટે છે, તેમાં વિષયોમાં સિવિક્સ, કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી, ભૂગોળ, ગણિત, અંગ્રેજી, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, હિન્દી, કૃષિ, શિક્ષણ શાખા, મનોવિજ્ઞાન, સંસ્કૃત અને કલાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ-Career Tips: સંરક્ષણ, સાયબર અને AI ક્ષેત્રે પણ છે કારકિર્દીની ઉજ્જવળ તક, જાણો ક્યાં લેશો એડમિશન

પગારધોરણ

ટીજીટી – રૂ.44,900- 1,42,000 (લેવલ-7)

પીજીટી – રૂ.47600 – 1,51,100 (લેવલ-8)

અરજી માટેની લઘુત્તમ ઉંમર 21 છે અને ટીજીટી અને પીજીટી બંને માટે મહત્તમ વય કોઈ મર્યાદા નથી.
First published:

Tags: Career News, Jobs and Career, Jobs news, Sarkari Naukri, Sarkari Naukri 2022

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો