UPSCCSE Mains Admit Card 2022: UPSC સિવિલ સર્વિસ મેઇન્સ પરીક્ષા 2022માં માટે શોર્ટલિસ્ટ થયેલા તમામ વિદ્યાર્થીઓના એડમિટ કાર્ડ(Admit Card) જારી કર્યા છે. આ પરીક્ષા 16 થી 24 સપ્ટેમ્બર 2022 દરમિયાન યોજાવાની છે.
UPSC Civil Service Mains Admit Card 2022 : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ UPSC સિવિલ સર્વિસ મેઇન્સ પરીક્ષા 2022માં માટે શોર્ટલિસ્ટ થયેલા તમામ વિદ્યાર્થીઓના એડમિટ કાર્ડ (Admit Card) જારી કર્યા છે. આ પરીક્ષા 16 થી 24 સપ્ટેમ્બર 2022 દરમિયાન યોજાવાની છે. તેથી, વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ કમિશનની વેબસાઇટની મુલાકાત લઈને UPSC CSE એડમિટ કાર્ડ ડાઉનલોડ કરે.
વિદ્યાર્થીઓ માટે આ લેખમાં UPSC સિવિલ સર્વિસ મેઇન્સ માટે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની લિંક પણ આપવામાં આવી છે.
મહત્વપૂર્ણ બાબતો:
વિદ્યાર્થીઓએ પરીક્ષા હોલમાં પ્રવેશ મેળવવા માટે દરેક સત્રમાં એડમિટ કાર્ડની પ્રિન્ટ-આઉટ લાવવી જરૂરી છે અને તેને ઓરીજીનલ ફોટો આઇડી કાર્ડ સાથે રાખવું. જેનો નંબર ઈ-એડમિટ કાર્ડમાં ઉલ્લેખિત છે.
વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે પરીક્ષા ખંડમાં કોઈપણ કિંમતી ચીજવસ્તુઓ/ખર્ચાળ વસ્તુઓ ન લાવો કારણ કે તેની સલામતીની ખાતરી આપી શકાતી નથી. આ અંગે કોઈપણ નુકસાન માટે પંચ જવાબદાર રહેશે નહીં.
દરેક સત્રમાં પરીક્ષા શરૂ થવાના નિર્ધારિત સમયની 30 મિનિટ પહેલાં પરીક્ષા હોલમાં પ્રવેશ કરી શકશે. પરીક્ષાહોલમાં દરેક સત્રમાં પરીક્ષાનાનો નક્કી સમય શરૂ થાય તેનું 10 મિનિટ પહેલા પ્રવેશ બંધ થાય છે.