સંઘ લોક સેવા આયોગ (UPSC)માં નોકરી શોધી રહેલા યુવાનો માટે એક સારો મોકો આવ્યો છે. તેના માટે UPSCએ આર્કિવિસ્ટ અને અન્ય પદ (UPSC Vacancy 2022) પર ભરતી માટે અરજીઓ મગાવી છે.
UPSC Vacancy 2022: સંઘ લોક સેવા આયોગ (UPSC)માં નોકરી શોધી રહેલા યુવાનો માટે એક સારો મોકો આવ્યો છે. તેના માટે UPSCએ આર્કિવિસ્ટ અને અન્ય પદ (UPSC Vacancy 2022) પર ભરતી માટે અરજીઓ મગાવી છે. ઈચ્છુક તથા યોગ્ય ઉમેદવાર જે આ પદ પર અપ્લાય કરવા માગે છે, તે UPSCની સત્તાવાર વેબસાઈટ upsc.gov.in પર જઈને અરજી કરી શકશે. આ પદ માટે અપ્લાઈ કરવાની અંતિમ તારીખ 29 ડિસેમ્બર છે.
આ ઉપરાંત ઉમેદવાર ડાયરેક્ટ લિંક પર ક્લિક કરીને પણ આ પદ પર અરજી કરી શકે છે. સાથે જ સત્તાવાર નોટિફિકેશન પણ ચેક કરી શકશે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 19 પદ ભરવામાં આવશે.