Home /News /career /UPSC Success Story: પહેલા જ પ્રયત્નમાં બન્યા IAS, લિસ્ટમાં ઉપરથી રિઝલ્ટ જોવાની હિંમત નહોતી થતી

UPSC Success Story: પહેલા જ પ્રયત્નમાં બન્યા IAS, લિસ્ટમાં ઉપરથી રિઝલ્ટ જોવાની હિંમત નહોતી થતી

યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા આઈએએસ સૌમ્યા પાંડે

UPSC Success Story: UPSC સિવિલ સર્વિસની પરીક્ષા આપીને આઈએએસ અધિકારી સૌમ્યા પાંડેએ ચોથો રેંક પ્રાપ્ત કર્યો હતો. હાલ તેઓ યુપીમાં સેવાઓ આપી રહ્યા છે. સૌમ્યા પાંડેને પોતાનું પરિણામ જોતા પણ ડર લાગતો હતો. તેમણે પોતાનું પરિણામ નીચેથી ઉપર જોવાનું ચાલુ કર્યું હતું.

વધુ જુઓ ...
IAS Saumya Pandey, UPSC Success Story: આઈએએસ અધિકારી બનવા માટે યુવાનો તનતોડ મહેનત કરતા હોય છે. પરંતુ ઘણી વખત તેમને પોતાની મહેનત પર વિશ્વાસ થતો નથી. એવામાં સફળતા મળ્યા પછી પણ તેઓ પોતાનું પરિણામ વારંવાર ચેક કરતા હોય છે. આવું કંઈક જ પ્રયાગરાજમાં જન્મેલા આઈએએસ અધિકારી સૌમ્યા પાંડે સાથે થયું છે. સોશિયલ મીડિયા પ સૌમ્યાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ જણાવે છે કે યુપીએસસીની ફાઈનલનું પરિણામ આવ્યું તો તેમણે પોતાનું નામ નીચેથી ઉપરની તરફ શોધવાનું શરુ કર્યું હતું. નામ ના મળ્યું તો તેઓ નિરાશ થઈ ગયા હતા. પરંતુ જેવા તેઔ ઉપર પહોંચ્યા કે તેમની ખુશીનો પાર નહોતો રહ્યો. તેમણે યુપીએસસી સિવિલ સર્વિસની પરીક્ષા પાસ જ નહોતી કરી પરંતુ ટોપ પર રહ્યા હતા. તેમણે ઓલ ઈન્ડિયામાં ચોથો રેંક પ્રાપ્ત કર્યો હતો.

આઈએએસ સૌમ્યા પાંડે 2016ની બેચના છે. તેમણે પહેલા જ પ્રયાસમાં યુપીએસસી ક્રેક કરી લીધી હતી. સૌમ્યાના એકેડેમિક કરિયરની વાત કરીએ તો તેમણે ધોરણ-10માં 98 ટકા મેળવ્યા હતા, અને ધોરણ-12માં 97.8 ટકા મેળવ્યા હતા. આ સિવાય તેઓ એન્જિનિયરિંગમાં ગોલ્ડ મેડાલિસ્ટ રહ્યા હતા.


ઉપરથી પોતાનું નામ જોવાની હિંમત નહોતી થતી


આઈએએસ સૌમ્યા પાંડે જણાવે છે કે 2016માં તેમણે પરીક્ષા આપી હતી. 2017માં રિઝલ્ટ આવ્યું હતું. યુપીએસસી સિવિલ સેવા પરીક્ષાના પરિણામની પીડીએફ ડાઉનલોડ કરી લીધી હતી. પરંતુ તેમણે પોતાનું નામ ઉપરથી ચકાસવાની હિંમત નહોતી ચાલી. ત્યારે તેમના માતાએ કહ્યું કે તેમણે પરિણામ નીચેથી ચેક કરવાનું શરુ કરવું જોઈએ. નામ ના મળ્યું તો તેમણે કહ્યું કે આગામી વર્ષે વધારે સારી રીતે મહેતન કરીશ અને પાક્કું ક્લીયર કરીશ. પરંતુ માએ કહ્યું કે એકવાર ઉપરથી પણ પોતાનું નામ ચેક કરી લેવું જોઈએ. જોઈએ કે કોણે ટોપ કર્યું છે. ઉપરથી મારું નામ જોયું તો વિશ્વાસ ના થયો. આ પછી રોલ નંબર પણ મેચ થઈ ગયો. રિઝલ્ટ તો મારું જ હતું. રિઝલ્ટ જોતા જ મારી માતાની આંખમાં આંસુ આવી ગયા હતા.

યુપીએસસીના ઉમેદવારો સાથે શેર કરે છે સ્ટ્રેટેજી


સૌમ્યા પાંડે હાલ યુપીમાં પોતાની સેવા આપી રહ્યા છે. સાથે જ યુપીએસસીની તૈયારી કરતા ઉમેદવારો સાથે પોતાની સ્ટ્રેટેજી પણ શેર કરે છે. સૌમ્યા કહે છે કે પ્રીલિમ્સની તૈયારી બેઝિક સાથે શરુ કરવી જોઈએ. જેના માટે એનસીઆરટીના પુસ્તકોથી સારો વિકલ્પ કોઈ નથી.

એનસીસી B અને C સર્ટિફિકેટ હોલ્ડર


સૌમ્યાએ અભ્યાસની સાથે-સાથે રમત-ગમત અને ડાન્સ જેવી એક્ટિવિટીમાં પણ રસ ધરાવે છે. તેમણે ક્લાસિકલ ડાન્સ પણ શીખ્યો છે. તેઓ બાસ્કેટ બોલ પ્લેયર પણ રહ્યા છે. તેમણે આ સિવાય એનસીસીનું બી અને સી સર્ટિફિકેટ પણ મેળવ્યું છે.
First published:

Tags: IAS officer, UPSC Recruitment, UPSC Result

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો