UPSC Recruitment 2022 : યુપીએસસી દ્વારા 72 પોસ્ટ માટે ભરતી, ફટાફટ કરો અરજી, આજે અરજી કરવાની અંતિમ તારીખ છે
UPSC Recruitment 2022: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વિવિધ વિભાગોના ખાલી ઉચ્ચ ખાલી પદો માટે ભરતી બહાર પાડવામાં આવી છે. યુપીએસસી દ્વારા કુલ 72 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, આજે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તક છે.
UPSC Recruitment 2022: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વિવિધ વિભાગોના ખાલી ઉચ્ચ ખાલી પદો માટે ભરતી બહાર પાડવામાં આવી છે. યુપીએસસી દ્વારા કુલ 72 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે (UPSC Recruitment 2022 Notification) આ તમામ જાહેરત માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે. જેના માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 27મી જાન્યુઆરી છે. (UPSC Recruitment 2022 Last Date of Online application) આ તારીખ સુધીમાં ઓનલાઇન અરજી કરનારા ઉમેદવારોની અરજી માન્ય રાખવામાં આવશે. આજે આ નોકરીઓ માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તક છે. અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ઓનલાઇન અરજી કરી શકાશે.
UPSC Recruitment 2022 ઉંમર મર્યાદા : દરેક ભરતીની જગ્યા માટે જાહેરાતમાં ઉંમર મર્યાદા અને અનામતના ધોરણો મુજબ તેમાં છુટછાટની માહિતી આપવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ જાહેરાત અવશ્ય વાંચવી
UPSC Recruitment 2022 અરજી કરવાની રીત : અહીંયા આપવામાં આવેલી ઓનલાઇન લિંક દ્વારા ઉમેદવારો અરજી કરી શકશે. અરજી કરવાની ફી ઓનલાઇન ચુકવવાની રહેશે અને જાહેરાતમાં જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
UPSC Recruitment 2022 અરજી કરવાની ફી : આ નોકરી માટે અરજી કરવાની ફી 25 રૂપિયા છે. જોકે, ઓનલાઇન અરજી કરવા માટે કેટલીક કેટેગરીના ઉમેદવારોને ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર