UPSC Recruitment 2022 : UPSC દ્વારા આસિસ્ટન્ટ પ્રોફેસર સહિતની જગ્યા માટે નીકળી ભરતી, અહીંથી કરો અરજી
UPSC Recruitment 2022 : UPSC દ્વારા આસિસ્ટન્ટ પ્રોફેસર સહિતની જગ્યા માટે નીકળી ભરતી, અહીંથી કરો અરજી
UPSC Recruitment 2022 : યુપીએસસી દ્વારા 14 પોસ્ટ માટે ભરતી, ફટાફટ કરો અરજી, આજે અરજી કરવાની અંતિમ તારીખ છે
UPSC Recruitment 2022 : UPSCની પરીક્ષા (UPSC Exams) આપવાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર આવ્યા છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ મદદનીશ પ્રોફેસર (Assistant Professor) સહિત વિવિધ જગ્યાઓની ભરતી માટે લાયક ઉમેદવારો માટે અરજીઓ (UPSC Recruitment 2022) મંગાવી છે
UPSC Recruitment 2022 : UPSCની પરીક્ષા (UPSC Exams) આપવાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર આવ્યા છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) એ મદદનીશ પ્રોફેસર (Assistant Professor) સહિત વિવિધ જગ્યાઓની ભરતી માટે લાયક ઉમેદવારો માટે અરજીઓ (UPSC Recruitment 2022) મંગાવી છે. રસ ધરાવતા અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો આયોગની ઓફિશ્યલ વેબસાઇટ upsc.gov.in પર જઇને આ ભરતી માટે ઑનલાઇન અરજી (Apply Online) કરી શકે છે. આ પોસ્ટ માટે અરજી કરવાની અંતિમ તારીખ 10 ફેબ્રુઆરી, 2022 રાખવામાં આવી છે.
UPSC Recruitment 2022 : આ પોસ્ટ પર કરવામાં આવશે ભરતી
સિનિયર એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરના પદો માટે પસંદ કરાયેલા ઉમેદવારોને પે મેટ્રિક્સ લેવલ 10 હેઠળ પગાર આપવામાં આવશે. જ્યારે સબ રીજનલ એમ્પ્લોયમેન્ટ ઓફિસરના પદ માટે પસંદગી પામનારા ઉમેદવારોને પે મેટ્રિક્સ લેવસ 7 મુજબ પગાર આપવામાં આવશે.
UPSC Recruitment 2022 : શૈક્ષણિક લાયકાત
આસિસ્ટન્ટ પ્રોફેસર - ઉમેદવારે માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સંબંધિત વિષયમાં બેચલર અથવા માસ્ટર્સ ડિગ્રી કરેલી હોવી જોઈએ.
સિનિયર એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર અને આસિસ્ટન્ટ ઇન્સ્ટોલેશન ઓફિસરની પોસ્ટ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઇએ. જ્યારે રીજનલ એમ્પ્લોયમેન્ટ ઓફિસરના પદ માટે ઉમેદવારીની મહત્તમ ઉંમર 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. જો કે, અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા
14
શૈક્ષણિક લાયકાત
આસિસ્ટન્ટ પ્રોફેસર - ઉમેદવારે માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સંબંધિત વિષયમાં બેચલર અથવા માસ્ટર્સ ડિગ્રી કરેલી હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા
ઈન્ટરવ્યૂના માધ્યમથી
અરજી ફી
આ પોસ્ટ માટે અરજી કરવા ઉમેદવારોએ રૂ.25 અરજી ફી ચૂકવવાની રહેશે.
આ પોસ્ટ માટે અરજી કરવા ઉમેદવારોએ રૂ.25 અરજી ફી ચૂકવવાની રહેશે. એસબીઆઈની કોઈપણ શાખામાં રોકડ દ્વારા અથવા એસબીઆઈની નેટ બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરીને અથવા વિઝા / માસ્ટર ક્રેડિટ / ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને ઉમેદવારો ફી ચૂકવી શકે છે. નોંધનીય છે કે SC / ST / PwBD / મહિલા ઉમેદવારો માટે કોઈ પણ ફી રાખવામાં આવી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર