UPSC Recruitment 2022: UPSC દ્વારા વધુ 11 જગ્યાની ભરતીની જાહેરાત, અહીંથી સીધા કરો અરજી
UPSC Recruitment 2022: UPSC દ્વારા વધુ 11 જગ્યાની ભરતીની જાહેરાત, અહીંથી સીધા કરો અરજી
UPSC Recruitment 2022 : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી દ્વારા 28 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
UPSC Recruitment 2022 : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા આસિસ્ટન્ટ એન્જિનિયર, લેક્ચરર સહિતની 11 જગ્યાઓની ભરતી માટે નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે, રસ ઘરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક પરથી અરજી કરી શકે છે.
UPSC Recruitment 2022 : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (Union Public Service Commission) યુપીએસસી ભરતી 2022 (UPSC Recruitment 2022) દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી માટેની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત આસિસ્ટન્ટ એન્જીનિયરિંગ, લેક્ચરર વગેરેની વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે. વિવિધ પદોની 11 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પરથી અરજી કરી શકે છે.
ખાલી જગ્યાઓ માટે ઉમેદવારો 28 એપ્રિલ, 2022 સુધી રજીસ્ટ્રેશન કરી શકશે. નોંધનીય છે કે ઉમેદવારો માત્ર ઓનલીન મોડ દ્વારા અરજીઓ કરી શકશે. અન્ય કોઈ પણ રીતે આ પદો માટે અરજી કરી શકાશે નહીં. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત આસિસ્ટન્ટ એન્જિનિયર, લેક્ચરર, જુનિયર ટેકનિકલ ઓફિસર, આસિસ્ટન્ટ ડિરેક્ટર વગેરે પદો પર ઉમેદવારોની નિમણૂંક કરવામાં આવશે.
ઉમેદવારો ખાલી જગ્યાઓ અને ભરતીને લગતી તમામ માહિતી આ આર્ટટિકલમાંથી મેળવી શકે છે.
UPSC Recruitment 2022: ખાલી પદો વિશે વિગતો
આસિસ્ટન્ટ એન્જિનિયર- 05 (ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શન, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ)
જુનિયર ટેક્નિકલ ઓફિસર- 02 (ડિરેક્ટોરેટ ઓફ સિવિલિયન પર્સોનલ, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ)
લેક્ચરર (ચાઈનિસ)- 01 (ડિરેક્ટોરેટ ઓફ પર્સોનલ, મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ)
આસિસ્ટન્ટ ડાયરેક્ટર- 01 (ડિપા. ઓફ ફીશરી, મિનિસ્ટ્રી ઓફ ફીશરી, પશુપાલન અને ડેરી)
આસિસ્ટન્ટ ડાયરેક્ટર- 01 (કમ્પ્યુટર અને સિસ્ટમ ડિવિઝન નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર)
આસિસ્ટન્ટ ડાયરેક્ટર- 01 (મિનિસ્ટ્રી ઓફ પોર્ટ, શિપિંગ ને વોટર વે)
તમામ પદો માટે વિગતવાર શૈક્ષણિક અને અન્ય લાયકાતના ધોરાધરોણ વિશે માહિતી મેળવવા માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઇ શકાય છે. અરજી કરવાની અંતિમ તારીખ 29 એપ્રિલ, 2022 રહેશે.
UPSC Recruitment 2022: આ રીતે કરો અરજી
યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની ઓફિશિયલ વેબસાઈટgov.in વિઝિટ કરો.
રિક્રુટમેન્ટ ટેબ હેઠળ ભરતી અંગેની જાહેરાત પર ક્લિક કરો.
પદ પસંદ કરી તેને લગતુ એપ્લિકેશન ફોર્મ ભરો.
હવે માંગવામાં આવેલા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો અને એપ્લિકેશન ફી ભરો.
હવે ફોર્મ સબમીટ કરી તેની એક પ્રિન્ટ લઈ લો.