Home /News /career /

UPSC Recruitment 2022: UPSCમાં 71 જગ્યાની ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ નજીક, અહીંથી ભરો ફોર્મ

UPSC Recruitment 2022: UPSCમાં 71 જગ્યાની ભરતી, અરજી કરવાની અંતિમ તારીખ નજીક, અહીંથી ભરો ફોર્મ

UPSC CAPF Recruitment : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 71 જગ્યાની ભરતી બહાર પાડવામાં આવી છે.

UPSC Recruitment 2022 : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (Union Public Service Commission, UPSC) દ્વારા 71 જગ્યાની ભરતી બહાર પાડવામાં આવી છે, રસ ધરાવતા ઉમેદવારો માટે અંતિમ તક છે.

    UPSC Recruitment 2022: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (Union Public Service Commission, UPSC) દ્વારા સબ ડિવિઝનલ એન્જિનિયર (SDE), આસિસ્ટન્ટ કેમિસ્ટ, આસિસ્ટન્ટ જીયોફિજિસિસ્ટ અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર, સિનિયર સાઈન્ટિફિક ઓફિસર (SSO) અને સિનિયર લેક્ચરરની વિવિધ જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 71 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે, જે માટેની નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવી છે. આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ નજીક છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.

    UPSC Recruitment 2022:  ખાલી પડેલા પદો વિશે વિગતો

    આસિસ્ટન્ટ કેમિસ્ટ: 22 પદ, આસિસ્ટન્ટ જીઓફિજિસ્ટ: 40 પદ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર: 01 પદ, સિનિયર સાઈન્ટિફિક ઓફિસર: 01 પદ, સિનિયર લેક્ચરર: 01 પદ, સબ ડિવિઝનલ એન્જીનિયર: 02 પદ

    UPSC Recruitment 2022:   લાયકાતના ધારાધોરણ

    આસિસ્ટન્ટ કેમિસ્ટ: માન્ય પ્રતિષ્ઠિત યૂનિવર્સિટીમાંથી કેમિસ્ટ્રી બ્રાન્ચમાં માસ્ટર ડિગ્રી અથવા કેમિસ્ટ એન્જીનિયરિંગમાં બેચલર ડિગ્રી અથવા ટેક્નોલોજીમાં બેચલર ડિગ્રી અથવા અસોસિએટ ઈન્સ્ટીટ્યુટ ઓફ કેમિસ્ટ ઈન કેમિસ્ટ્રીમાંથી ડિગ્રી અથવા ડિપ્લોમા.

    આસિસ્ટન્ટ જીઓફિજિસ્ટ: માન્ય પ્રતિષ્ઠિત યૂનિવર્સિટીમાંથી અથવા સંસ્થામાંથી ફિજિક્સ અથવા જીઓફિજિક્સ અથવા જીઓલોજી અથવા ગણિતમાં માસ્ટર ડિગ્રી અથવા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી ઇલેક્ટ્રોનિક્સ અથવા કોમ્યુનિકેશનમાં BE અથવા AMIE.

    આસિસ્ટન્ટ ડાયરેક્ટર: માન્ય યૂનિર્સિટીમાંથી બોટની અથવા ઝૂલોજી અથવા બાયોકેમિસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજી અથવા બાયોટેકનોલોજી અથવા મોલેક્યુલર બાયોલોજી અથવા ફોરેન્સિક સાયન્સ અથવા ફિઝીકલ એન્થ્રોપોલોજી અથવા જિનેટિક્સમાં માસ્ટર ડિગ્રી અને (ii) માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી બોટની અથવા ઝૂલોજીમાં બેચલર ડિગ્રી. સાથે જ ફોરેન્સિક સાયન્સમાં એનાલિટીકલ/રિસર્ચ વર્કનો પાંચ વર્ષનો અનુભવ.

    આ પણ વાંચો :  SSA Gujarat Recruitment : સર્વ શિક્ષા અભિયાનની 62 જગ્યા પર ભરતી, 20,000 સુધી મળશે પગાર, અરજી કરવાની અંતિમ તારીખ નજીક

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા71
    શૈક્ષણિક લાયકાતતમામ પોસ્ટ પર અલગ અલગ
    પસંદગી પ્રક્રિયાઈન્ટરવ્યૂ દ્વારા
    અરજી ફી25 રૂપિયા
    અરજી કરવાની અંતિમ તારીખ13-5-2022
    ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
    ઓનલાઈન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    સિનિયર સાઈન્ટિફિક ઓફિસર: માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કેમિસ્ટ્રી અથવા ટોક્સિકોલોજી અથવા બાયોકેમિસ્ટ્રી અથવા ફોરેન્સિક સાયન્સમાં માસ્ટર ડિગ્રી અને માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કેમિસ્ટ્રી સાથે બેચલર ડિગ્રી. ફોરેન્સિક સાયન્સમાં ત્રણ વર્ષ એનાલિટીકલ/રિસર્ચ વર્કનો અનુભવ.

    સિનિયર લેક્ચરર: બેસિક યૂનિવર્સિટી અથવા ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટ, 1956 (102 ઓફ 1956)ની કોઈપણ એક શિડ્યૂલ્ડ યુનિવર્સિટીમાંથી M.D. અથવા સમકક્ષ લાયકાત. સ્ટેટ મેડિકલ રજિસ્ટર અથવા ઈન્ડિયન મેડિકલ રજિસ્ટરમાં નોંધાણી જરૂરી છે. (ii) માન્ય યુનિવર્સિટી/સંસ્થા અથવા સમકક્ષમાંથી M.D. (ફોરેન્સિક મેડિસિન). (B) અનુભવ: માન્યતા પ્રાપ્ત મેડિકલ કોલેજ/ટીચિંગ ઇન્સ્ટિટ્યૂશનમાં લેક્ચરર/રજિસ્ટ્રાર/સિનિયર રેસિડેન્ટ /ડેમોન્સ્ટ્રેટર/ટ્યુટર તરીકે પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યા પછી સંબંધિત વિશેષતામાં ત્રણ વર્ષનો અનુભવ.

    સબડિવિઝનલ એન્જીનિયર: માન્ય યૂનિવર્સિટીમાંથી સિવિલ એન્જીનિયરિંગની ડિગ્રી. (નોંધ- જે ઉમેદવારો 31.05.2013 સુધી સિવિલ એન્જિનિયરિંગ (AMIE)માં એસોસિએટ મેમ્બર ઓફ ઇન્સ્ટિટ્યુશન ઑફ એન્જિનિયર્સ માટે એનરોલ્ડ થયેલા હોય તેઓ સબ ડિવિઝનલ એન્જિનિયરની પોસ્ટ માટે અરજી કરી શકે છે અથવા AMIE માટે 01.06.2013 પછી એનરોલ થયેલા ઉમેદવારો સબ ડિવિઝનલ એન્જિનિયરની પોસ્ટ માટે અરજી કરવાને પાત્ર નથી.)

    આ પણ વાંચો : RMC Recruitment 2022: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 617 જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી

    UPSC Recruitment 2022:   આ રીતે કરો અરજી

    UPSCની ઓફિશિયલ વેબસાઈટ - upsconline.gov.in પર વિઝિટ કરો.
    ભરતી અંતર્ગત આવતી વિવિધ ખાલી પદો પરની ઓનલાઈન રિક્રુટમેન્ટ એપ્લિકેશન પર ક્લિક કરો.
    અરજી કરવા માટેનું પદ પસંદ કરો.
    હવે ફોર્મમાં માંગવામાં આવેલી તમામ વિગતો ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
    હવે એપ્લિકેશન ફોર્મ સબમીટ કરો.
    હવે આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ લઈ લો.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    આગામી સમાચાર