Home /News /career /

UPSC Recruitment: UPSCની 28 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

UPSC Recruitment: UPSCની 28 જગ્યા માટે ભરતી, અહીંથી કરો અરજી

UPSC Recruitment 2022 : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી દ્વારા 28 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

UPSC Recruitment 2022: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા 23 જગ્યાઓની ભરતીનું નોટિફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંકથી અરજી કરી શકે છે.

    UPSC Recruitment 2022: ભારત સરકાર દ્વારા (Government of India) દ્વારા વિવિધ વિભાગોમાં ખાલી જગ્યા માટે યુપીએસસીની માધ્યમથી (UPSC Recruitment 2022) ભરતી બહાર પાડવામાં આવી છે. યુપીએસસી દ્વારા વેબસાઈટ પર વિવિધ વિભાગની 23 જગ્યા માટેનું નોટિફીકેશન આપવામાં આવ્યું છે. આ નોકરીઓ માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ 14-4-2022 છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક પરથી અરજી કરી શકે છે.

    UPSC Recruitment 2022: ખાલી જગ્યા

    યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની આ ભરતી માટે ખાલી જગ્યાઓમાં ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ માઈન્સ (ઈલેકટ્રિકલની 08) જગ્યા, આસિસન્ટ ડાયરેક્ટર ઈકોનોમિક્સ ઈન્વેસ્ટિગેશનની 15 જગ્યા, સિનિયર લેક્ચરર (ઓપ્થોમોલોજી) 02 જગ્યા, આસિસ્ટન્ટ એન્જિનિયર સર્વેયર વર્ક્સ ઈરિગેશન એન્ડ ફ્લડ કંટ્રોલ વિભાગની 03 જગ્યા, મળી કુલ 28 જગ્યા માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે.

    UPSC Recruitment 2022:શૈક્ષણિક લાયકાત

    ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ માઈન્સ : આ ભરતી માટે ઉમેદવારો માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરીંગની પાસ થયેલા હોવા આવશ્યક છે.

    આસિસન્ટ ડાયરેક્ટર ઈકોનોમિક્સ ઈન્વેસ્ટિગેશન : આ જગ્યા માટે ઉમેદવારો ઈકોનોમિક્સમાં માસ્ટર્સ ડિગ્રી તથા સંલગ્ન અનુભવ ધરાનવતા હોવા જરૂરી છે.

    સિનિયર લેક્ચરર (ઓપ્થોમોલોજી) આ જગ્યા માટે માન્યતા પ્રાપ્ત મેડિકલ કોલેજમાંથી એમએસ (ઓપ્થેમોલોજી) એમડી (ઓપ્થોમોલોજી)ની ડિગ્રી મેળવી હોવી અનિવાર્ય છએ. આ સાથે રજિસ્ટ્રેશન હોવું આવશ્યકતા છે.

    આસિસ્ટન્ટ એન્જિનિયર સર્વેયર વર્ક્સ : આ જગ્યાઓ માટે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરીંગની ડિગ્રી અને સંલગ્ન અનુભવ હોવો અનિવાર્ય છે.

    આ પણ વાંચો :  Bank of Baroda Recruitment : બેંક ઓફ બરોડામાં મેનેજરની 159 જગ્યાઓ પર ભરતી, અહીંથી કરો અરજી

    UPSC Recruitment 2022: ઉંમર મર્યાદા

    ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ માઈન્સ : 40 વર્ષ

    આસિસન્ટ ડાયરેક્ટર ઈકોનોમિક્સ ઈન્વેસ્ટિગેશન : 30 વર્ષ

    સિનિયર લેક્ચરર (ઓપ્થોમોલોજી) : 50 વર્ષ

    આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ : 33 વર્ષ. તમામ ઉંમર મર્યાદા સાથે સરકારી છૂટછાટ લાગુ પડે છે.

    નોકરીની ટૂંકી વિગતો































    જગ્યા28
    શૈક્ષણિક લાયકાતદરેક પોસ્ટ માટે અલગ અલગ
    પસંદગી પ્રક્રિયાઈન્ટરવ્યૂ દ્વારા
    અરજી ફી25 રૂપિયા
    અરજી કરવાની અંતિમ તારીખ24-4-2022
    ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
    ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો



    UPSC Recruitment 2022: પગાર ધોરણ

    ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ માઈન્સ : લેવલ 12 મેટ્ર્કિસમાં સાતમા પગાર પંચ મુજબ

    આસિસન્ટ ડાયરેક્ટર ઈકોનોમિક્સ ઈન્વેસ્ટિગેશન : લેવલ 07માં વેતન મેટ્રિકસ 7માં પગાર પંચ મુજબ

    સિનિયર લેક્ચરર (ઓપ્થોમોલોજી) : પે લેવલ 11માં 7માં પગાર પંચ અને એનપીએ મુજબ

    આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ : લેવલ 07માં મેટ્રિક્સ 7માં પગાર પંચ મુજબ

    આ પણ વાંચો : SBI Recruitment : SBIમાં SCOની ભરતી, 31મી માર્ચ સુધી અહીંથી સીધા કરો અરજી

    UPSC Recruitment 2022: અરજી ફી

    ઉમેદવારોએ આ નોકરી માટે રૂ. 25 ઓનલાઇન અરજી ફી ભરવાની રહેશે. અરજી ફી અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી ભરી શકાશે.

    UPSC Recruitment 2022: પસંદગી પ્રક્રિયા

    યુપીએસસીની આ પસંદગીઓ દરેક પોસ્ટ માટે અલગ અલગ છે. ઉમેદવારોએ નોટિફીકેશન વાંચી અને સંબંધિત જાહેરાત અંગે અરજી કરી તૈયારી કરવાની રહેશે. જોકે, આ ભરતી સ્પર્ધાત્મક પરીક્ષાની ભરતીથી તદ્દન અલગ છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Sarkari Naukri, કેરિયર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन