Home /News /career /UPSC CAPF 2022 : સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટની 253 જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી

UPSC CAPF 2022 : સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટની 253 જગ્યાની ભરતી, અહીંથી કરો અરજી

UPSC Recruitment 2022 : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી દ્વારા IES, ISS પરીક્ષાનું રજિસ્ટ્રેશન અરજી કરવાની અંતિમ તક

UPSC Recruitment 2022 : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (Central Armed Police Forces) માટે આસિસ્ટન્ટ કમાન્ડન્ટ્સની 253 જગ્યા માટે ભરતી બહાર પાડી છે. રસ ઘરાવતા ઉમેદવારો અહીંથી અરજી કરી શકે છે.

વધુ જુઓ ...
UPSC Recruitment:  યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC Recruitment 2022)એ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (Central Armed Police Forces) માટે આસિસ્ટન્ટ કમાન્ડન્ટ્સ એક્ઝામની વર્ષ 2022 માટેની નોટિફીકેશન જાહેર કરી છે. ભરતી (Jobs) માટે આ પરીક્ષા 7 ઓગસ્ટના રોજ દેશભરમાં લેવામાં આવશે. ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો 10 મેના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં અરજી કરી શકે છે. ઉમેદવારો UPSC CAPF AC પોસ્ટ માટે ઓફિશ્યલ વેબસાઇટ upsc.gov.in દ્વારા અરજી કરી શકે છે.

UPSC Recruitment:  પરીક્ષા પેટર્ન

પેપર 1 સવારે 10 વાગ્યે હશે અને પેપર 2 બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધી હશે. પેપર 1માં જનરલ એબિલિટી વગેરે સાથે 250 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે. આ પેપરમાં MCQ પ્રશ્નો અંગ્રેજી અને હિન્દી એમ બંને સેટમાં રહેશે. જ્યારે પેપર 2માં જનરલ સ્ટડી, નિબંધ અને સંક્ષીપ્તિકરણ હશે. આ પેપર 200 માર્ક્સનું રહેશે. આ પેપરમાં ઉમેદવારોને નિબંધ લેખન અંગ્રેજી અથવા હિન્દીમાં લખવાની છૂટ આપવામાં આવશે. પરંતુ અન્ય લેખન ઉમેદવારોએ માત્ર અંગ્રેજીમાં જ લખવાનું રહેશે.

UPSC Recruitment: 253 પોસ્ટ પર કરવામાં આવશે ભરતી

BSF – 66 પોસ્ટ, CRPF – 29 પોસ્ટ, CISF – 62 પોસ્ટ

ITBP – 14 પોસ્ટ, SSB - 82 પોસ્ટ

પોસ્ટ માટે અરજી કરવાની લાયકાત

આ પણ વાંચો : SBI Recruitment 2022: SBIમાં આવી SCOની ભરતી, અહીંથી સીધા કરો અરજી

UPSC Recruitment:  કેટલી રહેશે વયમર્યાદા

પોસ્ટ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ હોવી જોઇએ અને 25 વર્ષથી વધુ ન હોવી જોઇએ. કેન્દ્ર સરકારીની સુચનાઓ અનુસાર અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે અને સિવિલિયન સેન્ટ્રલ ગવર્નમેન્ટ સર્વન્ટ માટે ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. ભૂતપૂર્વ સૈનિકોને પણ આ છૂટછાટ મળશે.
જગ્યા253
શૈક્ષણિક લાયકાતઉમેદવારે સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી બેચલર ડિગ્રી મેળવેલી હોવી આવશ્યક છે.
પસંદગી પ્રક્રિયાયુપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા
અરજી ફીSC, ST અને મહિલા કેટેગરીના ઉમેદવારો માટે ફોર્મ નિઃશુલ્ક રહેશે. જ્યારે અન્ય કેટેરગરીના ઉમેદવારોએ એપ્લિકેશન ફી પેટે રૂ. 200
અરજી કરવાની અંતિમ તારીખ10-5-2022
ભરતીની જાહેરાત જોવા માટે    અહીંયા ક્લિક કરો  
ઓનલાઈન અરજી કરવા માટેઅહીંયા ક્લિક કરો

UPSC Recruitment:  શૈક્ષણિક લાયકાત

ઉમેદવારે સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી બેચલર ડિગ્રી મેળવેલી હોવી આવશ્યક છે.

UPSC Recruitment:  કઇ રીતે કરશો અરજી

- સૌ પ્રથમ ઓફિશ્યલ વેબસાઇટ www.upsconline.nic.in પર જાઓ.

- ઉમેદવારોએ ઓનલાઇન અરજી ફોર્મ ભરવાનું રહેશે. જેમાં બે સ્ટેજ રહેશ. પાર્ટ-1 અને પાર્ટ-2

- બંને પાર્ટમાં રજીસ્ટ્રેશન કરો.

- ફોર્મ ભરીને સબમિટ કરો અને એપ્લિકેશન ફી ચૂકવો.

ઉમેદવારોએ કાળજી રાખવી કે તેઓ 10 મે, 2022 સુધીમાં સાંજે 6 વાગ્યા સુધી ઓનલાઇન અરજીઓ કરી શકશે. આ ઉપરાંત ઓનલાઇન અરજીઓ 17 મેથી 23 મે, 2022 સુધી સાંજે 6 વાગ્યા સુધીમાં પાછી ખેંચી શકાશે.

આ પણ વાંચો :  TCS Recruitment: TCS Atlasમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, અહીંથી સીધા કરો અરજી

UPSC Recruitment:  કેટલી રહેશે એપ્લિકેશન ફી

SC, ST અને મહિલા કેટેગરીના ઉમેદવારો માટે ફોર્મ નિઃશુલ્ક રહેશે. જ્યારે અન્ય કેટેરગરીના ઉમેદવારોએ એપ્લિકેશન ફી પેટે રૂ. 200 ચૂકવવાના રહેશે. ઉમેદવારો નજીકની એસબીઆઇ શાખામાં ફી ભરી શકે છે અથવા તો વિઝ માસ્ટર રૂપે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ અથવા UPI કે ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા ચૂકવણી કરી શકે છે.
First published:

Tags: Jobs and Career, Jobs Exams, Sarkari Naukri, કેરિયર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો