Jobs and Career: અત્યારે સરકારી
નોકરીઓ માં બંપર ભરતી નીકળી છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ એરોનોટિકલ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રોફેસર અને એન્જિનિયર અને શિપ સર્વેયર કમ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (ટેકનિકલ) પોસ્ટ માટે
અરજીઓ આમંત્રિત કરી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી સત્તાવાર વેબસાઈટ
upsc.gov.in પર જઈને કરવાની રહેશે.
અરજી કરવાની છેલ્લી તારીખ 15મી જુલાઈ છે. ઉમેદવારોને દરેક પોસ્ટ માટે અલગથી અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. સૂચના મુજબ, પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાઇકિયાટ્રી, રાંચીમાં કરવામાં આવશે.
મહત્વની તારીખો-
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 જુલાઈ 2022
આ પણ વાંચોઃ-UPSC Recruitment 2022: આસિસ્ટન્ટ પ્રોફેસર સહિતના પદો માટે UPSCએ બહાર પાડી ભરતી, આ તારીખ સુધી કરી શકો છો અરજી
ખાલી જગ્યાની વિગતો
એરોનોટિકલ ઓફિસર – 6 જગ્યાઓ
પ્રોફેસર (સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઑફ સાઇકિયાટ્રી, રાંચીમાં ક્લિનિકલ સાયકોલોજી) – 1 પોસ્ટ
આસિસ્ટન્ટ પ્રોફેસર (સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાઇકિયાટ્રી, રાંચીમાં ક્લિનિકલ સાયકોલોજી) – 4 જગ્યાઓ
આસિસ્ટન્ટ પ્રોફેસર (સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાઇકિયાટ્રી, રાંચીમાં ન્યુરો સાયકોલોજી) – 1 પોસ્ટ
એન્જિનિયર અને શિપ સર્વેયર કમ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (ટેક્નિકલ) – 1 પોસ્ટ
આવશ્યક શૈક્ષણિક લાયકાત-
એરોનોટિકલ ઓફિસર- એરોનોટિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સ અથવા મિકેનિકલ અથવા મેટલર્જિકલ એન્જિનિયરિંગમાં ડિગ્રી. એરક્રાફ્ટ ડિઝાઇન અને ડેવલપમેન્ટમાં બે વર્ષનો અનુભવ.
પ્રોફેસર- મનોવિજ્ઞાન અથવા ક્લિનિકલ સાયકોલોજીમાં માસ્ટર્સ ડિગ્રી. ક્લિનિકલ સાયકોલોજીમાં પણ 10 વર્ષનો સંશોધન અનુભવ.
મદદનીશ પ્રોફેસર (ક્લિનિકલ સાયકોલોજી) - સાયકોલોજી અથવા ક્લિનિકલ સાયકોલોજીમાં માસ્ટર ડિગ્રી. ક્લિનિકલ સાયકોલોજીમાં એમફિલ ડિગ્રી પણ. ત્રણ વર્ષનો સંશોધન અનુભવ પણ.
સહાયક પ્રોફેસર (ન્યુરો સાયકોલોજી) - સાયકોલોજી અથવા ક્લિનિકલ સાયકોલોજીમાં માસ્ટર ડિગ્રી. ક્લિનિકલ સાયકોલોજીમાં એમફિલ ડિગ્રી પણ. ક્લિનિકલ સાયકોલોજીમાં એમફિલ અથવા બે વર્ષનો ડિપ્લોમા. તેમજ બે વર્ષનો અધ્યાપન અનુભવ.
આ પણ વાંચોઃ-GPSC Recruitment 2022: ગુજરાત સરકારના વિવિધ ભાગોમાં નોકરી મેળવવાની છેલ્લી તક, ફટાફટ કરો છેલ્લી તારીખ નજીક
એન્જિનિયર અને શિપ સર્વેયર કમ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ - મરીન એન્જિનિયર ઓફિસર વર્ગ I માં યોગ્યતાનું પ્રમાણપત્ર.
અરજી ફી
SC-ST, દિવ્યાંગ અને મહિલા - અરજી મફત
અન્ય માટે- રૂ.25
Published by: ankit patel
First published: June 26, 2022, 20:13 IST
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Government jobs , Jobs and Career , Recruitment , Recruitment 2022 , UPSC