UPSC Recruitment 2021 : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) વિવિધ વિભાગોમાં આસિસ્ટન્ટ પ્રોફેસર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર, આસિસ્ટન્ટ ડિફેન્સ એસ્ટેટ ઓફિસર, સિનિયર સાયન્ટિફિક ઓફિસર, મેડિકલ ઓફિસર જેવી વિવિધ જગ્યાઓ માટે ભરતી (UPSC Recruitment 2021 ) પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.. રસ ધરાવતા ઉમેદવારો UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in દ્વારા અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયામાં કુલ 64 જગ્યાઓ ભરશે. રસ ધરાવતા લાયક ઉમેદવારો માટે નોકરી માટે અરજી કરવાની છેલ્લી તારીખ નવેમ્બર 11-11 2021 છે.
આ પોસ્ટ માટે આટલી જગ્યા છે : યુપીએસસીની જાહેરાત મુજબ સિનિયર સાયન્ટિફિક ઓફિસર (કેમેસ્ટ્રી) 3 જગ્યા છે, સાયન્ટિફિક ઓફિસર એન્જિનિયરીંગની 3 જગ્યા છે. સિનિયર સાયન્ટિફિક ઓફિસર ગ્રેડ-2માં ગેન્ટેક્સની 2 જગ્યા છે. જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટેશનનની 1 જગા, મેટલર્જી 2, મિલિટ્રી એક્સપ્લોઝીવ 2 જગ્યા છે.
આસિસ્ટન્ટ ડાયરેક્ટર્સ
આ ભરીતમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઇકોનોમિસ્ટની એક જગ્યા છે. જ્યારે આસિસ્ટન્ટ ડાયરેક્ટર આઈટીની 29સ જગ્યા છે. આ ઉપરાંત આસિસ્ટન્ટ ડાયરેક્ટર હોર્ટિકલ્ચરની 3 જગ્યા છે.
મેડિકલ ઓફિસર : આ ભરતી પ્રક્રિયા હેઠળ મેડકિલ ઓફિસરને પણ 8 જગ્યાઓ ભરવામાં આવશે. મેડિકલ ઓફિસર આયુર્વેદની 3 અને યુનાનીની 5 જગ્યાઓ ભરવામાં આવશે. આ તમામ જગ્યા માટે નોટિફિકેશ બહાર પાડવામાં આવ્યું છે.
UPSC ભરતી 2021: અરજી કરવા માટે
રસ ધરાવતા ઉમદવારોએ 11મી નવેમ્બર સુધીમાં upsc.gov.in પરથી આ જાહેરાત સંદર્ભની અરજી કરવાની રહેશે.આ વેબસાઇટ પર જઈને ઓનલાઇન રિક્રૂટમેન્ટ સેક્શનમાં એપ્લિકેશન પર ક્લિક કરી અને ડોક્યુમેન્ટ અથવા તો માહિતી ફરવાની રહેશે. ત્યારબાદ 25 રૂ. અરજી ફી ભરુવાની રહેશે. એપ્લિકેશન ફી ભરાઈ ગયા બાદ ઉમેદવારો તેની પ્રિન્ટ કાઢી શકશે.
આ ઓનલાઇન અરજીના આધારે પસંદ થયેલા ઉમેદવારોને યુપીએસસી દ્વારા બોલાવવામાં આવશે. આ ઉમેદવારોએ ઈન્ટરવ્યૂમાંથી પસાર થવું પડશે. દરેક પોસ્ટ માટેની શૈક્ષણિક લાયકાત જાહેરાતમાં આપવામાં આવી છે અને તેના માટે જરૂરી અનુભવના પુરાવા પણ ભરતીમાં રજૂ કરવાના રહેશે. પાગર અને પસંદગી પ્રક્રિયા સરકારના નિયમો મુજબ રહેશે.
64 જગ્યા પર ભરતી હોવાથી તમામ ભરતીની શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે. ઉંમર મર્યાદા પણ પોસ્ટ મુજબ સરકારી નિયમો અને તેની છૂટછાટ સાથે આપવામાં આવેલી છે. ઉમેદવારોએ અરજી કરતાં પહેલાં જાહેરાત ખાસ વાંચવી અને ત્યારબાદ જ યોગ્યતા ચકાસી અને અરજી કરવી
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર