Home /News /career /UPSC ORA Recruitment 2022: આસિસ્ટન્ટ ડિરેક્ટર, ડેપ્યુટી ડિરેક્ટર સહિતની 37 જગ્યા પર અરજી કરવાનો આજે છેલ્લો દિવસ
UPSC ORA Recruitment 2022: આસિસ્ટન્ટ ડિરેક્ટર, ડેપ્યુટી ડિરેક્ટર સહિતની 37 જગ્યા પર અરજી કરવાનો આજે છેલ્લો દિવસ
UPSC માં ભરતી
upsc ora recruitment 2022: આજે 1 સપ્ટેમ્બર, 2022 છેલ્લી તારીખ હોવાથી ઉમેદવારોએ આજે ફોર્મ ભરવાના રહેશે અને રાત્રે 11.59 વાગ્યે અરજી પ્રક્રિયા બંધ થઈ જશે. ઉમેદવારોએ આ પોસ્ટ પર ભરતી માટે સત્તાવાર વેબસાઇટના માધ્યમથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
યુનિયન પબ્લિક સર્વિસીસ કમિશન, UPSCએ સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર ફ્લાઇંગ ટ્રેનિંગના ડેપ્યુટી ડિરેક્ટર, આસિસ્ટન્ટ ડિરેક્ટર, સાયન્ટિફિક ઓફિસર અને અન્ય પોસ્ટ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આજે 1 સપ્ટેમ્બર, 2022 છેલ્લી તારીખ હોવાથી ઉમેદવારોએ આજે ફોર્મ ભરવાના રહેશે અને રાત્રે 11.59 વાગ્યે અરજી પ્રક્રિયા બંધ થઈ જશે. ઉમેદવારોએ આ પોસ્ટ પર ભરતી માટે સત્તાવાર વેબસાઇટના માધ્યમથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
કઈ અને કેટલી જગ્યાઓ પર થશે ભરતી?
આ ભરતી ઝુંબેશમાં કુલ 37 ખાલી જગ્યાઓ ભરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેમાંથી 2 ખાલી જગ્યાઓ આસિસ્ટન્ટ ડિરેક્ટરની, 4 ડેપ્યુટી ડિરેક્ટરની, 4 ડેપ્યુટી ડિરેક્ટરની, 1 વૈજ્ઞાનિક અધિકારી, 1 ફોટોગ્રાફિક અધિકારી, 1 વરિષ્ઠ ફોટોગ્રાફિક અધિકારી (ભૌતિકશાસ્ત્ર), 1 જુનિયર સાયન્ટિફિક ઓફિસર (ફિઝિક્સ), 22 જુનિયર સાયન્ટિફિક ઓફિસર (ન્યુટ્રોન એક્ટિવેશન એનાલિસિસ), 22 સિનિયર ગ્રેડ ઓફ ઇન્ડિયન ઇન્ફોર્મેશન સર્વિસની ખાલી જગ્યાઓ છે.
વયમર્યાદા કેટલી છે?
આ પોસ્ટ્સ પર અરજી કરવા માટે ઉમેદવારોએ વયમર્યાદાના નિયમનું પાલન કરવું પડશે. ઉમેદવારો ઓછામાં ઓછા 30 વર્ષ, 40 વર્ષ હોવા જોઈએ. દરેક પોસ્ટ માટે વયમર્યાદા અલગ રખાઈ છે તેથી ઉમેદવારો નોટિફિકેશન પર એકવાર નજર નાંખી શકે છે.
ઉમેદવારોએ એ પણ નોંધવું કે, સબમિટ કરેલી ઓનલાઇન અરજીની પ્રિન્ટ કાઢવા માટે છેલ્લી તારીખ 2 સપ્ટેમ્બર રાત્રે 11.59 વાગ્યા સુધી છે. આ ભરતી અંગે વધુ માહિતી માટે ઉમેદવારોએ નોટિફિકેશન ધ્યાનથી વાંચવી જરૂરી છે. ભરતીના નોટિફિકેશનમાં પે સ્કેલ, ખાલી જગ્યાઓ, દરેક પોસ્ટ માટેની ફી સહિતની તમામ વિગતો આપવામાં આવી છે.
ઉમેદવારોએ 25 રૂપિયા ફી ભરવાની રહેશે. એસસી/એસટી/પીડબલ્યુબીડી/મહિલા ઉમેદવારો માટે કોઈ ફી નહીં. જનરલ/ઓબીસી/ઈડબલ્યુએસ પુરુષ ઉમેદવારો માટે ફીમાં છૂટ ઉપલબ્ધ નથી અને તેમને સંપૂર્ણ નિર્ધારિત ફી ચૂકવવી જરૂરી છે.
કેવી રીતે અરજી કરવી?
- સત્તાવાર વેબસાઇટ upsc.gov.inની મુલાકાત લો.
- હવે એપ્લાય ઓનલાઇન સેક્શન પર ક્લિક કરો.
- આગળ Online Recruitment Applications for various posts પર ક્લિક કરો.
- ઉમેદવારો હવે ડેપ્યુટી ડિરેક્ટર અને અન્ય પોસ્ટ્સ માટે અરજીનો વિકલ્પ જોઈ શકશે.
- લિંક પર ક્લિક કરો.
- ત્યારબાદ વિગતો ભરો.
- હવે ફીની ચૂકવણી કરો, સબમિટ કરો અને ડાઉનલોડ કરો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર