Home /News /career /UPSC NDA & NA Vacancy 2022-23: 12મું પાસ કર્યું છે તો રક્ષા મંત્રાલયમાં આપ પણ બની શકશો અધિકારી, ફટાફટ કરો અરજી

UPSC NDA & NA Vacancy 2022-23: 12મું પાસ કર્યું છે તો રક્ષા મંત્રાલયમાં આપ પણ બની શકશો અધિકારી, ફટાફટ કરો અરજી

upsc nda vacancy 2022

રક્ષા મંત્રાલય (Ministry of Defence)માં અધિકારી બનવાનું સપનું જોઈ રહેલા યુવાનો માટે ખુશખબર આવી છે.

UPSC NDA & NA Vacancy 2022-23: રક્ષા મંત્રાલય (Ministry of Defence)માં અધિકારી બનવાનું સપનું જોઈ રહેલા યુવાનો માટે ખુશખબર આવી છે. તેના માટે UPSCએ NDA અને NA અંતર્ગત અધિકારીના પદ (UPSC NDA & NA Vacancy 2022-23)ને ભરવા માટે અરજી મગાવી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર જે પદ (UPSC NDA & NA Vacancy 2022-23) માટે અરજી કરવા માગે છે, તે UPSCની સત્તાવાર વેબસાઈટ upsc.gov.in પર જઈને અપ્લાય કરી શકે છે. આ પદ માટે અરજી પ્રક્રિયા 21 ડિસેમ્બરથી શરુ થઈ ગઈ છે.

આ ઉપરાંત ઉમેદવાર ડાયરેક્ટ લિંક પર ક્લિક કરીને પણ આ પદ માટે અરજી કરી શકે છે. સાથે જ અહીં આપેલ સત્તાવાર નોટિફિકેશન પણ ચેક કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 395 પદ ભરવામાં આવશે.

નોટિફિકેશન: https://images.news18.com/ibnkhabar/uploads/2022/12/UPSC-NDA-NA-Vacancy-2022-23-Notification-PDF.pdf

UPSC NDA & NA Vacancy 2022-23 મહત્વની તારીખ



  • ઓનલાઈન અરજી કરવાની શરુઆત - 21 ડિસેમ્બર, 2022

  • ઓનલાઈન અરજીની અંતિમ તારીખ- 10 જાન્યુઆરી, 2023


કુલ જગ્યાની સંખ્યા- 395



  • સેના- 208 જગ્યા

  • નૌસેના- 42 જગ્યા

  • વાયુ સેના- 120 જગ્યા

  • નૌસેના એકેડમી (10+2 કેડેટ પ્રવેશ યોજના): 25 જગ્યા


આ પણ વાંચો: UPSC Vacancy 2022: ફક્ત 25 રૂપિયાનું અરજી ફોર્મ ભરીને લાખો રૂપિયાના પગારવાળી સરકારી નોકરી મેળવો

UPSC NDA & NA Vacancy 2022-23 માટે યોગ્યતા માપદંડ


ઉમેદવારો પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી ધોરણ 12મું પાસ હોવું જોઈએ

UPSC NDA & NA Vacancy 2022-23 અરજી ફી


ઉમેદવારોને અરજી ફી તરીકે 100 રૂપિયા ચુકવવાના રહેશે. સાથે જ અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિના ઉમેદવાર/ મહિલા, જેસીઓ/એનસીઓ/ઓઆરએસને અરજી ફીમાંથી છુટ આપવામાં આવી છે.
First published:

Tags: UPSC Recruitment

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો