યુપીએસસી એનડીએ (1) (UPSC NDA) 2022 માટે સત્તાવાર વેબસાઇટ upsconline.nic.in પર નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.
UPSC NDA 2022 Registration for Female : કેન્દ્રીય જાહેર સેવા પંચ દ્વારા 400 જગ્યાઓ ભરવા માટે એનડીએ અને એનએ (1) 2022ની પરીક્ષા લેવામાં આવશે. જેમાં ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાની પાંખોમાં મહિલા ઉમેદવારો માટે 35 જગ્યાઓ છે.
UPSC NDA 2022 Eligibility for Female Candidates: યુપીએસસી એનડીએ (1) (UPSC NDA) 2022 માટે સત્તાવાર વેબસાઇટ upsconline.nic.in પર નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ પ્રક્રિયા આગામી 11 જાન્યુઆરી ચાલશે. કેન્દ્રીય જાહેર સેવા પંચ દ્વારા 400 જગ્યાઓ ભરવા માટે એનડીએ અને એનએ (1) 2022ની પરીક્ષા લેવામાં આવશે. જેમાં ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાની પાંખોમાં મહિલા ઉમેદવારો માટે 35 જગ્યાઓ છે. યુપીએસસી એનડીએ અને એનએ પરીક્ષા (1) 2021ની પરીક્ષા 10 આગામી એપ્રિલ 2022માં યોજાશે.
પરીક્ષાની તારીખો
યુપીએસસી એનડીએ ઓનલાઇન અરજીઓ 22 ડિસેમ્બરથી શરૂ થઈ ચૂકી છે. આ પ્રક્રિયા આગામી 11 જાન્યુઆરી 2022 સુધી ચાલશે. આ પરીક્ષામાંથી નામ પરત ખેંચવા 18થી 24 જાન્યુઆરી સુધી પ્રક્રિયા થઈ શકશે. આ સાથે પરીક્ષાના 15 દિવસ પહેલા એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે , UPSC NDA & NA (1)ની લેખિત પરીક્ષા 10 એપ્રિલના રોજ લેવામાં આવશે. જ્યારે કોર્સનો પ્રારંભ 2 જાન્યુઆરી 2023ના રોજ થશે.
• મહિલા ઉમેદવારો માટે ઉંમર, મહત્તમ વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, શારીરિક ધોરણો અને તબીબી ધોરણો સહિતની સંભવિત લાયકાત નીચે મુજબ છે.
વયમર્યાદા અને મેરિટલ સ્ટેટ્સ
આ પોસ્ટ માટે 2 જુલાઈ 2003 પહેલાં જન્મેલી અપરિણીત મહિલા ઉમેદવારો જ લાયક છે. ઉમેદવારનો જન્મ 1 જુલાઈ 2006 બાદ થયો હોવો જોઈએ નહીં. ઉપરાંત અભ્યાસક્રમ શરૂ થતી વખતે ન્યૂનતમ ઉંમર 16.5 વર્ષ અને મહત્તમ ઉંમર 19.5 નક્કી કરાઈ છે.
24 ડિસેમ્બર 2022 મુજબ શૈક્ષણિક લાયકાત
નેશનલ ડિફેન્સ એકેડેમીની આર્મી વિંગ માટે શૈક્ષણિક લાયકાતમાં રાજ્ય શિક્ષણ બોર્ડ અથવા યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી શાળા શિક્ષણની 10+2 પેટર્ન અથવા સમકક્ષ પરીક્ષાનું ધો. 12 પાસ હોવું જરૂરી છે.
એરફોર્સ અને નેવલ વિંગ્સ ઓફ નેશનલ ડિફેન્સ એકેડેમી અને ઇન્ડિયન નેવલ એકેડેમીમાં 10+2 કેડેટ એન્ટ્રી સ્કીમ માટે શૈક્ષણિક લાયકાતમાં શાળા શિક્ષણની 10+2 પેટર્નનો ધો. 12 પાસ અથવા સ્ટેટ એજ્યુકેશન બોર્ડ અથવા યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલા ભૌતિકશાસ્ત્ર અને ગણિતને સમકક્ષ હોવું જોઈએ.
નોટ
- શાળા શિક્ષણ અથવા સમકક્ષ પરીક્ષાની 10+2 પેટર્ન હેઠળ 12મા ધોરણમાં હાજર ઉમેદવારો પણ આ પરીક્ષા માટે અરજી કરવા માટે પાત્ર છે.
- ધો. 11ની પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારો આ પરીક્ષા માટે લાયક નથી
ફિઝિકલ અને મેડિકલ સ્ટાન્ડર્ડ
ઉમેદવાર શારીરિક અને તબીબી રીતે ફિટ ન હોય તો ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનામાં પસંદગી થઈ શકતી નથી. એનડીએની પરીક્ષામાં નેશનલ ડિફેન્સ એકેડેમીની આર્મી, નેવી, એરફોર્સ અને ઇન્ડિયન નેવલ એકેડેમીની 10+2 કેડેટ એન્ટ્રી સ્કીમમાં પ્રવેશ માટે અંતિમ પસંદગી ઉમેદવારોની લાયકાત, મેડિકલ સ્ટાન્ડર્ડ અને મેરિટ-કમ-પ્રેફરન્સને આધિન છે.
ઊંચાઈ અને વજન
મહિલા ઉમેદવારોના સશસ્ત્ર દળોમાં પ્રવેશ માટે જરૂરી ન્યૂનતમ ઊંચાઈ 152 સેમી છે. ગોરખા અને ભારતના પૂર્વોત્તર વિસ્તારના ઉમેદવારો માટે ઓછામાં ઓછી 148 સેમી ઊંચાઈ જરૂરી છે. પરીક્ષા સમયે 18 વર્ષથી ઓછી ઉંમરના ઉમેદવારો માટે 02 સેમીની વૃદ્ધિનું એલાઉન્સ આપવામાં આવશે.
ફ્લાઇંગ બ્રાંચ માટે ન્યૂનતમ ઊંચાઈની આવશ્યકતા 163 સેમી છે. ફ્લાઇંગ બ્રાંચમાં બેસવાની ઊંચાઈ, પગની લંબાઈ અને જાંઘની લંબાઈ જેવા અન્ય એન્થ્રોપોમેટ્રિક ધોરણોની પણ જરૂર પડે છે.
મહિલા તબીબી અધિકારીઓ અને તજજ્ઞો દ્વારા મહિલા ઉમેદવારોની તપાસ કરવામાં આવશે. જો તેઓ ઉપલબ્ધ ન હોય તો તબીબી અધિકારી દ્વારા મહિલા એટેન્ડન્ટની હાજરીમાં તેમની તપાસ કરવામાં આવશે.
મહિલા ઉમેદવારો માટે વિગતવાર તબીબી ધોરણો અહીં તપાસો
UPSC NDA અને NA 2022ની પરીક્ષામાં 2 તબક્કા એટલે કે લેખિત પરીક્ષા અને SSB ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે. વિવેકબુદ્ધિ આધારે નિર્ધારિત લેખિત પરીક્ષામાં લઘુતમ ક્વોલિફાઇંગ ગુણ મેળવે તેવા ઉમેદવારોની સૂચિ UPSC તૈયાર કરે છે.