UPSC IES ISS : UPSCની ઈન્ડિયન ઈકોનોમિક સર્વિસ અને ઈન્ડિયન સ્ટેટીસ્ટીકલ સર્વિસ પરીક્ષાની અરજી કરવાની અંતિમ તક
UPSC IES ISS : UPSCની ઈન્ડિયન ઈકોનોમિક સર્વિસ અને ઈન્ડિયન સ્ટેટીસ્ટીકલ સર્વિસ પરીક્ષાની અરજી કરવાની અંતિમ તક
UPSC Recruitment 2022 : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી દ્વારા IES, ISS પરીક્ષાનું રજિસ્ટ્રેશન અરજી કરવાની અંતિમ તક
UPSC IES ISS Exams : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા ઈન્ડિયન ઈકોનોમિક સર્વિસ અને ઈન્ડિયન સ્ટેટીસ્ટીકલ સર્વિસ એક્ઝામ માટેની જાહેરાત બહાર પાડી હતી. આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની મંગળવારે 26-4-2022ના રોજ અંતિમ તારીખ છે. રસ ધરાવતા ઉમેદવારો અહીંથી અરજી કરી શકે છે.
UPSC IES ISS Recruitment : યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન (Union Public Service Commission, UPSC) દ્વારા ઈન્ડિયન ઈકોનોમિક સર્વિસ અને ઈન્ડિયન સ્ટેટીસ્ટીકલ સર્વિસ એક્ઝામ માટે આવતીકાલે નોટિફિકેશન (UPSC IES/ ISS Notification) બહાર પાડશે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારોએ 26 એપ્રિલ પહેલા ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ભરતી માટે યુપીએસસી દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા યુપીએસસીની સાઇટ પર જઈને સીધા અરજી કરી શકે છે.
કુલ 53 જગ્યામાંથી ઈન્ડિયન ઈકોનોમિક સર્વિસની 24 અને ઈન્ડિયન સ્ટેટિસ્ટીકલ સર્વિસની 29 જગ્યાઓ છે. આ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ મંગળવારે છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી માહિતી દ્વારા અરજી કરી શકે છે.
આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્ટેટીસ્ટિક્સ, મેથેમેટીકલ સ્ટેટીસ્ટિક્સ, એપ્લાઈડ સ્ટેટીસ્ટિક્સના વિષય સાથે બેચલર અથવા માસ્ટરની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
વયમર્યાદા (UPSC IES/ ISS 2022 Age Limit)
આ પોસ્ટ માટે 21 થી 30 વર્ષ સુધીની ઉંમર ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે છે.
આ પોસ્ટ માટે અરજી કરનાર જનરલ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ.200 ચૂકવવાના રહેશે.
મહિલા, SC અને ST તથા વિકલાંગ ઉમેદવારોએ અરજી ફી ભરવામાંથી રાહત આપવામાં આવી છે.
પસંદગી પ્રક્રિયા (IES/ ISS 2022 Selection Process)
ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, ઈન્ટરવ્યૂ તથા પર્સનાલિટી ટેસ્ટના આધાર પર કરવામાં આવશે.
ટૂંકી વિગતો
જગ્યા
53
લાયકાત
માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્ટેટીસ્ટિક્સ, મેથેમેટીકલ સ્ટેટીસ્ટિક્સ, એપ્લાઈડ સ્ટેટીસ્ટિક્સના વિષય સાથે બેચલર અથવા માસ્ટરની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
ઉમેદવારો અધિકૃત વેબસાઈટ https//www.upsconline.nic.in પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ઉમેદવારોએ વેબસાઈટ પર જઈને ઓફિશિયલ નોટિફિકેશન વાંચવાનું રહેશે.
ત્યારબાદ ઓનલાઈન એપ્લાય પર ક્લિક કરો.
ફોર્મમાં વિગતવાર માહિતી ભરવાની રહેશે.
ત્યારબાદ ઓનલાઈન અરજી ફી ચૂકવવા માટે ક્લિક કરો.
તમામ વિગતો ભર્યા બાદ અરજી ફોર્મ સબમિટ કરી દો.
અરજી ફોર્મ ભર્યા બાદ ઉમેદવારોએ રેફરન્સ માટે અરજી ફોર્મની પ્રિન્ટ ડાઉનલોડ જોડે રાખવી.
Appendix-II માં અરજી ભરવા માટેની જરૂરી દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે.
વેબસાઈટ પર ટૂંક સમયમાં જરૂરી દિશાનિર્દેશ મુકવામાં આવશે.
UPSC IES/ ISS ની પરીક્ષા 24 જૂન 2022ના રોજ લેવામાં આવશે.
ઉમેદવારોએ વિગતવાર જાણકારી મેળવવા માટે UPSCની અધિકૃત વેબસાઈટ https//www.upsconline.nic.in ની મુલાકાત લેવાની રહેશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર