Home /News /career /

UPSC IES ISS Recruitment : યુપીએસસીની ઈન્ડિયન ઈકોનોમિક સર્વિસ અને ઈન્ડિયન સ્ટેટીસ્ટીકલ સર્વિસ એક્ઝામ, અહીંથી કરો અરજી

UPSC IES ISS Recruitment : યુપીએસસીની ઈન્ડિયન ઈકોનોમિક સર્વિસ અને ઈન્ડિયન સ્ટેટીસ્ટીકલ સર્વિસ એક્ઝામ, અહીંથી કરો અરજી

UPSC Recruitment 2022 : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી દ્વારા 28 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

UPSC IES ISS Recruitment : યુપીએસસી દ્વારા ઈન્ડિયન ઈકોનિમક્સ સર્વિસ અને ઈન્ડિયન સ્ટેટિસ્ટિકલ સર્વિસ અંતર્ગત ભરતીનું નોટિફીકેશન બહાર પાડ્યું છે. ઉમેદવારો અહીંથી અરજી કરી શકે છે.

    UPSC IES ISS Recruitment : યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન (Union Public Service Commission, UPSC) દ્વારા ઈન્ડિયન ઈકોનોમિક સર્વિસ અને ઈન્ડિયન સ્ટેટીસ્ટીકલ સર્વિસ એક્ઝામ માટે આવતીકાલે નોટિફિકેશન (UPSC IES/ ISS Notification) બહાર પાડશે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવારોએ 26 એપ્રિલ પહેલા ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ભરતી માટે યુપીએસસી દ્વારા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા યુપીએસસીની સાઇટ પર જઈને સીધા અરજી કરી શકે છે.



    શૈક્ષણિક લાયકાત : ઈન્ડિયન ઈકોનોમિક સર્વિસ (Indian Economic Service)

    ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ, એપ્લાઈડ ઈકોનોમિક્સ, બિઝનેસ ઈકોનોમિક્સ અથવા ઈકોનોમેટ્રિક્સની પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.

    ઈન્ડિયન સ્ટેટીસ્ટીકલ સર્વિસ (Indian Statistical Service)

    આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્ટેટીસ્ટિક્સ, મેથેમેટીકલ સ્ટેટીસ્ટિક્સ, એપ્લાઈડ સ્ટેટીસ્ટિક્સના વિષય સાથે બેચલર અથવા માસ્ટરની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.

    વયમર્યાદા (UPSC IES/ ISS 2022 Age Limit)

    આ પોસ્ટ માટે 21 થી 30 વર્ષ સુધીની ઉંમર ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે છે.

    પગારધોરણ (UPSC IES/ ISS Salary 2022)

    ઉમેદવારોને UPSCના નિયમ અનુસાર પગાર આપવામાં આવશે.

    અરજી ફી (IES/ ISS 2022 Application Fee)

    આ પોસ્ટ માટે અરજી કરનાર જનરલ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ.200 ચૂકવવાના રહેશે.
    મહિલા, SC અને ST તથા વિકલાંગ ઉમેદવારોએ અરજી ફી ભરવામાંથી રાહત આપવામાં આવી છે.

    આ પણ વાંચો : LRD Exam : LRDની લેખિત પરીક્ષાના કોલ લેટર જાહેર, અહીંથી સીધા કરો ડાઉનલોડ

    પસંદગી પ્રક્રિયા (IES/ ISS 2022 Selection Process)

    ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, ઈન્ટરવ્યૂ તથા પર્સનાલિટી ટેસ્ટના આધાર પર કરવામાં આવશે.

    ટૂંકી વિગતો































    પદયૂનિયન પબ્લિક સર્વિસ કમિશન (Union Public Service Commission, UPSC) દ્વારા ઈન્ડિયન ઈકોનોમિક સર્વિસ અને ઈન્ડિયન સ્ટેટીસ્ટીકલ સર્વિસ
    લાયકાત

    માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્ટેટીસ્ટિક્સ, મેથેમેટીકલ સ્ટેટીસ્ટિક્સ, એપ્લાઈડ સ્ટેટીસ્ટિક્સના વિષય સાથે બેચલર અથવા માસ્ટરની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.

    નોટિફીકેશન બહાર પડવાની તારીખ6-4-2022
    અરજી ફી200 રૂપિયા
    UPSC IES/ ISS ની પરીક્ષાની તારીખ24-6-2022
    અરજી કરવાની અંતિમ તારીખજાહેર થશે
    ઓનલાઇન નોટિફીકેશન જોવા માટે64-2022થી અહીંયા ક્લિક કરો



    આ પણ વાંચો : NTPC Recruitment : NTPCમાં 55 જગ્યા માટે ભરતી, 90,000 સુધી મળશે પગાર, અહીંથી કરો અરજી

    કેવી રીતે અરજી કરવાની રહેશે? (How to Apply)

    ઉમેદવારો અધિકૃત વેબસાઈટ https//www.upsconline.nic.in પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
    ઉમેદવારોએ વેબસાઈટ પર જઈને ઓફિશિયલ નોટિફિકેશન વાંચવાનું રહેશે.
    ત્યારબાદ ઓનલાઈન એપ્લાય પર ક્લિક કરો.
    ફોર્મમાં વિગતવાર માહિતી ભરવાની રહેશે.
    ત્યારબાદ ઓનલાઈન અરજી ફી ચૂકવવા માટે ક્લિક કરો.
    તમામ વિગતો ભર્યા બાદ અરજી ફોર્મ સબમિટ કરી દો.
    અરજી ફોર્મ ભર્યા બાદ ઉમેદવારોએ રેફરન્સ માટે અરજી ફોર્મની પ્રિન્ટ ડાઉનલોડ જોડે રાખવી.
    Appendix-II માં અરજી ભરવા માટેની જરૂરી દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે.
    વેબસાઈટ પર ટૂંક સમયમાં જરૂરી દિશાનિર્દેશ મુકવામાં આવશે.
    UPSC IES/ ISS ની પરીક્ષા 24 જૂન 2022ના રોજ લેવામાં આવશે.

    ઉમેદવારોએ વિગતવાર જાણકારી મેળવવા માટે UPSCની અધિકૃત વેબસાઈટ https//www.upsconline.nic.in ની મુલાકાત લેવાની રહેશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Jobs and Career, Jobs Exams, Sarkari Naukri, કેરિયર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन