Home /News /career /UPSC Recruitment 2022: યૂપીએસસીમાં બમ્પર ભરતીની જાહેરાત, ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદવારો માટે સુવર્ણ તક; વહેલી તકે કરો અરજી

UPSC Recruitment 2022: યૂપીએસસીમાં બમ્પર ભરતીની જાહેરાત, ઈચ્છુક તેમજ યોગ્ય ઉમેદવારો માટે સુવર્ણ તક; વહેલી તકે કરો અરજી

UPSC માં કુલ 285 પોસ્ટ માટે ભરતીની જાહેરાત

UPSC Recruitment 2022: UPSC એ સંયુક્ત જીઓ સાયન્ટિસ્ટ પરીક્ષા 2023 માટે સૂચના જાહેર કરી છે. જેના અનુસાર, પરીક્ષા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ upsconline.nic.in પર ઓનલાઈન અરજી મંગાવી છે.

    નવી દિલ્હીઃ યૂનિયન પબ્લિક સર્વિસ કમિશન, UPSC એ સંયુક્ત જીઓ સાયન્ટિસ્ટ પરીક્ષા 2023 માટે સૂચના જાહેર કરી છે. જેના અનુસાર, પરીક્ષા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ upsconline.nic.in પર ઓનલાઈન અરજી મંગાવી છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 11 ઓક્ટોબર 2022 છે.

    કુલ 285 પોસ્ટ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે


    ભરતી પરીક્ષાનું આયોજન 19 ફેબ્રઆરી, 2023ના રોજ કરવામાં આવશે. જાણકારી અનુસાર, આ પરીક્ષાના માધ્યમથી કુલ 285 પોસ્ટ પર ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. જેમાં જિયોલોજિસ્ટ, જિયોફિજિસિસ્ટ, રસાયણશાસ્ત્રી અને વૈજ્ઞાનિક બીની પોસ્ટનો સમાવેશ થાય છે. અરજી કરવા માટે ઉમેદવારોએ 200 રૂપિયા અરજી ફી આપવી પડશે. જો કે, મહિલા, એસસી, એસટી તેમજ દિવ્યાંગ ઉમેદવારોએ અરજી ફીમાં રાહત આપવામાં આવી છે.

    આ પણ વાંચોઃ એસબીઆઈમાં અધિકારી બનવા માટે સુવર્ણ તક, રૂપિયા 63,000 સુધી મળશે પગાર

    ઉમેદવાર ઓનલાઈન લિંક દ્વારા અરજી કરી શકે છે


    જાહેર સૂચના અનુસાર, 21 થી 32 વર્ષની વચ્ચે ઉંમર ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. આમાં અનામત શ્રેણીના ઉમેદવારોને છૂટ આપવામાં આવશે. પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો ઉમેદવારોની પસંદગી પરીક્ષા, મુખ્ય પરીક્ષા તેમજ ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. પ્રારંભિક પરીક્ષામાં સફળતા મેળવનારા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે. પ્રારંભિક અને મુખ્ય એમ બંને પરીક્ષાઓમાં પાસ થયેલા ઉમેદવારોને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. ઉમેદવાર આ લિંક https://upsconline.nic.in/upsc/OTRP/index.php પર જઈને પરીક્ષા માટે ડાયરેક્ટ અરજી કરી શકે છે.

    આ પણ વાંચોઃ શું છે નેનો ટેક્નોલોજી? જાણો કઈ રીતે આ ફિલ્ડમાં બનાવશો કરિયર
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Career News, Goverment job, UPSC Recruitment

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन