Home /News /career /UPSC Free Coaching: અહીં UPSC ઉમેદવારોને ફ્રી કોચિંગ, રહેવા અને જમવાનું રહેશે બિલકુલ ફ્રી

UPSC Free Coaching: અહીં UPSC ઉમેદવારોને ફ્રી કોચિંગ, રહેવા અને જમવાનું રહેશે બિલકુલ ફ્રી

UPSCના ઉમેદવારો માટે મોટા સમાચાર

UPSC Free Coaching: યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની સિવિલ સર્વિસ પરીક્ષા (Civil Services Examination) પાસ કરવી હંમેશા મુશ્કેલ કાર્ય માનવામાં આવે છે. આ જ કારણ છે કે, દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસમાં જોડાય છે.

UPSC Free Coaching: યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની સિવિલ સર્વિસ પરીક્ષા (Civil Services Examination) પાસ કરવી હંમેશા મુશ્કેલ કામ માનવામાં આવે છે. આ જ કારણ છે કે, દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ એવી કોચિંગ સંસ્થાઓમાં પ્રવેશ લે છે, જ્યાં સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે, પરંતુ તમામ વિદ્યાર્થીઓ માટે આ કરવું શક્ય નથી. જો તમે પણ આ વર્ષે UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં બેસવા માંગતા હોવ તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે.

જણાવી દઈએ કે, ઓડિશા ઉચ્ચ શિક્ષણ વિભાગે UPSC દ્વારા આયોજિત સિવિલ સર્વિસીસ પરીક્ષામાં બેસવા ઈચ્છુક ઉમેદવારોને મફત કોચિંગ અને માર્ગદર્શન આપવાનું આયોજન કર્યું છે. જોકે, આ વર્ષે માત્ર 200 ઉમેદવારોને જ ફ્રી કોચિંગ આપવામાં આવશે. ઓડિશા ઉચ્ચ શિક્ષણ વિભાગના સંયુક્ત સચિવ ધીરેન્દ્ર નાથ કારે જણાવ્યું હતું કે, OCAC ના જનરલ મેનેજરને SAMS પોર્ટલ હેઠળ UPSC સિવિલ સર્વિસીસ કોચિંગ એનરોલમેન્ટ માટે એક નવું મોડ્યુલ વિકસાવવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: તલાટી કમ મંત્રીની પરીક્ષા પાસ કેવી રીતે કરશો? અહીંથી મેળવો સંપૂર્ણ જાણકારી

આ અંતર્ગત તમામ 200 ઉમેદવારોને રહેવા-જમવાની સુવિધા આપવામાં આવશે. શ્રેષ્ઠ 200 ઉમેદવારોને UPSCની પ્રારંભિક અને મુખ્ય પરીક્ષા બંને માટે શ્રેષ્ઠ કોચિંગ આપવામાં આવશે. જો કે, કોચિંગ માટે ફક્ત તે જ ઉમેદવારોની નોંધણી કરવામાં આવશે, જેઓ તેના માટે લેવામાં આવતી પ્રવેશ પરીક્ષા (entrance exam) પાસ કરશે. કોચિંગ માટેની પ્રી-ક્વોલિફાઇંગ પરીક્ષા (pre-qualifying exam) 26 ફેબ્રુઆરીએ યોજાવાની છે. ઉમેદવારોએ પ્રવેશ કસોટી માટે નોંધણી માટે અરજી કરવાની રહેશે, તેમજ ઉચ્ચ શિક્ષણ વિભાગની વેબસાઈટ પરથી તેમનું પ્રવેશપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવું પડશે.

ગયા વર્ષે પણ ફ્રી કોચિંગ મળ્યું

ગયા વર્ષે પણ ઓડિશા હાયર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટે સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા (civil services preliminary exam) પાસ કરનારા ઉમેદવારોને મફત કોચિંગ પૂરું પાડ્યું હતું. કોઈપણ શૈક્ષણિક સંસ્થાના ફક્ત ઓડિયા વિદ્યાર્થીઓ જ પ્રવેશ પરીક્ષા પાસ કર્યા પછી મફત કોચિંગનો લાભ લઈ શકે છે. ગયા વર્ષે જેમણે UPSC પરીક્ષામાં તેમની પ્રિલિમિનરી પાસ કરી હતી તેઓએ પ્રવેશ પરીક્ષામાં બેસવાની જરૂર ન હતી અને કોચિંગ માટે સીધો પ્રવેશ મેળવ્યો હતો.
First published:

Tags: Education News, Exam latest news, UPSC

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો