UPSC Topper : શ્રુતિ શર્માને આ વિષયમાં અભ્યાસે ટોપર બનવામાં મદદ કરી
UPSC Topper : શ્રુતિ શર્માને આ વિષયમાં અભ્યાસે ટોપર બનવામાં મદદ કરી
શ્રુતિ શર્મા
Shruti Sharma UPSC CSE 2021: ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) શ્રુતિ શર્માએ (Shruti Sharma) UPSC CSE 2021ની પરીક્ષામાં ટોપ કરીને ઉત્તર પ્રદેશનું નામ રોશન કર્યું છે.
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સોમવારે સિવિલ સર્વિસ પરીક્ષાનું ફાઈનલ રિઝલ્ટ જાહેર કર્યું હતું. યુપીએસસી સીએસઈ 2021ના (UPSC CSE 2021) પરિણામની ટોપર્સ લિસ્ટમાં યુવતીઓ જોવા મળી રહી છે. આ વખતે પણ છાત્રાઓએ મેદાન માર્યું હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) શ્રુતિ શર્માએ (Shruti Sharma) UPSC CSE 2021ની પરીક્ષામાં ટોપ કરીને ઉત્તર પ્રદેશનું નામ રોશન કર્યું છે. UPSC પરીક્ષાની તૈયારી કરી રહેલા મોટાભાગના ઉમેદવારોએ સ્વીકાર્યું છે કે, આર્ટસ વિષય લેવાથી તેઓને પરીક્ષાની તૈયારી વધુ સારી કરવામાં મદદ મળી છે.
ટોપરે દિલ્હીથી કર્યો છે અભ્યાસ
શ્રુતિ શર્માએ (Shruti Sharma) UPSC CSE પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવીને ટોપર્સની યાદીમાં પોતાનું વિશેષ સ્થાન બનાવ્યું છે. શ્રુતિ શર્મા ઉત્તર પ્રદેશના બિજનૌરની રહેવાસી છે. શ્રુતિ શર્મા બે વર્ષથી જામિયામાં આરસીએમાંથી કોચિંગ કરી રહી હતી. તેણે પોતાનો અભ્યાસ દિલ્હીમાં પૂર્ણ કર્યો છે. તે ઈતિહાસ વિષયની વિદ્યાર્થીની રહી છે.
- UPSC 2021નું રિઝલ્ટ આ રીતે કરો ચેક
-ઉમેદવાર સૌથી પહેલા યુપીએસસીની સત્તાવાર વેબસાઈટ upsc.gov.in પર જવુ
-વેબસાઈટના હોમપેજ પર આપેલ યુપીએસસી(UPSC)સિવિલ સર્વિસીઝ ફાઈનલ રિઝલ્ટ 2021 લિંક પર ક્લિક કરો
-હવે અહીં એક નવી PDF ફાઈલ ખુલશે
-ઉમેદવાર અહીં PDFમાં નામ અને રોલ નંબર ચેક કરી શકે છે.
અહી ઉલ્લેખનિય છે કે, UPSC દ્વારા દર વર્ષે સિવિલ સર્વિસ પરીક્ષાઓ લેવામાં આવે છે. પરિણામ 3 તબક્કા બાદ જાહેર કરવામાં આવે છે. આ 3 તબક્કામાં પ્રીલીમનરી, મેઈન્સ અને ઈન્ટરવ્યુનો સમાવેશ કરવામાં આવે છે. દેશની આ ટોચની પરીક્ષામાં ઉતીર્ણ થનાર ઉમેદવારો ભવિષ્યમાં IAS, IPS કે IFS વગેરે જેવા અધિકારી બને છે.
સફળાતનો શું છે ફોર્મ્યુલા?
UPSC પાસ કરનાર ટોચના રેન્કર્સને સફળતાનો ફોર્મ્યુલા અંગે પૂછવામાં આવે તો તેમનો એક જ જવાબ છે હોય છે કે, પદ્ધતિસરની મહેનત. સ્કોલર્સનું ગઢ ગણાતા ઉત્તર પ્રદેશ કે દક્ષિણ ભારતના દરેક ઉમેદવારનું માનવું છે કે ઘરે બેઠા 7 થી 8 કલાકના અભ્યાસના આધારે UPSC પરીક્ષા પાસ કરી શકાય છે. આ સફળતાની સફરમાં દરેક તબક્કે તમને તમારા પરિવારનો, મિત્રોનો અને તમામ શિક્ષકોનો સંપૂર્ણ સહયોગ મળવો જરૂરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર