Home /News /career /છેલ્લા 5 વર્ષના UPSC સિવિલ સર્વિસીસ ટોપર્સ, અનુદીપ દુરિશેટ્ટીથી લઈને શ્રુતિ શર્મા સુધીના આ નામ છે સામેલ

છેલ્લા 5 વર્ષના UPSC સિવિલ સર્વિસીસ ટોપર્સ, અનુદીપ દુરિશેટ્ટીથી લઈને શ્રુતિ શર્મા સુધીના આ નામ છે સામેલ

Symbolic Image

UPSC Toppers: દર વર્ષે ત્રણ તબક્કામાં ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS), ઇન્ડિયન ફોરેન સર્વિસ (IFS) અને ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) તથા અન્ય ક્ષેત્રોના અધિકારીઓની પસંદગી માટે પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષાઓ પાસ કરવી ખૂબ મુશ્કેલ હોય છે. જેથી ઇચ્છુક ઉમેદવારો તૈયારી માટે વર્ષો લગાવે છે અને બહુ ઓછા લોકો આ પરીક્ષા પાસ કરી શકે છે. ત્યારે અહીં અનુદીપ દુરિશેટ્ટીથી લઈને શ્રુતિ શર્મા સુધી સહિતના છેલ્લા 5 વર્ષના ટોપર્સ અંગે જાણકારી આપવામાં આવી છે.

વધુ જુઓ ...
  ઘણા લોકો IAS/IPS અધિકારી બનવાનું સપનું જુએ છે, પરંતુ બહુ ઓછા લોકો જ આ સ્વપ્નને સાકાર કરી શકે છે. દર વર્ષે ત્રણ તબક્કામાં ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS), ઇન્ડિયન ફોરેન સર્વિસ (IFS) અને ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) તથા અન્ય ક્ષેત્રોના અધિકારીઓની પસંદગી માટે પરીક્ષા લેવામાં આવે છે.

  ઉમેદવારોને પ્રિલિમિનારી અને મેઈન્સમાં તેમના પ્રદર્શનના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવે છે, ત્યારબાદ ઇન્ટરવ્યૂનો તબક્કો આવે છે. આ પરીક્ષાઓ પાસ કરવી ખૂબ મુશ્કેલ હોય છે. જેથી ઇચ્છુક ઉમેદવારો તૈયારી માટે વર્ષો લગાવે છે અને બહુ ઓછા લોકો આ પરીક્ષા પાસ કરી શકે છે. ત્યારે અહીં અનુદીપ દુરિશેટ્ટીથી લઈને શ્રુતિ શર્મા સુધી સહિતના છેલ્લા 5 વર્ષના ટોપર્સ અંગે જાણકારી આપવામાં આવી છે.

  આ પણ વાંચો:  ચોટીલા નગરપાલિકા અને પાટણ જિલ્લા પંચાયત કચેરી ખાતે આ જગ્યા માટે ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

  UPSC CSEમાં 2021ની ટોપર શ્રુતિ શર્મા


  શ્રુતિ શર્મા ઉત્તર પ્રદેશના બિજનોરની છે. તેણે કુલ 1105 માર્ક્સ મેળવી આ પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. તેને લેખિત પેપરમાં 932 અને ઇન્ટરવ્યૂમાં 173 માર્ક્સ મળ્યા હતા. તે દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી હિસ્ટરી (ઓનર્સ) સાથે સ્નાતક છે. શ્રુતિએ ઇતિહાસને વૈકલ્પિક વિષય રાખી UPSC પાસ કર્યું હતું.

  UPSC CSEમાં 2020ના ટોપર શુભમ કુમાર


  મૂળ બિહારના કટિહારીના વતની શુભમ કુમાર 2020માં મેરિટ લિસ્ટમાં પહેલા સ્થાને રહ્યા હતા. તેમણે ઇન્ટરવ્યુમાં 176 સહિત એકંદરે 1054 ગુણ મેળવ્યા હતા. તેઓ આઈઆઈટી-બોમ્બેના પૂર્વ વિદ્યાર્થી છે, જ્યાં તેમણે સિવિલ એન્જિનિયરિંગમાંથી બીટેકનો અભ્યાસ કર્યો હતા.

  પરીક્ષા પાસ કરવા આ તેમનો બીજો પ્રયાસ હતો. આ અગાઉ તેમણે 2019માં સિવિલ સર્વિસીસની પરીક્ષા આપી હતી અને 290મો રેન્ક મેળવ્યો હતો.

  UPSC CSEમાં 2019ના ટોપર પ્રદીપસિંહ


  સોનીપત જિલ્લાના પ્રદીપસિંહે કુલ 1072 ગુણ મેળવ્યા હતા, જેમાંથી તેમણે પેપરમાં 914 ગુણ મેળવ્યા હતા અને ઇન્ટરવ્યૂ રાઉન્ડમાં 158 માર્ક્સ મેળવી શક્યા હતા.

  પરિણામ જાહેર થયા ત્યારે પ્રદીપસિંહ નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ્સ, ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ નાર્કોટિક્સ (એનએસીઆઇએન)માં પ્રોબેશનમાં હતા. તેમણે ચોથા પ્રયાસમાં UPSC CSEની પરીક્ષા પાસ કરી હતી અને હાલમાં તેઓ તેમના હોમ કેડર હરિયાણામાં આઈએએસમાં પોસ્ટ પર છે.

  UPSC CSEમાં 2018ના ટોપર કનિષ્ક કટારિયા


  કનિષ્ક કટારિયાએ કુલ 1121 ગુણ મેળવ્યા હતા. જેમાં લેખિત પરીક્ષામાં 942 અને ઇન્ટરવ્યુમાં 179 ગુણ હતા. તેઓ સનદી અધિકારીઓના પરિવારમાંથી આવે છે. અગાઉ તેઓ સેમસંગમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતા હતા, જોકે સિવિલ સર્વિસની પરીક્ષા આપવા માટે તેમણે સારા પગારની નોકરી છોડી દીધી હતી. હાલમાં તેઓ રાજસ્થાનના માઉન્ટ આબુમાં એસડીઓ તરીકે તૈનાત છે.

  આ પણ વાંચો:  ઓક્ટોબર મહિનામાં પરીક્ષાઓની ભરમાર, RRB,IBPS અને કોન્સ્ટેબલની જેવી ઘણી મહત્વની સરકારી ભરતીઓ માટે લેવાશે કસોટી

  UPSC CSEમાં 2017ના ટોપર અનુદીપ દુરિશેટ્ટી


  અનુદીપ દુરીશેટ્ટીએ UPSC CSE 2017માં લેખિત પરીક્ષામાં 950 અને પર્સનાલિટી ટેસ્ટમાં 176 ગુણ મેળવ્યા હતા. ઉપરોક્ત તમામ ટોપર્સમાં અનુદીપના કુલ માર્કસ હજુ પણ સૌથી વધુ 1126 છે.

  હૈદરાબાદના અનુદીપે ચોથા પ્રયાસમાં UPSC CSEમાં પ્રથમ ક્રમ મેળવ્યો. હતો. તેઓ પહેલેથી જ ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં (IRS) અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. હાલમાં તેઓ તેલંગાણામાં ભદ્રદ્રી કોઠાગુડેમના જિલ્લા કલેક્ટર તરીકે તૈનાત છે.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Career and Jobs, Success story

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन